________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૪ - એ ત્રણેય કર્તા-કરણ-અધિકરણ દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા.... હા ! ઝીણું ઝીણું !! વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે ! (તત્ત્વ સમજવાની) એ ભાઈ ! (શ્રોતા:) એનાથી દ્રવ્ય સિદ્ધ થાય છે, ઉત્પાદ-વ્યય – ધ્રુવથી દ્રવ્ય સિદ્ધ થાય છે. (ઉત્તર) હા.... હા! . હા ! એ દ્રવ્ય સિદ્ધ થાય છે. ઉત્પાદવ્યય-ધ્રુવ (પણ) સિદ્ધ થાય છે. દ્રવ્યથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ સિદ્ધ થાય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવથી દ્રવ્ય સિદ્ધ થાય છે. પહેલો અધિકાર ચાલ્યો ને....! ( એમાં) દ્રવ્યથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ સિદ્ધ થાય છે એમ કીધું. પછી અહીંયાં આ ટીકામાં હવે કહે છેઃ ઉત્પાદ – વ્યય – ધ્રુવથી, ઉત્પાદ – વ્યય – ધ્રુવ – કર્તા - કરણ અધિકરણ (રૂપે) દ્રવ્ય સિદ્ધ થાય છે, કર્તાનું કાર્ય દેખાય છે ભલે કરણ લીધું નથી પણ એ કર્તા દ્રવ્યને સિદ્ધ કરે છે. આહા! બહુ ઝીણી વાત છે!
(કહે છે કેઃ) સમ્યગ્દર્શન થતાં, એ પર્યાયનો ઉત્પાદ અને મિથ્યાત્વનો વ્યય અને કાયમ રહેનાર એનો ધ્રુવપણાનો ભાવ-ધ્રૌવ્યભાવ એ કર્તા- કરણ – અધિકરણ (રૂપે) દ્રવ્યને સાબિત કરે છે. આહા.. હા! જેને ઉત્પાદનો પર્યાય પ્રગટ નથી તેને દ્રવ્ય સિદ્ધ નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? વેદાંત જેવી માન્યતા થઈ ગઈ. જેને પ્રગટ પર્યાય થઈ, એક સમયની પર્યાય પ્રગટ છે, એ (જે) પર્યાય પ્રગટ છે એ સિદ્ધ કરે છે, જો પર્યાય પ્રગટ ન હોય તો દ્રવ્યને સિદ્ધ કરે કોણ? આહા... હા ! સમજાણું કાંઈ ? “કર્તા - કરણ- અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને.” દ્રવ્યના “સ્વરૂપને” ધારણ કરીને, ઉત્પાદ- વ્યયે દ્રવ્યના સ્વરૂપને ધારણ કર્યું. આહા.... હા..! ધ્રૌવ્ય દ્રવ્યના સ્વરૂપને ધારણ કર્યું. ધ્રૌવ્યથી દ્રવ્યના ધ્રુવસ્વરૂપને ધારણ કર્યું. આહા.... હા..! અંતરની વાતું ઝીણી બાપુ બહુ..! આહા... હા...! કેટલી... અમૃતચંદ્રાચાર્ય..! ગાથામાંથી ટીકા આવી કાઢી. આહા.. હા... હા..! કે કુંદકુંદાચાર્યને આમ કહેવું છે. અને ભગવાન પાસેથી આ સાંભળ્યું છે....! ભગવાન પાસે આ સાંભળ્યું છે. (વળી) કુંદકુંદાચાર્યના શ્લોકમાં આ છે. આ એની ટીકા કરીને દ્રવ્ય દુહે છે આ એનો ભાવ છે. આહા... હા..
કહે છે કે:) એવું સાંભળ્યું હોય. ઉત્પાદકર્તા ને દ્રવ્ય તેનું (કાર્ય) (એટલે કે) કર્તા ઉત્પાદ ને દ્રવ્ય એનું કાર્ય. આહા.. હા! (શ્રોતા ) ઉત્પાદ ન હોયતો...! (ઉત્તર) પણ પર્યાય ન હોય તો દ્રવ્ય છે” એમ જાણ્યું કોણે? આત્મામાં છે એમ એને જાણવાનું નથી. બીજાનું તો અસ્તિત્વ છે જ એ ઉત્પાદ એનો કર્તા ને દ્રવ્ય એનું કાર્ય. એવું આ જ્ઞાન જાણે. એટલે કહે છે કે આ જે પર્યાય ઉત્પન્ન થાય છે, એ પર્યાય એના પરમાણુને સિદ્ધ કરે છે. એને જ્ઞાન જાણે છે. શું કીધું સમજાણું..? આ ભાષા બોલાય છે. એ ભાષાની પર્યાય છે, એ ઉત્પાદ છે. પૂર્વની વર્ગણાનો વ્યય છે. ગુણ ધ્રુવ છે. એ ભાષાના ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય એ પરમાણુદ્રવ્યને સિદ્ધ કરે છે. એમ જાણે છે કોણ...? “જ્ઞાન” એ શબ્દ-ભાષાને તો ખબરે ય નથી) કે અમે શું છીએ. ?) વસ્તુનું સ્વરૂપ આમ છે. પણ એનું જ્ઞાન કોને છે...? જ્ઞાન જાણે. આહા... હા..! એટલે આ પર્યાય જે ઉત્પન્ન થાય છે. એ પર્યાય એના પરમાણુ (દ્રવ્ય) ને સિદ્ધ કરે છે. એને જ્ઞાન જાણે છે. આહા... હા... આ વ્રત કરોને... ભક્તિ કરોને... પૂજા કરો... ને ઉપવાસ કરોને...!! વખત (એળે ગાળ્યો ).
આહા.. હા.... અહીંયાં તો બીજું લીધું છે ભાઈ...! પહેલાં ટીકામાં લીધું છે ને..! અસ્તિત્વ ધર્મ વિભાવ રૂપે પરિણમતો નથી. વળી અસ્તિત્વને વિભાવ શું પણ ? (અસ્તિત્વ એટલે) છે” તો એ
છે” વિકૃત થઈ જાય, વિભાવ થઈ જાય.? છે ને? પહેલાં (ટકામાં) આવી ગ્યું છે ને ! ક્યાં આવ્યું છે. જુઓ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com