________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૫
૯૭
પ્રવચનસાર પ્રવચનો ચેતનત્વ અહીંયાં સામાન્યમાં લીધું. કેમકે ઘણામાં છે ને...! ભલે ‘ચેતન' તો છ એ દ્રવ્યમાં નથી (બીજા પાંચ તો અચેતન છે) પણ ચેતનત્વ અનંતમાં છે માટે ‘ચેતનત્વ’ ને સામાન્યગુણમાં લીધો છે. નહીંતર ‘ચેતન ’ ( ગુણ ) તો વિશેષ ( ગુણ ) છે. પણ અનંત આત્મામાં ચેતનપણું છે એથી તેને સામાન્ય કહેવામાં આવે છે. ભાઈ (આ) વિષય જુદી જાતનો છે બાપુ! “અચેતનત્વ” આહા...! જડનું અચેતનત્વ. (આ ગુણ ) પણ સામાન્ય છે. કર્તૃત્વ ” આ સામાન્યગુણ છે. આત્મામાં કર્તૃત્વ છે, બીજામાં ય કતૃત્વ છે, “અકર્તૃત્વ ” પરનું ન કરી શકે ( કોઈ દ્રવ્ય) એવું અકર્તૃત્વપણું સામાન્ય
66
દ
66
,
છે. “ભોકતૃત્વ ” પોતાની દશાને ભોગવે એવો ભોકતૃત્વ નામનો ગુણ દરેક દ્રવ્યમાં છે. આહા... હા... હા! જડની જડ પર્યાય ભોગવે. ઓલામાં (‘સમયસાર' માં) તો એમ આવે કે બેય જણા કરે તો જડને ભોગવવું પડે એવું આવે, ‘સમયસાર' માં આવે છે ને...! કે વિકા૨ પરિણામ જીવ કરે ને જડ કરે (બેય કરે ) તો બેયને ભોગવવું પડે. અહીંયાં બીજી અપેક્ષા છે એની જે પર્યાય છે એને ભોગવે છે ને...! ( શ્રોતાઃ ) સુખ-દુઃખને ભોગવે છે. (ઉત્ત૨:) સુખ દુઃખ ભોગવે એ તો ચેતનની (પર્યાયની ) વાત છે. પણ જડમાં (જડ) એની પર્યાયને ભોગવે છે, પર્યાય એની છે તે એટલે ભોગવે એમ કીધું છે જડ એને ભોગવે છે. માટે ભોકતૃત્વગુણ સામાન્ય (ગુણ ) છે. “ અભોકતૃત્વ ”. એ પણ સામાન્ય ગુણ છે. ૫૨ને ભોગવતો નથી. પોતાને ભોગવે છે એ ભોકતૃત્વ ગુણ પણ બધામાં છે, અને પરને ભોગવતો નથી એવો ‘અભોકતૃત્વ’ ગુણ બધામાં છે. આહા... હા! આ આત્મા શરીરને ભોગવતો નથી. આત્મા સ્ત્રીના શરીરને ભોગવતો નથી. આહા.. હા! (એ શરીર) તો જડ છે, માટી, ધૂળ છે, એનામાં અભોકતૃત્વ ગુણ છે એ આત્માને ભોગવી શકતું નથી. અને આત્મા એનું કરી શકતો નથી. શરીરને આત્મા ભોગવી શકતો નથી. આહા... હા! છે? અભોકતૃત્વ પરને ભોગવી શકતો નથી. દરેક દ્રવ્ય પ૨ને ભોગવી શકતું નથી. આહા... હા... હા! પોતાની પર્યાયને ભોગવે એવો ભોકતૃત્વગુણ બધામાં છે. અને બીજાને ન ભોગવે એવો સામાન્ય (ગુણ ) અભોકતૃત્વ દરેકમાં છે, આત્મા આહાર - પાણી કરી શકતો નથી. (શ્રોતાઃ) લાડવા તો ખાય છે..! (ઉત્ત૨:) એ અભોકતૃત્વ ગુણ (એનામાં ) છે. લાડવા, દાળ- ભાત કે સ્ત્રીનું શરીર આત્મા એ ભોગવતો નથી. (આત્મા) ભોગવે છે તો રાગદ્વેષને ભોગવે છે. કાં આનંદને ભોગવે. ધમ પામેલો હોય તો અતીન્દ્રિય આનંદને ભોગવે. (ધરમ ) ન પામ્યો હોય તો રાગ દ્વેષને ભોગવે. પણ પ૨ને તો ભોગવી શકે નહીં. આહા... હા... હા ! ભારે આકરું ભાઈ! દાળ ભાતને શાકને ( આત્મા) ભોગવી શકતો નથી. એ લૂગડાંને અડી શકતો નથી. લૂગડાંને આત્મા ભોગવી શકતો નથી. બાપુ! એ વસ્તુ છે! એ આત્માને ભોગવી શકે નહીં, આત્મા એને ભોગવી શકે નહીં. એવો સામાન્ય ગુણ દરેક દ્રવ્યમાં આ ‘અભોકતૃત્વ’ છે. આજનો વિષય જરી' ક ઝીણો છે. ધીમેથી ધીરેથી બાપુ! (ગળે ઉતારવું) આ તો અનંતકાળ ચાલ્યો ગયો તત્ત્વની દૃષ્ટિ વિના, વાસ્તવિક તત્ત્વની શું સ્થિતિ છે! એને પ૨ની અપેક્ષા કર્તા- ભોકતામાં છે નહીં. આહા... હા! પરમાણુને પણ આત્મા ભોગવે, એમ નથી. (પણ) ૫૨માણુને ન ભોગે એવો એનામાં ગુણ છે. આહા... હા.. હા! એક પરમાણુ બીજા પરમાણુને કરી શકે નહીં. એમ બીજાને ભોગવી શકે નહી. બહુ લાંબી વાત લીધી છે. આહા... હા ! ૯૫ ગાથા ઝીણી છે. શાસ્ત્ર ને સિદ્ધાંત, ૫રમાત્માએ કહેલાં તત્ત્વોને સમજવાં અને એની સ્વતંત્રતાની પ્રસિદ્ધિ થવી એ બહુ અલૌકિક વાત છે!
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
.