________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો
વિકલ્પનને પોતાના માનતો નથી અને એને ભેટતો નથી. આવી વાતું (સ્વાનુભવની ) છે!
આ તો એક વિચાર આવ્યો હતો કે આ (સરકારી નોકરો) પંચાવન કે અઠાવન (વસે ) નોકરી છોડી ઘે છે. આ વાણિયા ધંધા કરે તે પંચાવન વરસે નવરા થાતા નથી. એ ભાઈ ! (શ્રોતાઃ) એ તો સ૨કા૨ (નોકરી) છોડાવે છે એટલે છોડી ધે છે. જો સરકાર એને ચાંદલા કરે તો એ એંસીએ ય ન છોડે! (ઉત્ત૨:) પંચાવન વરસની ઉંમર થાય એટલે વીસ વરસથી પાકી ગણે હવે છોડી ધો. આના ધંધા આડે બાપા પાંસઠ થાય તો ય છોડતો નથી માળો થાકતો જ નથી! દયા-દાનવ્રતના પરિણામ સાધુ નામ ધરાવીને કરે એ ક્રિયા મારી છે (એમ માન્યતા કરીને ) ભેટે મિથ્યાદષ્ટિ છે. અજ્ઞાની છે એ જૈન નથી. એને જૈનની ખબર નથી. આવી વાતું છે, બાપુ! આહા... હા... હા ! આ તો જંગલ છે. આમાં કોણ કોને ? ( કહી શકે?) વાડામાં હોઈએ તોઃ રહેવાય ઘે નહીં!! આહા.. હા ! અરે આવું ક્યાં ?
આહા... હા ! કહે છે “ જેમાં ક્રિયાકલાપને (ભેટવામાં આવે છે) દયા-દાન-વ્રત-તપ આદિ વિનય ૫રમાત્માનો, દેવ-ગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, એને માનવાનો (શ્રદ્ધાનો ) રાગ, એ બધો ક્રિયાકલાપ, રાગ છે. એને “ ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહા૨નો ” એ મનુષ્યવ્યવહાર છે. એ આત્મવ્યવહાર નહીં. “આશ્રય નહિ કરતા થકા ” એનો આશ્રય નહિં કરીને. બે વાત થઈ. (એક) આત્મવ્યવહા૨ને અંગીકાર કરીને (અને બીજું) મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા એમ અનેકાંત કર્યું. સામે પુસ્તક છે ને ભાઈ! સોનગઢનું પુસ્તક નથી. આ તો ભગવાનની વાણીનું (‘પ્રવચન સાર’) છે. સંતોએ જગતને જાહેર કર્યું છે. આહા... હા! જેને એ વ્યવહા૨ રત્નત્રયના વિકલ્પ જે છે એમાં જેને હોંશું આવે છે એ મિથ્યાદષ્ટિ છે. એને જૈનની ખબર નથી. ‘ જૈન ’ તો એને કહીએ કે જે જિનસ્વરૂપ ! ‘ઘટ ઘટ અંત૨ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન” એ જિનસ્વરૂપી પ્રભુની શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રની વીતરાગ દશા થવી તેને જૈન કહે છે. જિન. -જિન તો સ્વરૂપ છે. એનું. એની શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્ર, નિર્વિકલ્પ અનુભવ (ની પર્યાય પ્રગટ થઈ) એને જૈન કહેવામાં આવે છે. બાકી બધા અજૈન છે. (શ્રોતાઃ ) નામધારી જૈન છે...! (ઉત્તર:) નામ અને ગુણમાં ફેર (છે.) જરા દાખલો આપતાં એમાં... શું કહેવાય... એ કોથળી (માં) કરીયાતું. કરીયાતાની કોથળી ( હોય) ઉપ૨ નામ આપે (લખે) સાકર. એટલે ( કાંઈ કરીયાતું) સાકર થઈ જાય ? ( કદી ન થાય ). અમે જૈન છીએ, અમે સ્થાનકવાસી છીએ, અમે દેરાવાસી છીએ, અમે દિગંબર છીએ. એ તો બધા નામ છે (કોથળી ઉ૫૨ લખ્યું' તું એમ ) આહા... હા ! જૈનપણું તો આ (વીતરાગભાવ) છે. આહા... હા... હા!
-
,,
66
(અહીંયાં કહે છે કેઃ ) જેને મનુષ્ય (વ્યવહારનો) ક્રિયાકલાપનો વ્યવહા૨ છાતીએ ભેટે છે કે મારો છે. મેં કર્યું છે. મેં દયા પાળી, વ્રત કર્યાં, તપ કર્યું એ મિથ્યાદષ્ટિ છે. એને જૈનની ખબર નથી. એને જૈનપણું શું છે એની ખબર નથી. આહા... હા ! આને અહીંયાં અંગીકાર કરી ને મનુષ્યવ્યવહા૨નો આશ્રય નહિ કરતા થકા, રાગ-દ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે’ દયા-દાનના વિકલ્પો રોકાઈ ગયા-અટકી ગયા. ઉન્મેષ એટલે પ્રગટ થવું તે; પ્રાકટય; સ્ફુરણ. વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે ત્રિકાળ ! તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટ થઈ સમ્યગ્દર્શન ચારિત્ર (પ્રગટયું ) એને રાગ સ્ફુરણ થતો નથી. એને જે વ્યવહા૨-દયા-દાન-વ્રત ભક્તિના પરિણામ છે એ એના અનુભવમાં આવતા નથી. આહા.. હા! આવી ( અનુભવીની ) વાત! (લોકો બોલે છે ને) એ તો એકાંત કહેવાય. અનેકાંત એને કહીએ વ્યવહારથી
- જ્ઞાન
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
=
૮૨
-