________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૭ પણ અહીંયાં “મૂળસાધન” કહ્યું (અહીંયાં) કર્તા કીધું છે, ઉત્પાદ- વ્યયને ધ્રૌવ્ય તે દ્રવ્યનું કર્તા, દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે. દ્રવ્યનાં સ્વરૂપને જણાવે છે એ આથી ઉત્પાદ-વ્યય ધ્રૌવ્યથી જણાવે છે. તેથી તે મૂળસાધન' છે. આહા. હા.. હા... હા...!
(કહે છે કે, જો ઉત્પાદ – વ્યયની પર્યાય ન હોય તો, કાર્ય શેમાં થાય છે? અને એ કાર્યમાં આની (દ્રવ્યની) સિદ્ધિ થાય છે. આહા... હા...! ત્રિકાળી ભગવાન ચિદાનંદ બિરાજે છે, ભગવાન પૂરણ સ્વરૂપ બિરાજે છે, અનંત – અનંત ગુણના પૂર્ણ (પિંડ) રૂપે દ્રવ્ય પ્રભુ બિરાજે છે, જેને કારણ પરમાત્મા કહો, પંચમભાવ કહો, જ્ઞાયક કહો, ભૂતાર્થ કહો, (સંદેશ અસ્તિત્વ કહો.) (એકાર્થ છે. ) આહા... હા...! એને – દ્રવ્યને, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય (સિદ્ધ કરે છે) (કોને..?) આત્મા ને, આપણે આત્મામાં ઉતારવું છે. હો ! બીજા જડ-અનંતા દ્રવ્યો છે. પણ એ બીજા કાંઈ જાણે છે? “મૂળસાધન' આ દ્રવ્યનું છે, એ બીજા જડ- દ્રવ્યો (કાંઈ ) જાણે છે? જો કે જડને માટે સાધન તો આ જ છે. ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય તે દ્રવ્યની સિદ્ધિ કરવાનું સાધન છે. પણ એને (જડને) ક્યાં ખબર છે? ખબર કરનાર તો ભગવાન આત્મા છે. આહા..! (આત્મા જાણે છે કે, મારું દ્રવ્ય તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી છે અને બીજાના દ્રવ્ય એના ઉત્પાદ-વ્યય- થ્રવ્યથી છે. આહા.... હા...! હવે આવી વાતું હોય સોનગઢની (લોકો કહે છે) એકાંત છે ને આ છે, બિચારા કહે...! ખબર ન મળે તત્ત્વની, આહા..! જિંદગી ચાલી જાય છે બાપા! આહા! અરે ! અનાદિ – અનંત કાળમાં- વચ્ચમાં આવ્યો એક (મનુષ્યનો) ભવ (પણ) ભવના અભાવ કરવા માટેનો આ ભવ છે. આ તો. આહા... હા.... હા.... હા..!! (શ્રોતાઓ) તોજ ભવ સફળ થયો કાંઈ કહેવાય...? (ઉત્તર;) ત્યારે તેને મનુષ્ય કહેવાય. “જ્ઞાયક ઈતિ મનુષ્ય:' મનુષ્ય એને કહીયે કે જે જાણવાનું. કાર્ય કરે. આહ. હા! આ કોને જાણવાનું કાર્ય કરે? કે (આત્મ) દ્રવ્યને (બીજાને નહિ) અને તે ઉત્પન્ન થઈ જે જ્ઞાન, દર્શન શાંતિ આદિની પર્યાય, એ “મૂળસાધન' (આત્મ) દ્રવ્યને સિદ્ધ કરવાનું (સાધન) છે, આહા... હા... હા...! આમાં કાંઈક” ય ફેર પડે તો આખા તત્ત્વનો ગોટો ઊઠે. (એટલે કે આત્મા ન જણાય. ) સમજાણું કાંઈ.?
(અહીંયાં કહે છે કે, “મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું.” એટલે ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય થી – મૂળસાધનથી દ્રવ્ય નિષ્પન્ન થતું “જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે.” અસ્તિત્વ (જે છે) તે દ્રવ્યનો સ્વભાવ છે.” (ઉત્પાદોથી, વ્યયોથી અને ધ્રૌવ્યોથી ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોનું જ અસ્તિત્વ છે? ધ્રૌવ્યોનું અસ્તિત્વ છે, જોયું....? ધ્રૌવ્યોનું અસ્તિત્વ છે, ધ્રુવનું નહીં ધ્રુવપણું છે તે દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા... હા...! “ધ્રુવપણું” છે તે દ્રવ્ય ને સિદ્ધ કરે છે, આહી... હા.. આવી વાત...! “કારણ કે દ્રવ્યના સ્વરૂપને ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો જ ધારણ કરતાં હોવાથી” આહા... હા... હા ! ધ્રૌવ્ય હો? ધ્રુવ નહીં. “ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે.” આહા.. હા. હા.... હા! શું પણ થોડા શબ્દોમાં.(તત્ત્વનું પૂર્ણ સ્વરૂપ..!) સંતોએ જગતને, દ્રવ્યની પ્રસિદ્ધિ, “મૂળસાધન” તરીકે કહી (છે) આહા... હા.! એમ આત્મામાં પણ ગુણો સમ્યગ્દર્શન, જ્ઞાન આદિની પર્યાય અને મિથ્યાત્વની (પર્યાય) નો વ્યય, એ એની (પર્યાય છે) ઉત્પન્ન થઈ એ (આત્મ) દ્રવ્યનાં “મૂળસાધન' તરીકે પ્રસિદ્ધિ કરે છે. છે' એની પ્રાપ્તિ, “છે' એનો નિર્ણય (છે' એની સિદ્ધિ) એ કરે છે. “છે' એનો નિર્ણય, ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય કરે. આહા... હા...! સમજાણું કાંઈ? થોડુ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com