________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૭ ભાઈ ! બીજાને, દુઃખમાં મદદ કરી શકે કે નહિ? નહિ? બેસી રહેવું દુ:ખી દેખીને! ભાઈ ! તને ખબર નથી. દુઃખી સામો જે હોય તે તો તેના રાગ ને અજ્ઞાનને લઈને છે. એને પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખી છે, એમ નથી. પ્રતિકૂળ સંયોગની પર્યાય, તેના ગુણ તેનો આધાર તેના પરમાણુ છે. અને એ જે દુઃખ થાય છે એ દુ:ખની પર્યાયનો ગુણનો આધાર એનો આત છે. આહા. હા... હા! અરે... રે! આ ક્યાં બેસે?
(અહીંયાં) એ જ કહે છે. “કર્તા-કરણ-અધિકરણરૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને ” જોયું? એ ગુણ જ છે. આત્મામાં કે પરમાણમાં અને આત્માની પર્યાય કે પરમાણુની (જે છે) એ ગુણ, પર્યાયનો આધાર એના, એના દ્રવ્ય છે. (અને ) ગુણ – પર્યાયને આધારે દ્રવ્ય છે. એ દ્રવ્યના ગુણ, પર્યાય તે કર્તા છે, તે સાધન છે, ને દ્રવ્યનો આધાર છે. પર્યાય તે દ્રવ્યનો આધાર છે. અને પર્યાય દ્રવ્યને આધારે થાય છે. પર્યાય ને આધારે દ્રવ્ય છે અને દ્રવ્યને આધારે પર્યાય છે. આહા. હા!
ભગવાને જે અનંત દ્રવ્ય જોયાં. એના દરેક દ્રવ્યના ગુણ ને પર્યાય – એનું કારણ દ્રવ્ય છે. અને એના ગુણ ને પર્યાય-દ્રવ્યને સિદ્ધ કરવાના કારણ છે. આ તો સમ્યક્ થાય. આ તો કોલેજ છે વીતરાગની ! પરમાત્મા, ત્રિલોકનાથ જિનેશ્વરદેવ (ની કોલેજ છે ). કોલેજમાં કેટલી - કેટલી ભાષા હોય, સમજાવે ત્યારે સમજાય.
(જુઓ ને!) ભગવાનની પૂજા વખતે સ્વાહા, સ્વાહા.... એ ભાષા થાય છે ને..! કહે છે કે એ ભાષાની પર્યાય, એના પરમાણુથી થઈ છે. આત્માથી નહીં અરેરે...! આ વાત કેમ બેસે? આ તો વીતરાગ, કેવળી પરમાત્માનું મૂળતત્ત્વ છે. અને એ મૂળ તત્ત્વની જ ખબર ન મળે, ત્યાં સમકિત (કેમ થાય) અને ધરમ કેવો? આહા. હા.. હા !
(અહીંયા કહે છે કે, “દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે - એવા દ્રવ્યનું, મૂળ સાઘનપણે તેમનાથી નિષ્પન્ન થતું.” ગુણો ને પર્યાયો વડ જેની નિષ્પત્તિ છે. (કોની ?) દ્રવ્યની “એવા દ્રવ્યનું મૂળસાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું” આહા હા... જે પરમાણુ છે ને (બીજા) દ્રવ્ય છે આત્મા ( આદિ) – એના ગુણ, પર્યાય એ મૂળસાધન છે, પર સાધન નથી એને. (જુઓ,) આ પાનું ફરે છે આ, એ પાનું પરમાણુનો સ્કંધ છે. સ્કંધની આ પર્યાય છે. એ પર્યાયના કર્તા એ પરમાણુ સ્કંધ (પાનું) છે. આ આંગળીને લઈને (આ પાનું) ઊંચું થયું છે. એમ ” નથી. નહિતર તો પૃથક પૃથક દ્રવ્ય રહી શકતા નથી. આહા... હા... હા! આવી વાતું છે. આ તો જ્યાં હોય ત્યાં મેં કર્યું ને મેં કર્યું ને.... મેં લખ્યું કે મેં કાગળ બનાવ્યા ને. મેં આ કર્યું ને.. મિથ્યા અભિમાન છે.
આહા.... હા! “એવા દ્રવ્યનું, મૂળસાધન પણે ” ભાષા લીધી. જોયું? આહા...! ઓલા સોનામાં લીધું છે ને મૂળ સાધન. પીળાશ અને (કુંડળાદિ) પર્યાય. એમાં આનું ગુણ ને પર્યાય, એ મૂળસાધન છે. દ્રવ્ય તો પર્યાયના કર્તા - કરણ સાધન છે. પણ પર્યાય અને ગુણ તેનું (દ્રવ્યનું) સાધન. દ્રવ્યને સિદ્ધ કરવાને ( એ ગુણ, પર્યાય) સાધન છે. આહા.... હા ! એ પર્યાય થઈ, તો એ પર્યાયને બીજું દ્રવ્ય હતું માટે એ પર્યાયને એ સિદ્ધ કરે છે એમ નથી. બીજા દ્રવ્યની પર્યાય, તે (પોતાના) દ્રવ્યને કારણે થઈ, આ દ્રવ્યની પર્યાય આ (પોતાના) દ્રવ્યને કારણે થઈ. એ દ્રવ્ય ગુણને પર્યાયના મૂળ સાધનથી સિદ્ધ થાય છે. બીજા દ્રવ્યથી બીજાના (પોતાના) ગુણ, પર્યાય સિદ્ધ થાય છે અને આત્માના દ્રવ્યથી આત્માના (પોતાના) ગુણ, પર્યાય સિદ્ધ થાય છે. આહા... હા... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com