________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૪ એના પરમાણુ છે. લખનારો (માને કે) હું હાથે અક્ષર લખું છું ને (અક્ષરનો ) કર્તા છું, મિથ્યાત્વભાવ છે. આહા.. હા ! છે... ? “ સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ - સિદ્ધિ - થાય છે. સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોય; તેવી રીતે ” દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે.” વસ્તુથી જુદા ગુણો ( અને ) પર્યાયો જોવામાં આવતા નથી. તેના ગુણો કાયમ રહેનારા અને વર્તમાન પર્યાય, તેનો આધાર ને કર્તા તો દ્રવ્ય છે. આહા... હા... હા! અહીંયાં તો કહે છે કે પરની દયા હું પાળી શકું છું એ વાત (માન્યતા ) મિથ્યાત્વ છે. કેમકે ૫૨ની પર્યાય છે ને ૫૨નો ગુણ છે એ તો (એના ) દ્રવ્યને કારણે છે. એ (જીવ) બચ્યો છે એ પર્યાય, એના દ્રવ્યને કારણે છે. આ કહે કે મેં એને બચાવ્યો. એવી જે પરની પર્યાય મેં કરી, એ માન્યતા તદ્દન મિથ્યાદષ્ટિની છે!! અહા... હા.. હા.. હા ! આવું છે.
પાંચ, પચાસ હજાર રૂપિયા દાનમાં દીધા. તો કહે છે કે નોટ જે છે ૫૨માણુ એમાં, એને લઈ પર્યાય આમ (નોટ ) ગઈ છે. એ પર્યાયનો જવાનો આમ આધાર એના ૫૨માણુ છે. બીજો માણસ કહે કે મેં આ પૈસા આપ્યા. એ તદ્દન ભ્રમને અજ્ઞાન છે. કો' આવું છે! કા૨ણ કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધા૨ણ કરતું હોવાથી ” જવસ્તુ દ્રવ્ય ન હોય તો તેના ગુણ, પર્યાયો ન હોય, દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ગુણો અને પર્યાયો ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. આહા... હા.. હા!
.
(હવે કહે છે કેઃ ) “ અથવા, જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે પીળાશ આદિ ગુણોથી અને કુંડળાદિ પર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા - કરણ- અધિક૨ણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને ” . આહા... હા... હા! ( શ્રોતાઃ ) વળી ગુણ, પર્યાયથી સુવર્ણ કીધું ને..! (ઉત્તરઃ ) હૈં! ગુણ, પર્યાયથી (જ) સુવર્ણ છે. ગુણ, પર્યાય ખરેખર સુવર્ણના કર્તા છે. આહા...! ઝીણી વાત છે. દ્રવ્ય પોતાના ગુણ, પર્યાયનો કર્તા- કરણ ને સાધન (છે) એમ ગુણ, પર્યાય દ્રવ્યના કર્તા-કરણ અને અધિકરણ છે. અરેરે! આવી વાત ક્યાં ? ‘ ભેદજ્ઞાન ’ ની વાત છે આ તો પ્રભુ! પ્રત્યેક પદાર્થ અપની પર્યાયસે પરિણમતે હૈ. એ પર્યાયનો આધાર, તેનું ‘દ્રવ્ય ’ છે. એ પર્યાય, બીજું દ્રવ્ય કરે, ત્રણ કાળમાં બનતું નથી. આહા... હા! આવું! વાત!! શું કહે છે? “જેમ દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી કે ભાવથી પીળાશ આદિગુણોથી અને કુંડળાદિપર્યાયોથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તા-કરણઅધિક૨ણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને ” એ પીળાશ આદિ ગુણ ને કુંડળ આદિ પર્યાયો, એ સુવર્ણના સ્વરૂપને ધારણ કરી આપે છે. આહા... હા... હા! છે? “પ્રવર્તતા પીળાશઆદિના ગુણો અને કુંડળાદિપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે ” (એટલે ) દ્રવ્ની. ગુણો અને પર્યાયો કર્તા, એનાથી દ્રવ્ય સિદ્ધિ થાય છે. છે? નીચે છે (ફૂટનોટમાં ) ‘તેમનાથી ’ ‘ પીળાશ ' આદિગુણો અને કુંડળાદિપીથી. ( સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં સિદ્ધ થવામાં નીપજવામાં મૂળ સાધન પીળાશ આદિ ગુણો અને કુંડળાદિપર્યાયો જ છે). આહા... હા !
( કહે છેઃ ) સુવર્ણ લ્યો એમ પાણી જળ લ્યો. પાણી આમ થાય છે. એ જળની અવસ્થા, અને જળના ૫૨માણુના ગુણો, એનાથી ૫રમાણુનું અસ્તિત્વ છે. અથવા એ પમાણુ અસ્તિત્વ એમના
પાણીનું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
–