________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૮૧ કે “મા દળો, મા દળો' એમ કહે. અરે ! સાંભળને અને ઓલામાં (પત્ર-પત્રિકાઓમાં) નાખે છે કે: વીર કહે છે કે “જીવો અને જીવવા ઘો” અહા! એમાં નાખે છે, બહુ નાખે છે. પણ જીવવું કોને કહેવું બાપા! ( એની તો એને ખબર નથી). આહા.... હા ! એ (વાત) અંગ્રેજીમાં આવે છે (એટલે) અહીંયાં નાખ્યું “જીવો અને જીવવા ધો” અરે, જીવતર તો પ્રભુ આનંદનું જીવતર એ જીવતર છે. એ
ચેતનાવિલાસ” (પ્રગટ થવી) એ તારું જીવતર છે. આહા... હા.. હા.હા (૪૭ શક્તિમાં) જીવતર શક્તિ પહેલી આવી ને...! અનંત જ્ઞાન-દર્શન- આનંદ-સત્તા-સુખ- વીર્ય (આદિ અનંત શક્તિઓનો પિંડ છે) એનું જે પરિણમન થવું – નિર્વિકલ્પ વીતરાગ દશા (પ્રગટ થવી) એ અવિચલિત ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહાર (છે), ધંધો-ધાપો ને વ્રત પાળવાં ને એ વ્યવહારની અહીંયાં વાત નથી, એ આત્માનો વ્યવહાર નથી, જડનો વ્યવહાર છે.
(કહે છે કેઃ) એવા “આત્મવ્યવહારને અંગીકાર કરીને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે” આહા... હા! પરમાત્મા કહે છે “પ્રવચનસાર” માં. એ સંતો આડતીયા થઈને જગત સમક્ષ જાહેર કરે છે. જે અંદર “ક્રિયાકલાપ” – આ કર્યું ને ભક્તિ કરી ને વ્રત પાળ્યાં ને ઉપવાસ કર્યા ને વરસીતપ કર્યું ને ફલાણું કર્યું ને ઢીકણું કર્યું, મહિનાના ઉપવાસ કર્યા ને એ બધા ( વિકલ્પો) રાગ ને ક્રિયાકલાપ-રાગ છે બાપા! એ આત્માની વસ્તુ નહીં. એ ક્રિયાકલાપને – સમસ્ત ક્રિયાકલાપ એમ એક પણ શુભનો રાગ (વિકલ્પ ) તે ક્રિયાકલાપ છે. “સમસ્ત ક્રિયાકલાપને ” એટલે રાગના સમૂહની ક્રિયાની “ભેટવામાં આવે છે એવા મનુષ્ય વ્યવહારનો” એ તો (શુભરાગ-ક્રિયાકાંડ) મનુષ્યનો વ્યવહાર છે. સંસારીનો વ્યવહાર છે. આહા.... હા ! રખડતા જીવના ભ્રમણમાં કારણ પરિભ્રમણનો, એ વ્યવહાર છે. અરે... રે! (શ્રોતા:) ક્રિયાકલાપમાં (એ શુભ ક્રિયામાં) આત્માનો વિચાર આવે કે નહીં? (ઉત્તર) વિચાર એ (જે) ક્રિયા કલા૫ છે. ગુણ – ગુણીના ભેદનો વિચાર ઊઠે એ ક્રિયાકલાપ છે. ઝીણી વાત છે. (શ્રોતા:) એ આંગણું કહ્યું છે ને! (ઉત્તર) એ તો આમાં આવી ગયું ને બાપા! (બીજા શ્રોતાઓ) અંદર જાય એને. આહા..કળશ ટીકામાં (સ્પષ્ટીકરણ છે ને) અરે, શું થાય ભાઈ ! એમાં “સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે.” વિકલ્પ માત્ર ઊઠે - ભગવાનની ભક્તિનો, વ્રતનો, તપનો – એ વિકલ્પ છે, એ રાગ છે, એ ક્રિયાનો સમૂહ છે – રાગનો સમૂહ (છે) એને ભેટવામાં આવે છે “એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા થકા.”
(કહે છે) ધર્મી જીવ તેનો આશ્રય નહીં કરતા. ધર્મી (એટલે) જનમ-મરણના અંત લાવનારો ધર્મી, સમ્યગ્દષ્ટિ, ધર્મની પહેલી સીડીવાળો એને કહીએ કે જે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! (આત્મા) એનો આશ્રય લઈને જે શાંતિ ને આનંદ પ્રગટ થયો, એ રાગની ક્રિયાને (ક્રિયાકલાપને) ભેટતો નથી. એ મારાં છે ને મારે કરવા લાયક છે એમ કરતો નથી. આહા..! આવી વાત છે. (શ્રોતા:) આવી વાતો રોજ સંભળાવવા જેવી છે..! (ઉત્તર) અંદર ભગવાન છે (સૌ) બાપુ ભગવાન! ભગવાન થાય છે તો (એ ભગવાનપણું) આવશે ક્યાંથી? અરિહંત પરમાત્માને અનંત દર્શન – અનંત જ્ઞાન – અનંત આનંદ-અનંત વીર્ય પ્રગટયું તે ક્યાંથી આવ્યું? એ અંતરમાં પડયું (ધુન) છે પ્રભુ! અનંત જ્ઞાન-દર્શન (આદિ) શક્તિ રૂપ સ્વભાવ, ભગવાન છો! આહા... હા. હા! એનો આશ્રય લઈને જેણે નિર્મળ સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્રનો અવિચલિત ચેતનાવિલાસ જેણે પ્રગટ કર્યો છે તે ક્રિયાકાંડના ભાવને ભેટતો નથી. એ ક્રિયાકાંડ દયા-દાન-વ્રત- ભક્તિના પરિણામના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com