________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૭
પ્રવચનસાર પ્રવચનો ૧૪૭ ૧૧મી ગાથામાં અભૂતાર્થ કીધી. પર્યાય ને જૂઠી કીધી એ પર્યાય છે. દરેક દ્રવ્યની પ્રગટપર્યાય છે. અને એ જેમ દ્રવ્ય છે તેમ પર્યાય પણ છે. (શ્રોતા ) પર્યાય ન હોય તો જાણે કોણ? (ઉત્તર) પર્યાય પોતે જ જાણનાર છે. કાર્ય તો પર્યાયમાં થાય છે. દ્રવ્યમાં થાતું હશે? (જાણવાનું કાર્ય ?) અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. નિત્ય, નિત્યનો નિર્ણય કરતું નથી પણ ત્યાં (૧૧મી ગાથામાં) નથી એમ કીધું ગૌણ કરીને કીધું છે. પર્યાયનો અભાવ કરીને એમ નહીં. બધું છે કે છે છે છે એકપણું કહ્યું તેમાં અનેકપણું ગૌણ રહે છે તેમાં બધાનો અભાવ થઈ જાય છે એમ નથી આહા.... હા.... હા.! આવું છે! આ એકપણ મુખ્ય કહ્યું ત્યારે અનેકપણું ગૌણ થાય છે. “વળી આ પ્રમાણે જયારે સામાન્ય સભ્યણાંને મુખ્યપણે લક્ષમાં લેતાં” છે... છે.... છે. છે... છે. છે.. છેબધાં દ્રવ્યો છે એમ લક્ષમાં લેતાં “સર્વ દ્રવ્યોનાં એકત્વની મુખ્યતા થવાથી અનેકત્વ ગૌણ થઈ જાય છે.” જેમ વૃક્ષમાં અનેકપણું ગૌણ થઈ જાય છે એમ દ્રવ્યોમાં પણ અનેકપણું ગૌણ થઈ જાય છે. વૃક્ષનો દાખલો આપ્યો છે. ત્યારે પણ તે (સમસ્ત દ્રવ્યોનું સ્વરૂપ-અસ્તિત્વ સંબંધી) અનેકત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે” બધા છે છે છે એમ સાદૃશ્ય (અસ્તિત્વ) લક્ષણ બતાવ્યું છતાં તેમાં એક-એકનું (સ્વરૂપ-અસ્તિત્વ) પણાંનું અસ્તિત્વ સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે, તેનું ભિન્નપણું (એટલે) તેનો પર્યાય સ્પષ્ટ પ્રકાશમાન રહે છે આહા.હા.હા..! હવે આવું સાંભળ્યું ય ન હોય! “છે' એ દ્રવ્ય એક કહેવાય, પણ એક – એક દ્રવ્યનું ભિન્ન સ્વરૂપ છે એનું પ્રકાશમાનપણું જતું (રહેતું) નથી. છે છે છે એવું સદશ-અસ્તિત્વ બતાવ્યું તેમાં જે (સ્વરૂપ-અસ્તિત્વથી) દરેક દ્રવ્યો ભિન્ન છે તેની જાત ભિન્ન છે તેનો નાશ થતો નથી. એ તો ગૌણપણે રહે છે. ભાષા આકરી છે આજની “અનેકત્વસ્પષ્ટપણે પ્રકાશમાન જ રહે છે”
“આ પ્રમાણે સાદૃશ્ય-અસ્તિત્વનું નિરૂપણ થયું” (ગાથા) ૯૭ માં. છે શું છે એ અપેક્ષાએ સદશપણાનું નિરૂપણ થયું. આહા... હા! આચાર્યોએ આટલી ટીકા કરી.. ને! એક એક વાક્યની ટીકા કરી તે શું છે! અતીન્દ્રિય આનંદ – સ્વરૂપ ભગવાન છે. એના અનુભવમાં-બહાર છે પણ એ વખતે વિકલ્પ આવ્યો છે, દુ:ખરૂપ એ વાત ઉપર લક્ષ નથી. લક્ષ તો દ્રવ્ય ઉપર છે. છતાં આ જાતનો એ સમયનો જે વિકલ્પ છે, એ સમયની પર્યાય છે એ બધી જાણવામાં આવી કે છે બધું સમજાય છે કાંઈ ?
હવે ૯૮ ગાથા (“પ્રવચનસાર') હવે દ્રવ્યોથી દ્રવ્યાંતરની ઉત્પત્તિ લેવાનું” એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ થાય” અને “દ્રવ્યથી સત્તાનું અર્થાન્તરપણું” અને તે તે દ્રવ્યની સત્તા તેનાથી જુદી છે (એટલે (અર્થાન્તરપણું) “હોવાનું ખંડન કરે છે” શું કીધું? બે વાત કરી; કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ઉત્પત્તિ એનું ખંડન કરે છે અને દ્રવ્યથી સત્તા ભિન્ન છે એમનું પણ ખંડન કરે છે. દ્રવ્ય છે તેની સત્તા તેના ભેળી છે. સત્તા ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન એમ છે નહીં આહા... હા..!
આ બધા – બાઈઓ (ને) નવરાશ ન મળે! ઘરે રાધે - રાંધે એમાંથી નવરા થાય ને સાંભળવા જાય તો (ત્યાં સાંભળવા મળે કે) સામાયિક કરો, અને પોષા કરો (ધર્મ થશે) તત્ત્વ શું છે...? આહા...! તત્ત્વના અસ્તિત્વની મર્યાદા શું છે? (કંઈ ભાન નહીં) આહા... હા... એક સમયની પર્યાયની મર્યાદા એક સમય પૂરતી (છે) ગુણની મર્યાદા ત્રિકાળ (છે) અને દ્રવ્યની મર્યાદા (પણ) ત્રિકાળ (છે) છતાં છે તે છે કે છે ની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com