________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૭
પ્રવચનસાર પ્રવચનો ૧૪૩ વર્તતા અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા એવા વિશેષલક્ષણભૂત સ્વરૂપ-અસિવ વડે” ભિન્ન-ભિન્ન સ્વરૂપ છે એ સર્વનું એ તો બરાબર છે. “(સર્વ દ્રવ્યો) લક્ષિત થતાં હોવા છતાં દરેક દ્રવ્ય પોતાનાં સ્વરૂપ – અસ્તિત્વથી ભિન્ન-ભિન્ન. જુદા-જુદા લક્ષિત થતાં હોવા છતાં સર્વ દ્રવ્યોનું, વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું.” આહા.... હા...! જ્ઞાનનું લક્ષણ આત્માનું જડનું લક્ષણ-સ્વરૂપ-અસ્તિત્વ ભલે હો. પણ એ બધાનું વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું ભિન્ન-ભિન્ન નહીં પણ “છ” બસ! બધા “છે' અને સર્વ દ્રવ્યોમાં પ્રવર્તીને વર્તતું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું” ભિન્ન-ભિન્ન ન ગણતાં “સ” એવું જે સર્વગત સામાન્ય લક્ષણભૂત સાદશ્ય અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું”ઈ છે' ઈ પણે જાણવું. ભલે લક્ષણ ભેદ છે સર્વના. પણ (સાદશ્યઅસ્તિત્વ) માં કોઈ ભેદ છે નહીં.
પ્રવચનસાર ૯૭ ગાથા ચાલે છે. પહેલો પેરેગ્રાફ થઈ ગ્યો છે. બીજો પેરેગ્રાફ સાદૃશ્ય અસ્તિત્વ સિદ્ધ કરે છે. એટલે દરેક દ્રવ્ય પોતાના અસ્તિત્વથી, પરથી ભિન્ન છે દરેક દ્રવ્ય પોતાનાં સ્વરૂપનાં અસ્તિત્વથી, પરથી ભિન્ન છે. પણ પ્રત્યેક આત્માઓ છે. પરમાણુઓ છે અને બીજા બધા પદાર્થો છે એવી સદેશ “સ” ની અપેક્ષાએ, અનેકપણું એટલે ભિન્ન છે તે લક્ષમાં લેતાં નથી. અહીંયા એક “સ” છે, બધાં દ્રવ્યો “છે” “છે પણે ' સદશદષ્ટિમાં મહાસત્તા કેટલાક કહે છે ને...! મહાસત્તા ભિન્ન છે (પણ) એમ નથી. બધા થઈને એવી એક મહાસત્તા છે (એમ કોઈ માને છે પણ) એમ નથી. આહા... હા...! પણ છે... છે... છે... છે.. એ સાદેશ્ય-અસ્તિત્વપણે (છે). એકપણું જુદું પણ છે (એટલે સ્વરૂપ-અસ્તિત્વ) અને છે... છે. છે.... છે... પણેમાં બધું આવી જાય છે સાદેશ્યપણાંમાં. એમાં એકપણું જુદું છે. અનેકપણું ઘુંટાઈ જાય છે. આહા... હા..! આવી વાત છે. વસ્તુની સ્થિતિ ! (શ્રોતા) અનેકપણું અનેકપણાપણે રહે છે ઘુંટાઈ કેવી રીતે જાય છે.? (ઉત્તર) એમ છે વસ્તુ તરીકે (દરેકનું) સ્વરૂપ-અસ્તિત્વ ભિન્ન-ભિન્ન છે. પણ એક પોતે છે એવા બધા છે એ (“સત્ ') અપેક્ષાએ સાદેશ્ય-અસ્તિત્વ કહ્યું છે. સંગ્રહનય” ની દષ્ટિએ (અપેક્ષાએ) બધા એક છે એમ કહેવામાં આવે છે. છે.... છે.... છે.. છે..... છે. એ અપેક્ષાએ (બધા એક “સ” છે) બધા એક થઈ જાય છે એમ નથી. અન્ય (મત) માં તો એમ કહે છે વેદાંત આદિમાં કહે છે મહાસત્તા – સર્વવ્યાપકવસ્તુ છે. એક જ છે. બે (દ્વત્ત) નથી કાંઈ ! અહીંયાં તો વસ્તુ છે (એ) પોતાના સ્વરૂપે છે પરસ્વરૂપે નથી. એવું અનેકપણું હોવા છતાં, પોતે છે અને બીજા છે એમ “છે પણા” માં અનેકપણું લક્ષમાં નથી આવતું છે પણ માં છે. બધું એવું લક્ષમાં આવ્યું. આહા...! આવો મારગ છે.
(એ રીતે “સ” એવું કથન અને “સ” એવું જ્ઞાન સર્વ પર્દાથોનો પરામર્શ કરનારું છે. જો તે એમ ન હોય (અર્થાત્ જો તે સર્વપદાર્થપરામર્શી ન હોય) તો કોઈક પદાર્થ સત્ (થાતીવાળો) હોવો જોઈએ. કોઈક અસ (હયાતી વિનાનો) હોવો જોઈએ. કોઈક સત્ તથા અસત્ હોવો જોઈએ, અને કોઈક અવાચ્ય હોવો જોઈએ, પરંતુ તે તો વિરુદ્ધ જ છે. અને આ (“સત્ય” એવું કથન અને જ્ઞાન સર્વપદાર્થપરામર્શી હોવાની વાત ) તો સિદ્ધ થઈ શકે છે, વૃક્ષની જેમ.
(અહીંયાં કહે છે કે, “જેમ ઘણાં બહુવિધ વૃક્ષોને” બહુવિધ વૃક્ષો કહ્યાં ને! (એટલે) ઘણાં પ્રકારનાં – (જેમકે) આંબાના ઝાડ ને, પીપળના ઝાડને (આદિ) “પોતપોતાના વિશેષલક્ષણભૂત” દરેક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com