________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૮ ફેર-ફેર વાંચીએ ઝીણું પડે તો.... રાત્રે કોઈ પ્રશ્ન કરતા નથી....! આહા... હા... હા!
ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો ન હોય તો દ્રવ્ય પણ ન હોય.” આહા... હા! પ્રગટ પર્યાય જો ન હોય, તો દ્રવ્ય જ ન હોય. આહા... હો...! “આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.”
ભાવાર્થ-” અસ્તિત્વને અને દ્રવ્યને પ્રદેશભેદ નથી.” અસ્તિત્વ નામ “છે.' એવા ભાવને અને દ્રવ્યને પ્રદેશભેદ નથી. તે અસ્તિત્વ અને દ્રવ્ય એકજ પ્રદેશ છે. “વળી તે અસ્તિત્વ અનાદિઅનંત છે” આવી ગ્યું છે ને પહેલા આવી ગ્યું છે ને...? (ટીકાની) શરૂઆતમાં છે. જુઓ, (બીજી લીટી) “નિરપેક્ષ હોવાને લીધે અનાદિ-અનંત હોવાથી” છે ને....! “તથા અહેતુક” અનાદિ-અનંત છે તેને હેતુ કોણ...? આહા.. હા. હા.. વળી એને ઉત્પાદ- વ્યય ને ધ્રૌવ્ય સાધન (હેતુ ) કહ્યું ! પણ એ તો “મૂળસાધન” પણે છે” આહા.. હા. હા! કેટલું લોજીક નાખ્યું છે. ન્યાયથી (કહ્યું છે પણ ) માણસો મધ્યસ્થ થઈને (સમજતા નથી કે) શાસ્ત્રનો આશય શું છે! એ કાઢે! સમજે નહી ને આડાઅવળા ગોટા કરીને અર્થ ઊભા કરે. આહા... હા...! એ સોનગઢનો સિદ્ધાંત એકાંત છે. એકાંતે, એકાંત છે એમ કહેવાનું જૈનધર્મમાં બહુ સહેલું થઈ ગયું! અરે ભગવાન બાપુ. તારુ એકાંત તું કહેવા જઈશ? નિર્મળ પર્યાય તે દ્રવ્યને પહોચે ! એ તો આપણે આવી ગયું ને...! નિર્મળ પર્યાય તેને – દ્રવ્યને પકડે છે. રાગ ત્યાં છે માટે તે સાધન નથી. એમ આવી ગયું છે પહેલાં આમાં. ભગવાન મહાપ્રભુ! એક સમયના પરમાત્મસ્વરૂપે જ પ્રભુ છે. પરમાત્મ સ્વભાવ એનો હીણો ઓછો અધિક છે નહિં. એનું સિદ્ધપણું–તેની સમ્યગ્દર્શનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં જે અનાદિ અનંત છે એમ (દ્રવ્ય) સિદ્ધ થાય છે. અહીંયાં તો અસ્તિત્વગુણની વાત કરી છે પણ આ તો આત્મા ઉપર (ઉતાર્યુ છે) “અહેતુક એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે જોયું? પરિણતિએ પરિણમતું હોવાને લીધે (એટલે પર્યાય) એમ પણ ધ્રુવદ્રવ્ય એમ નહીં” એક રૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે ” એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાથી – છે... છે... છે. છે.. છે.... છે. છે. એ રીતે જ સદાય પરિણમે છે, પર્યાયમાં પણ અંશરૂપે (છે) પણ એ દ્રવ્ય, ગુણ ને પર્યાય એક જ છે બધું આહા... હા.. હી. હા...! ભાઈ, અમારે ધરમ કરવો જોઈએ; આ વાતને શું? બાપુ, ધરમ કરવો હોય ત્યારે (તો સમજવું પડશે કે) ધરમ કરનાર કોણ? એ પર્યાય છે કે દ્રવ્ય ? અને કયા દ્રવ્યને આશ્રયે એ પર્યાય થાય? એની ખબર ય નહીં ને ધરમ થાય ક્યાંથી તને ? ( શ્રોતા:) ધરમ પોતે જ પર્યાય છે..! (ઉત્તર) પર્યાય (સમ્યગ્દર્શન – જ્ઞાન-ચારિત્રરૂપે) પરિણમે છે એ ધરમ છે, પણ એ પરિણમે છે એ સમ્યગ્દર્શન (પર્યાય) દ્રવ્યને સિદ્ધ કરે છે, કે આ અંશ છે એ આખા દ્રવ્યનો છે. આહા... હા... હા... હા !! “એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે વિભાવધર્મથી પણ ભિન્ન પ્રકારનું છે.” અસ્તિત્વગુણ છે એમાં વિભાવ શો? “છે” એમાં વિભાવ શું..? વિભાવ બે પ્રકારનો “છે” એમાંથી નથી' એમ થાય તો વિભાવ થાય. પણ “નથી' એમ થાય ક્યાંથી એમાં? આહા... હા.. હા... અસ્તિત્વગુણ પણ વિભાવધર્મથી ભિન્ન પ્રકારનો ” છે. “આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ જ છે.” આહી. હા.. હા..! “ગુણ-પર્યાયોનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે; કારણ કે ગુણ - પર્યાયો દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે, અને દ્રવ્ય “ગુણ-પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે” “દ્રવ્ય” ગુણ પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. શું કિધુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com