________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૭
પ્રવચનસાર પ્રવચનો
૧૪૪
દ્રવ્યનું પોત – પોતાનું ખાસ જુદાં લક્ષણભૂત “સ્વરૂપ-અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું ” પોતાના સ્વરૂપથી (જે) અસ્તિત્વ છે એનાથી જણાતું અવલંબનથી ઊભું થતું “જે અનેકત્વ તેને ” જે અનેકપણું છે તેને, ” સામાન્યલક્ષણભૂત સાદશ્યદર્શક” એ છે છે, છે, છે (એવું સાદશ્ય ) આમવનમાં આંબાના ઝાડ હોય, બાવળનાં ઝાડ હોય, પીપળાના ઝાડ હોય, (આમલીનાં ઝાડ હોય, (આમલીનાં ઝાડ હોય ), બીજાં (ઝાડ હોય ) એમ દરેક જુદાં જુદાં છે છતાં પણ બધાં ‘છે' એ અપેક્ષાએ બધા એક થાય છે એક થાય છે એટલે બધી ચીજ એક થતી નથી. પણ છે. છે. છે... છે.... પણાંમાં એકપણું કહેવાય છે. આહા... હા...! આવું છે.. અહીંયાં એવી વાત નથી કે આત્મા (ના) દ્રવ્ય-ગુણ-પર્યાય અનેક છે છતાં પણ દૃષ્ટિ કરી છે એક ઉપર એ (વાત) અહીંયાં નથી. સમજાય છે કાંઈ ?
(કહે છે કે;) આ આત્મા, દ્રવ્ય છે ગુણ છે ને પર્યાય છે એમ અનેક (પણે ) છે. છતાં દૃષ્ટિનો વિષય છે તે અનેક (પણું) નથી. સમ્યગ્દર્શનનો વિષય, એક ત્રિકાળી ધ્રુવ છે. ઈ પર્યાય છે એ ધ્રુવ નું લક્ષ કરે છે ભલે! પર્યાય પણ સાબિત કરી. લક્ષ્ય ત્રિકાળ (ધ્રુવદ્રવ્ય) છે તેનો સ્વીકાર કરીને દષ્ટિ કરીને, પર્યાય તેનું લક્ષ કરે છે. (તેથી) એના પર્યાયની સિદ્ધિ થઈ. પર્યાય ‘છે' પણ પર્યાય ‘ભિન્ન’ છે અને એનો વિષય જે ત્રિકાળ (છે) એ ‘ભિન્ન’ છે. એમ અહીંયાં નથી. અહીંયાં તો દરેક દ્રવ્યનું સ્વરૂપ પોતાથી છે, દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. એમ બધાં સર્વ દ્રવ્યો (પોતાનાં ) દ્રવ્યગુણ-પર્યાયથી ‘ છે' છે. છે. છે. છે. એવા એકપણામાં સ્વરૂપ અસ્તિત્વનું અનેકપણું-લક્ષમાં આવતું નથી, એટલે તિરોભૂત થઈ જાય છે. આહા... હા...! વાણિયાને આવી વાત સાંભળવી ! બુદ્ધિવાળાને..... નથી ! વાણિયાને હાથ આવ્યો છે... ને.. જૈનધર્મ (આ ) ધરમ, ધરમ ! અહીં તો કહે છે વૃક્ષપણું વિશેષ છે એ ભિન્ન છે. પણ બધાં વૃક્ષોમાં, આ વૃક્ષપણે છે બધા ( એ અપેક્ષાએ ) એક છે. છતાં આ એકમાં અનેકપણું ઢંકાઈ જાય છે. છતાં ઢંકાયા છતાં - અનેકપણું વૃક્ષનું વૃક્ષપણે જુદું રહે છે આહા... હા...! સમજાણું કાંઈ ?
-
-
આહા... હા...! અહીંયાં તો સાવચેત
.
એકાગ્ર અંદર! કે ભગવાન આત્મા, અનેકગુણોનું એકરૂપ એના ગુણો છે, ગુણી છે ને પર્યાય છે. એ ત્રણ છે ઈ અનેક (પણે ) છે છતાં, સત્... સત્... સત્... તરીકે તે એક છે. અને ‘એક' એ રીતે હોવા છતાં, પર્યાય-વર્તમાનપર્યાય છે એ ત્રિકાળ પરમાત્મસ્વરૂપ, પૂર્ણાનંદનો નાથ, અખંડ પરમેશ્વર, એનો ઈ (પર્યાય ) સ્વીકાર કરે છે. (સમયસાર ) ૩૨૦ ગાથામાં આવ્યું છે ને! ધ્યાતા પુરૂષ એમ ભાવે છે કે ‘જે સકનિરાવરણ-અખંડ-એક પ્રત્યક્ષપ્રતિભાસમય - અવિનશ્વર-શુદ્ધ પારિણામિક ૫૨મભાવ લક્ષણ નિજપરમાત્મ દ્રવ્ય તે જ હું છું' પરંતુ એમ ભાવતો નથી કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું.' ત્યાં આખું અખંડ એક દ્રવ્ય લેવું છે. અહીંયાં એક દ્રવ્યનું-પર્યાયનું તિર્યક્ લેવું છે. અને બીજા બધાં ‘સત્’ છે તેમાં એકપણું લેતાં, તેમાં અનેકપણું તે ઢંકાઈ જાય છે. અહીંયાં જે એકપણું છે (એ) સ્વરૂપનું એકપણું છે. એ જે સમ્યગ્દર્શન (છે) ઈ પર્યાય (છે) અને તેમાં શ્રદ્ધા નામનો ગુણ પણ ત્રિકાળ (છે) અને દ્રવ્ય પણ ત્રિકાળ (છે) ત્રણેય છે. છતાં પર્યાય, (સમ્યગ્દર્શનની ) ખંડ–ખંડ જ્ઞાનને ધ્યાનમાં લેતી નથી. આહા... હા...! ( એ ) પર્યાય, અખંડજ્ઞાયકભાવ (છે) એને લક્ષમાં લ્યે છે, ત્યારે તેને વાસ્તવિક પૂરણ સત્યતાનું (પોતાનું) એકપણું - સમ્યગ્દર્શનમાં એકપણું ભાસે છે. આહા... હા...! એ (એકપણું) જુદું અને આ (એકપણું) જુદું!! આ ‘છે’ દરેક દ્રવ્યમાં દ્રવ્ય-ગુણ-પર્યાય છે, તે સ્વરૂપ અસ્તિત્વ (છે). તે બીજાનાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com