________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૮
પ્રવચનસાર પ્રવચનો ૧૫૧ કોઈ નહીં રહે. આહા.... હા....! એકલો છોડીને ચાલ્યો જાય છે. એકલો છે ઈ એકલો રહેશે....! આહા.. હા....! ખરેખર તો શુભાશુભ ભાવ જે કર્યા હશે એના પરમાણું બંધાણા હશે, એ પરમાણુ પણ પોતાના કારણે આત્મા સાથે આવશે, આત્માના કારણે નહીં. આહા. હા.. હા.... હા.! શું કહ્યું ઈ ! શુંભ-અશુભ ભાવ થયા, એના પરમાણુ બંધાણા, પરમાણુ પરમાણુથી બંધાય છે. એ પરમાણુ (આત્મા સાથે જાય છે) આવે છે ને...! (પદ્મનંદી (પંચવિશતી)' માં આવે છે. એ કર્મ પોતાથી જાય છે. (આત્માની સાથે) સાથે આવે છે, તે આત્માથી નહીં. આત્માને લઈને કર્મ હારે આવે છે કે એમ નહીં. દ્રવ્ય ભિન્ન છે ને....! બીજા દ્રવ્યને લઈને બીજું દ્રવ્ય ન્યાં ખેંચાઈને આવે, એમ નથી, આહા... હા. હા.... ભાઈ...! થોડા શબ્દોમાં ઘણું ગૂઢ ભર્યું છે, ઘણું ભર્યું છે...!!
(કહે છે કે, “તેમના અનાદિનિધનપણાને લીધે છે; કારણ કે અનાદિનિધન સાધનાંતરની અપેક્ષા રાખતું નથી.” જે અનાદિ – અનંત છે. નિધન એટલે અનંત (એટલે ) આદિ ને અંત વિનાનું છે. સાધનાંતર (એટલે) બીજા સાધનની અપેક્ષા રાખતું નથી. ભગવાન આત્મા, પૂરણ ગુણનું ધામ, એના કાર્યમાં –સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર- કાર્યમાં કોઈ સાધનાતરની એને જરૂર નથી. જેમ દ્રવ્ય – ગુણને સાધનાતરની જરૂર નથી, તેમ આવી પર્યાયને પણ અનેરા-સાધનાંતરની જરૂર નથી. આહા... હા! “ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને.” (એટલે કે ) દ્રવ્ય – વસ્તુ એની શક્તિઓ અને અવસ્થા સહિત એવા પોતાના સ્વભાવને જ –સ્વભાવ કીધો ! જોયું? ગુણ અને પર્યાયને (પોતાનો ) સ્વભાવ કીધો. આમાં તો વિકારીપર્યાયને પણ સ્વભાવ કીધો. સમજાણું કાંઈ આમાં...? આત્મામાં ગુણ ત્રિકાળ ને પર્યાય વર્તમાન (છે) એ પર્યાય વિકૃત હો કે અવિકૃત હો, એ પોતે એનો સ્વભાવ છે. આહા... હા.હા! કોઈ કહે છે ને.! વિકાર નિશ્ચયથી થાય તો એનો સ્વભાવ થઈ જાય! પણ પ્રભુ સાંભળને...! એ પર્યાય પણ એનો સ્વભાવ છે. આહા.... હા..! આવું બેસવું કઠણ...! છે? (પાઠમાં) “ગુણપર્યાયાત્મક એવા પોતાના સ્વભાવને જ – કે જે મૂળસાધન છે તેને.” જોયું.? આહા....!
ઓલામાં (ગાથા. ૯૬ ટીકામાં) ઈ જ છે. ગુણ પર્યાયને ઉત્પાદ-વ્યય ને ધ્રુવ મૂળસાધન છે. દ્રવ્યને સિદ્ધ કરવાને. આહા.... હા... એમ અહીંયાં કહે છે કે પોતાનો જે સ્વભાવ છે ગુણ પર્યાય સ્વરૂપ “કે જે મૂળસાધન છે તેને ધારણ કરીને સ્વયમેવ સિદ્ધ થયેલું વર્તે છે.” આહા...! આવો ઉપદેશ! હવે આમાં કરવું શું પણ? એમ કહે છે ને! કરવું શું? પણ કરી શકતો નથી. તારી પર્યાય પણ તારાથી થાય છે (તો) ખરેખર તો નિશ્ચયથી તો એનો ય કર્તા નથી. પર્યાય થાય છે તે અનેરાથી થતી નથી માટે (જ) તારાથી થાય છે એમ કહેવામાં આવે છે. આહા.... હા.... હા..! આવી વાત છે. ઓહોહો..! શું વીતરાગ મારગ...! અરે પરમાત્મા શ્રદ્ધવા બાપુ..'! ત્રણલોકના નાથ ! તીર્થંકર પ્રભુ! એના ગુણો અને એની પર્યાય હોય અનંતી એવું એક દ્રવ્ય છે જગતમાં, એવા અનંતા સિદ્ધો છે એવા લાખો કેવળીઓ છે. બાપુ, એની શ્રદ્ધા (આવવી અપૂર્વ છે) એમ ને એમ માનવું એ જુદી વાત છે. આહા...હા.! આ અનંતા સિદ્ધો તો તારા દ્રવ્ય-ગુણ-પર્યાયથી ગુણપર્યાયથી કેવળ બિરાજે છે. એ એનું અસ્તિત્વ છે. એની પર્યાયને બીજા સાધનાંતરની જરૂર નથી. આહા.. હા.... હા....! (કહે છે) એવા ભગવાન સર્વજ્ઞ બિરાજે છે, કેવળી બિરાજે છે, સિદ્ધ બિરાજે છે, એવો તારો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com