________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૩૨
ને! ધ્રુવ (દ્રવ્યનું ) ધ્રૌવ્ય કર્તા છે. ધ્રુવનું ધ્રૌવ્ય સાધન છે. ધ્રુવનું ધ્રૌવ્ય અધિકરણ છે. આહા... હા ! આવી વાતું છે હવે, કો ‘ભાઈ...! આવું ઝીણું છે. લોકોને સમજવામાં ( અઘરું લાગે...!) (વેદાંત ) નિશ્ચયાભાસી થઈ ગ્યા છે. પ્રગટપર્યાય છે એને એણે માની નથી. સમજાય છે કાંઈ..? શ્રીમદે ( શ્રીમદ રાજચંદ્રે ) કહ્યું છે. ‘ પર્યાયને એણે માની નથી માટે વેદાંતી નિશ્ચયાભાસી છે. શ્રીમદમાં છે. (હાથનોંધ ૧. પૃ. ૧૭૩)
(વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતાં નથી..? આનંદ અને ચૈતન્યમાં શ્રી કપિલદેવજીએ વિરોધ કહ્યો છે તેનું શું સમાધાન છે... યથાયોગ્ય સમાધાન વેદાંતમાં જોવામાં આવતું નથી. આત્મા નાના વિના, બંધમોક્ષ હોવા યોગ્ય જ નથી. તે તો છે, તેમ છતાં કલ્પિત કહેવાથી પણ ઉપદેશાદિ કાર્ય કરવા યોગ્ય ઠરતાં નથી.”)
આ તો (“ પ્રવચનસાર”) આમાં તો શું ખામી હોય (ન હોય) પ્રવચનસારમાં તો શું વસ્તુ (તત્ત્વ અલૌકિક..!) ઓહોહોહોહો...!
અહીંયાં તો કહે છે કેઃ સમ્યગ્દર્શનની પર્યાય, પ્રગટ ન હોય તો એ પર્યાય તો દ્રવ્યને સિદ્ધ કરે છે, તો દ્રવ્ય જ સિદ્ધ નહીં થઈ શકે. આહાહાહા..! સમ્યગ્દર્શનની પર્યાય, સભ્યજ્ઞાનની પર્યાય સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ પરિણમનમાં બહાર ઉત્પાદપણે ન હોય, તો એ (આત્મા) દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. અને પૂર્વની પર્યાયનો વ્યય ન થાય, તો (પણ ) દ્રવ્ય સિદ્ધ થતું નથી. અને ધ્રુવપણું ન હોય તો પણ દ્રવ્ય સિદ્ધ થતું નથી. આહા... હા... હા! ગજબ વાત છે...! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે..!! થોડામાં પણ એટલું બધું સમાડી દીધું છે. આહા... હા.. કેટલું સમાયું છે. એવી વાત હવે (શ્વેતાંબરમાં ય નથી.) બત્રીસ સૂત્ર જેના ૩૧ હજા૨ શ્લોક..! વરસો વરસ વાંચતા બે મહિના...! એમાં પણ કંઈ તત્ત્વ) નહીં, પણ આ (તત્ત્વ) નહીં બાપા..! આ તો અંતર્પૂરણપરમાત્માસ્વરૂપ, અખંડ એની પર્યાય ન હોય તો એને સિદ્ધ કરવાનું સાધન રહ્યું નહીં. તો તો દ્રવ્ય જ સિદ્ધ નહીં થાય. આહા... હા.. હા...! દ્રવ્યગુણ ન હોય તો એ ઉત્પાદ- વ્યય-ધ્રુવની સિદ્ધિ થતી નથી. એ પહેલી વાત આવી ગઈ. હવે અહીંયાં ઉત્પાદ- વ્યય-ધ્રુવ ન હોય, તો દ્રવ્ય સિદ્ધ થતું નથી. સમજાય છે કાંઈ આમાં...? ભાષા તો સાદી છે હવે (ભાવભાસન કઠણ છે). એમ ભૂત ને ભવિષ્યની પર્યાય વર્તમાનમાં (પ્રગટ ) નથી. પણ વર્તમાનની પર્યાય, વર્તમાન પ્રગટ ન હોય ને અંદર હોય, તો એ દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. (એ પર્યાયને માને) એ નિશ્ચયાભાસી, મિથ્યાદષ્ટિ છે. એવી વાત છે ભાઈ...! સમજાય છે કાંઈ...? ઝીણી વાત બહુ ભાઈ...! આહા... હા... હા !
=
(અહીંયાં કહે છે કેઃ ) દ્રવ્ય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો કર્તા-કરણ (એટલે ) સાધન ને આધાર (એ તો ) સિદ્ધ છે. પણ આ તો ઉત્પાદની પર્યાય તે કર્તા-કરણ (સાધન ) - અધિકરણ, વ્યય પણ કર્તાકરણ-સાધન ને અધિકરણ એમ ધ્રૌવ્ય પણ કર્તા-કરણ-સાધન ને અધિકરણ (છે). કોનું ? કેઃ દ્રવ્યનું. આહા... હા... હા !
અહીં તો મગજમાં એમ આવ્યું કે: જે ધ્રુવ, ત્રિકાળી, સચ્ચિદાનંદ, પ્રભુ, પૂરણ છે. ( આત્મા ) એના પર્યાય ત્યાં વળે છે ત્યારે ‘આ દ્રવ્ય છે' એમ ત્યાં સિદ્ધ થાય છે, ભાઈ..! પર્યાયમાં દ્રવ્ય (જાણવામાં ) ન આવે તો (આ) ‘દ્રવ્ય છે’ એમ સિદ્ધ ક્યાંથી થયું ? ‘દ્રવ્ય છે’ એમ આવ્યું ક્યાંથી ? આહા.. હા! ધી.. મેથી સમજવું. પર્યાય (એટલે ) જે પ્રગટ પરિણમન (એ) ન હોય. તો · આ દ્રવ્ય છે. એવું જાણ્યું કોણે ? દ્રવ્ય તો
Please inform us of any errors on rajesh@Atma Dharma.com