________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૪૮ અપેક્ષાએ “છ” માં બધાં આવી જાય છે બધાં છે એમાં બધું આવી જાય છે પણ એ “છે” એવું એકપણું આપતા છતાં તેના દ્રવ્યનું ભિન્નપણું - અનેકપણું છે. એ કાંઈ નાશ થતું નથી. એ (સ્વરૂપઅસ્તિત્વ) અનેકપણું પ્રકાશમાન રહે છે આહા.. હા... હા..! હવે અહીં દ્રવ્યની સત્તા દ્રવ્ય જુદી છે એનું (એ મતનું) ખંડન કરે છે શું કીધું?” કોઈ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી.” (અર્થાત્ ) એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થતી નથી. દ્રવ્યથી ઉત્પત્તિ થાય પણ પર્યાયની થાય. વળી ઉત્પત્તિ થાય દ્રવ્યથી પણ પર્યાયની થાય (એક) દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થાય એમ નથી. આહા... હા... હા!” અને દ્રવ્યથી અસ્તિત્વ કોઈ જુદો પદાર્થ નથી.” વસ્તુથી એની સત્તા જે છે એ વસ્તુથી જુદી નથી. આહા...! સમજાણું કાંઈ?” એમ નક્કી કરે છે
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्रवादा। सिद्धं तथ आगमदो णेच्छदि जो सो हि परसमओ ।।९८ ।।
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને “સત્' - તત્ત્વત; - શ્રીજિનો કહે; એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
એ દ્રવ્યો સત્ જ છે એ માને નહિ તે મિથ્યાષ્ટિ છે. એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ માને એ પણ મિથ્યાદષ્ટિ છે. અને એક દ્રવ્યની સત્તા (એ દ્રવ્યથી) ભિન્ન છે એમ માને એ પણ મિથ્યાષ્ટિ છે સમજાય છે. કાંઈ.? (શ્રોતા ) (ઈશ્વરે બધાને પેદા કર્યા એમ કહે છે ને...! (ઉત્તર;) કોણ કરે ? કહેશે. હા, દ્રવ્ય પોતે પર્યાયની ઉત્પત્તિ કરે, પોતાની પર્યાયની ઉત્પત્તિ કરે પણ એ દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયની કંઈ ઉત્પત્તિ કરે એમ નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યની ઉત્પત્તિ તો કરે નહીં પણ બીજા દ્રવ્યની પર્યાયની ય ઉત્પત્તિ કરે નહીં આહા.... હા.... હા ! આવું છે.
(અહીંયાં કહે છે કે;) ટીકાઃ- “ખરેખર દ્રવ્યો ” દ્રવ્યો એટલે વસ્તુથી “દ્રવ્યાંતરોની” અનેરા દ્રવ્યોની ઉત્પત્તિ થતી નથી. શું કહ્યું? ખરેખર જે વસ્તુ છે તેનાથી અનેરી વસ્તુની ઉત્પત્તિ થતી નથી આહા.... હા. ઈશ્વર કર્તા તો નથી પણ આ દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા નથી. આહા.... હા..! “એકતાપણું તો ત્યાં સુધી સિદ્ધ કર્યું છે એ દ્રવ્ય પર્યાયનું એકતા ત્યાં સુધી “એકતાપણું” સિદ્ધ કર્યું છે પરની પર્યાયનું કર્તા નહીં પણ દ્રવ્ય પોતે, પોતાની પર્યાયનું કર્તા નહીં પર્યાય પર્યાયથી થાય અને પર્યાય પર્યાયની કર્તા છે એમ છે. આહા.... હા... આવું સ્વરૂપ છે. ભગવાન આત્મા પરમાત્મસ્વરૂપે બિરાજમાન છે. જિન-સ્વરૂપ, પરમાત્મસ્વરૂપ ! અખંડ અનંત શક્તિઓની અખંડતાનું પ્રતીક છે, પણ તે પ્રતીકમાં એના ગુણો એ દ્રવ્યથી જુદાં છે (જેમ) સત્તા જુદી છે એ દ્રવ્યની એમ નથી એની (દ્રવ્યની) પર્યાય દ્રવ્યથી જુદી છે એમેય અહીંયાં નથી કહેવું અહીંયાં નથી કહેવું. અહીંયાં ફકત પરથી ભિન્ન પાડવું છે...ને! બીજે ઠેકાણે (દ્રવ્યથી પર્યાય જુદી કહી છે) “જ્યાં જ્યાં જે જે યોગ્ય તહાં સમજવું તેડુ બીજે ઠેકાણે – ગાથા ૩ર૦ (“સમયસાર) માં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com