________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૩ ધ્રુવ છે, એ તો જાણવાની ક્રિયા, એનામાં છે નહીં. (નિષ્ક્રિય ) સમજાણું કાંઈ? પરિણમન એ જ દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા... હા...! આ પરિણમન તો વેદાંતે માન્યું નહીં. પ્રગટ. એ તો ધ્રુવ છે. ( કૂટસ્થ ) એકલું જાવ. (રખડવા !) અહીંયા એ કહે છે. ઝીણી વાત છે ભાઈ!
',
66
**
',
(કહે છેઃ ) આ પ્રભુ (આત્મા) પૂરણ આનંદ ને પૂરણ પ્રભુ અખંડાનંદ પ્રભુ દ્રવ્ય, એની દષ્ટિ થતાં, એ દૃષ્ટિની પર્યાય, એ દ્રવ્યને સિદ્ધ કરે છે, દ્રવ્યને નમે છે. આહા.. હા... હા! એ ‘વ્યય ’ છે એ પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. ભલે (એ પર્યાય ) વ્યય થઈ પણ તે ‘સત્’ હતું ને...! “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્” છે ને...! “ વ્યય પણ સત્ છે. એ પૂર્વની અવસ્થા વ્યય થઈ એ પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. “ વ્યય ” કર્તા-કરણ સાધન ને અધિકરણથી દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા ! એમ પણ ઉત્પાદની પર્યાય કર્તા થઈને, સાધન થઈને, અધિકરણ થઈ ને દ્રવ્યને સિદ્ધ કરે છે. તેમ પ્રગટ પર્યાય ગઈ (દ્રવ્યમાં ) એ “વ્યય” ની પર્યાય પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા... હા! એ વ્યય કર્તા, ‘ વ્યય ’ સાધન, ‘ વ્યય ' અધિકરણ (એટલે ) આધાર એ પણ દ્રવ્યને સિદ્ધ કરે છે. ત્રણ બોલ કર્તાકરણ અધિકરણ, છ કારકમાં ( અહીંયાં એ ) ત્રણ લીધા છે, (અને) અહીંયાં કર્મકારક, સંપ્રદાનકારક અને અપાદાનકારક નથી લીધા. બાકી અહીંયા તો ઓલા પર્યાયોથી દ્રવ્યને સિદ્ધ કરવાની વાત છે ને...! નહિતર તો પર્યાય જે છે એ ષટ્કારકપણે પરિણમતી ઉત્પન્ન થાય છે. પણ અહીંયાં તો પર્યાયથી દ્રવ્ય ’ સિદ્ધ કરવું છે. આહા... હા... હા..!
6
આહા... હા ! સમ્યગ્દર્શનની પર્યાય, ઉત્પાદ છે, અને એ પર્યાય, દ્રવ્યની કર્તા, દ્રવ્યનું કરણ અને દ્રવ્યનું અધિકરણ છે ( અર્થાત્ ) તે સમકિતની પર્યાય, દ્રવ્યની કર્તા, દ્રવ્યનું કરણ અને દ્રવ્યનું અધિકરણ છે. એમાં એક ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરી જાય. સમજાય છે કાંઈ ?
( અહીંયાં કહે છે કે:) “ ર્તા - કરણ - અધિકરણરૂપે ’ દેખો, કોણ ? ઉત્પાદન વ્યયને ધ્રુવ. આહા... હા ! · દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યો વડે જેની નિષ્પત્તિ થાય છે.’ આહા... હા ! ‘ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તમ્ સત્' એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યની સિદ્ધિ થાય છે. દ્રવ્ય ત્યારે તેના લક્ષમાં આવે છે. અહીંયાં આત્મા ઉપર ઉતાર્યુ છે એટલા માટે (કહ્યું લક્ષમાં આવે છે) બીજામાં ( એટલે ) બીજા દ્રવ્યોને કાંઈ લક્ષમાં આવે, એવું નથી. (આત્મદ્રવ્ય સિવાય ) બીજા અન્ય પાંચ દ્રવ્યમાં તો તેની પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રુવ તેમ સિદ્ધ કરે એટલું બસ. પણ (એ પર્યાયો ) દ્રવ્યને સિદ્ધ કરે છે એ જાણનાર છે આત્મા. શું કહ્યું એ ? કેઃ બીજા અનંતા દ્રવ્યો જે જડ છે, એના ઉત્પાદ– વ્યય ને ધ્રૌવ્ય (જે કર્તા કરણ – સાધન અધિકરણ દ્રવ્યના છે) એ કાંઈ એ (જડ) દ્રવ્ય જાણે છે? એનું દ્રવ્ય જાણે છે? એ જડ (પર્યાય ) જાણે છે? એ જાણનાર તો ભગવાન જ્ઞાન છે. એ જ્ઞાન એમ જાણે છે કે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય, કર્તા-કરણ ને અધિકરણ એ દ્રવ્યનું છે. એમ જ્ઞાન જાણે છે. એમ પોતાનું જ્ઞાન પણ વર્તમાનપર્યાય જે પ્રગટ છે સમકિતની જ્ઞાનની શાંતિની વગે૨ે, એ પર્યાય ઉત્પાદ છે એ કર્તા સાધન કરણ અને અધિકરણ દ્રવ્યનું છે. આહા.. હા! હા! (શ્રોતા: ) મિથ્યાત્વના વ્યયથી દ્રવ્ય સિદ્ધ થાય ને...! (ઉત્ત૨:) ઉત્પાદન વ્યય ને ધ્રુવથી દ્રવ્ય સિદ્ધ થાય છે. મિથ્યાત્વનો વ્યય થાય છે, સમકિતની ઉત્પત્તિ અને દ્રવ્ય વપણે રહ્યું. એ ત્રણેય દ્રવ્યને સિદ્ધ કરે છે. ઠીક પૂછ્યું એણે. એમ કે વ્યય મિથ્યાત્વને છે ને...! મિથ્યાત્વનો વ્યય, સમક્તિની ઉત્પત્તિ, પ્રગટ પર્યાયની ઉત્પત્તિ અને પ્રગટ પર્યાય હતી તેનો વ્યય, ધ્રુવનું વપણું એનો ભાવ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
=
1