________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૪૯ મોક્ષની પર્યાય ને અને નિર્જરાની પર્યાયને પણ દ્રવ્ય કરતું નથી (એમ કહેવું છે) આહા. હા... (શ્રોતા) એ બે (દ્રવ્ય – પર્યાય) વચ્ચેની ભિન્નત્તા...(ઉત્તર) એ બે વચ્ચેની વાત છે અહીંયા તો બીજા દ્રવ્યોથી ભિન્નતાની (વાત) છે. આહા....! આ (આત્મ) તત્ત્વ શરીરને – તત્ત્વને ઊપજાવે કે શરીરની પર્યાયને ઉપજાવે એમ નથી. આહા.. હા બહુ.! ઝીણું બહુ.!
(કહે છે કે:) “ખરેખર દ્રવ્યોથી દ્રવ્યાંતરોની”. એટલે કે અનેરા દ્રવ્યોની “ઉત્પત્તિ થતી નથી.” (કહે છે) બાપથી દીકરો થતો નથી.' (શ્રોતા ) બાપ વિના થઈ જાય.?! (ઉત્તર) આ બાપથી દીકરો થ્યો, આને બાપથી દીકરો ચ્યો.? (શ્રોતા ) એ તો અવસ્થા બદલી.! (ઉત્તર) આહા.... હા..! આણે આટલા પૈસા પેદા કર્યા ને... આણે આટલા મકાન બનાવ્યા ને.. એમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતા....? (શ્રોતા:) એક પત્રિકામાં આવ્યું છે કે ગુરુદેવે આટલા મંદિર બંધાવ્યા ને.. આટલા પુસ્તક બનાવ્યા.... ને (ઉત્તર) એ લખે, લખે. એ કર્યું ને તે કર્યું પણ કોણ કરે? એ બધું. અહીં તો જંગલ હતું. તમે આવ્યા તેથી (આ બધુ) તમારાથી થયું છે. (પણ) એમ નથી. (શ્રોતા:) ભક્તિમાં તો આપે ગવરાવ્યું હતું કે આમ થાય.? (ઉત્તર) એ તો નિમિત્તની વાતું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ખેંચી લાવે બીજે ક્ષેત્રેથી, એમેય નથી. આહા... હા.. હા! એક દ્રવ્ય બીજા દ્રવ્યને નવું બનાવે એમેય નથી અને તે દ્રવ્યની પર્યાય બનાવે એમેય નથી. તેમ એ દ્રવ્ય બીજાં દ્રવ્યો, બીજા ક્ષેત્રે હોય ત્યાંથી ખેંચીને (તેને) આમ લાવે, એમ પણ નથી. આહા... હા... હા !
(અહીંયાં કહે છે કે , કારણ કે સર્વ દ્રવ્યો સ્વભાવસિદ્ધ છે.” પોતાના સ્વ.... ભાવ. સ્વ, ભાવ..દરેક પદાર્થને પોતાનો સ્વભાવ (છે). પરમાણુ, આત્મા, કાલાણુ, (આદિ) પોતાના સ્વભાવથી તે સિદ્ધ છે. કંઈ પરને લઈને સિદ્ધ નથી. આહા....! “આહા..(તેમનું) સ્વભાવસિદ્ધપણું તો”, “તેમના અનાદિનિધનપણાને લીધે છે.” આહા.. હા.! દરેક દ્રવ્યનું સ્વભાવનું સિદ્ધપણું અનાદિ- અનંતને લઈને છે. દીકરામાં બાપનો અણસાર આવે છે. તો બાપથી એ દીકરો થ્યો... એમનો? અને અણસાર આવે એના જેવો! (શ્રોતા:) દીકરો અને બાપ તો આવ્યા ક્યાંથી, આપ તો એમ જ કહો છો ! (ઉત્તર:) કોઈ કોઈના દ્રવ્યથી કોઈ કોઈની દ્રવ્યપર્યાય ઉત્પન્ન થાય, એમ નથી. એ તો સમજાવવું હોય ત્યારે, વ્યવહારથી સમજાવાય (ક) પિતાજીનો અણસાર દીકરામાં આવે..! આહા! વીતરાગભગવાન, ત્રિલોકનાથ પરમાત્મા, એનો અણસાર મુનિપણામાં આવે. એમ આવ્યું છે ને...! અહીંયાં વાત એ સિદ્ધ કરવી છે. આહા... હા.! પિતાજીનો અણસાર જે શરીર આદિ, આકારમાં અમુક, એ પુત્રમાં તે દેખાય (છતાં) છે સ્વતંત્ર, પણ દેખાય (પુત્રના અણસારમાં) એમ ત્રિલોકનાથ, વીતરાગ પ્રભુ! સર્વજ્ઞ પરમેશ્વર..!
વીતરાગની દિવ્યપર્યાયમાં, એ ગુણપણામાં એ વીતરાગ સત્યસાધુ (મુનિરાજને) અણસાર દેખાય વીતરાગતાનો એમને છે. એનાથી (મુનિરાજથી) આની શરીરની પર્યાય શરીરથી. પણ આજીવન વીતરાગનો ભાવ. પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકનાથ એનો અણસાર મુનિની દશામાં દેખાય છે. આહા... હા.... હા..! શાંત. શાંત.. શાંત... શાંત....! વીતરાગ, વીતરાગ, વીતરાગ.. વીતરાગ !! રાગની જ્યાં પ્રેરણાં ને વિકલ્પને જ્યાં સ્થાન નથી. એવા મુનિપણાનું - વીતરાગી સ્વભાવનો નમૂનો (ત્યાં) દેખાય છે. આ મુનિ! જેની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com