________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૬ વર્ણ, રસ, ગંધ, સ્પર્શની પર્યાયનો કર્તા પરમાણુ (દ્રવ્ય) છે. અને એ ગુણ, પર્યાય કર્તા અને (પરમાણુ ) દ્રવ્ય તેનું કાર્ય છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
પહેલાં એમ કહ્યું હતું કે સોનાના ગુણ, પર્યાયના કર્તા-કરણ – અધિકરણ તે દ્રવ્ય (સોનું) છે. કર્તા સાધન ને આધાર. પછી એમ કહ્યું કેઃ પીળાશાદિ ગુણો અને કુંડળની પર્યાય, તે દ્રવ્યના કર્તાકરણ (અધિકરણ) આધાર છે. - એમ દરેક આત્માઓ ને પરમાણુઓ, તેના ગુણ ને પર્યાય તેના કર્તા-કરણ (છે) ને તેનાથી તેની સિદ્ધિ થાય છે. વળી એ દ્રવ્યની સિદ્ધિ પણ આ ગુણ, પર્યાયથી થાય છે. ગુણ, પર્યાયની સિદ્ધિથી દ્રવ્યની સિદ્ધિ અને દ્રવ્યની સિદ્ધિથી ગુણ-પર્યાયની સિદ્ધિ. આહા... હા! આવી વાત છે “શેય અધિકાર છે, આ સમ્યગ્દર્શનનો અધિકાર છે” પહેલો “જ્ઞાન અધિકાર” ૯૨ ગાથાએ પૂરો થયો. આ ૯૩ (ગાથાથી) ૨00 સુધી “શય અધિકાર છે. શેય ભગવાને જોયાં કેવળ જ્ઞાનમાં કે જેટલા -અનંત જ્ઞયો છે. (એટલે ) જ્ઞાનમાં જણાય એવી વસ્તુ, એ દરેક વસ્તુ અને શક્તિ એટલે ગુણ ને વર્તમાન અવસ્થા, એ ગુણ, પર્યાયથી વસ્તુ સિદ્ધ થાય છે. એટલે એના કર્તા-કરણ (અધિકરણ) ગુણ, પર્યાય છે, અને એ દ્રવ્ય, ગુણ, પર્યાયના કર્તા-કરણ-અધિકરણ છે. અરસ-પરસ છે. આહા... હાહા! છે કે નહીં એમાં? આવો મારગ છે ભાઈ
(કહે છે:) ભગવાને અનંત દ્રવ્ય જોયાં. અનંત આત્મા, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ. એ દરેક દ્રવ્યની વર્તમાન પર્યાય જે થાય, એ પર્યાયનો આધાર તેનો દ્રવ્ય છે. એ પર્યાય પર દ્રવ્યથી થાય, એ ત્રણ કાળમાં નથી. તેમ તે પર્યાય કર્તા-કરણ ને આધાર દ્રવ્યનો છે. દ્રવ્ય તો આધાર છે ગુણ, પર્યાયનો પણ ગુણ, પર્યાય કર્તા-કરણને આધાર દ્રવ્યનો છે. એનાથી દ્રવ્ય છે. આહા... હા! આમાં ક્યાં? ... અજાણ્યા માણસને તો એવું લાગે કે આવો મારગ! વીતરાગનો મારગ આવો હશે? (શ્રોતાઃ) આપ શું ક્યો છો એ જ પકડાય નહીં...! (ઉત્તર) પરમેશ્વર ત્રણલોકના નાથ જિનેશ્વરદેવ બિરાજે છે મહાવિદેહમાં સીમંધર પ્રભુ ! એમની આ વાણી છે. આહા... હા !
(કહે છે.) આ હોઠ હલે છે ને...! એ પર્યાય છે. એ પર્યાય (હોઠની) પરમાણુની પર્યાય છે. અને એ પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ (આદિ) ગુણો છે. તે ગુણને પર્યાયથી તે દ્રવ્ય સિદ્ધ થાય છે. એટલે કે ગુણને પર્યાય કર્તા, કરણને આધાર દ્રવ્યનાં અને એ પરમાણુ એ પર્યાયનો (એટલે) આ હોઠ હુલે છે એનો આધાર- કર્તાદ્રવ્ય (પરમાણુ ) છે આવી ગાંડા જેવી વાતું લાગે! આખો દી” આમ કરીએ છીએ હું! (શ્રોતા ) ગાંડાને ડાહ્યા કરવા માટે.! (ઉત્તર) આખો દી' આમ કરીએ છીએ, અમે બધું કરી શકીએ છીએ. ભાઈ તને ખબર નથી. તત્ત્વની સ્થિતિ, કેવી મર્યાદા છે એની તને ખબર નથી ને વિપરીત તારી માન્યતા એ તો મિથ્યાત્વ છે. સામાયિક જયારે એ કરવા બે, “નમો અરિહંતાણં નમો સિદ્ધાણં” એ બોલે? (એમાં) કહે છે કેઃ નમો અરિહંતાણની ભાષા જે થઈ, એ પર્યાય છે પરમાણુની ને એ પરમાણુના ગુણો છે, એ ગુણ ને પર્યાયનો કર્તા પરમાણુ છે. આત્મા નહીં.
નમો અરિહંતાણં” ભાષાનો કર્તા આત્મા નહીં. આહા..! સમજાય છે? તેમ અંદર વિકલ્પ ઊઠ્યો. નમો અરિહંતાણું એ વિકલ્પના કર્તા ને સાધન જીવદ્રવ્ય છે. એ વિકલ્પનો કર્તા કોઈ કર્મ છે અને હું બોલ્યો માટે તે વિકલ્પ ચ્યો છે, એમ નથી. આહા.. હા! ગાંડા જેવી વાતું છે! ભગવાનની ! દુનિયા ગાંડી – પાગલ (છે) એક દ્રવ્ય, બીજા દ્રવ્યને કરે (એવું માનનાર) મોટો પાગલ છે. કો”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com