________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૯
પ્રવચન : તા. ૬-૬-૭૯.
પ્રવચનસાર” ૯૬ ગાથા. જુઓ, કૉસ સુધી આવી ગયું ને..! ૧૭૭ પાનું છે. કૌસમાં છે. (“જેવી રીતે દ્રવ્યનું અને ગુણ - પર્યાયનું એક જ અસ્તિત્વ છે.” દરેક પદાર્થ, દ્રવ્ય જે છે અને ગુણ - પર્યાય (જે છે) એનું અસ્તિત્વ એક જ છે. દ્રવ્યનું અસ્તિત્વ જુદું અને ગુણ, પર્યાયનું અસ્તિત્વ જુદું એમ નથી. “એમ સુવર્ણના દષ્ટાંત પૂર્વક સમજાવ્યું”, તેવી રીતે હવે દ્રવ્યનું અને ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનું પણ એક જ અસ્તિત્વ છે.” એ તો ગુણ-પર્યાયના આ ભેદ પાડયા. ગુણ, પર્યાય (એટલે ) ઉત્પાદ, વ્યય ને ધ્રુવ. ઉત્પાદ - વ્યયમાં પર્યાય આવી, ધ્રુવમાં ગુણ આવ્યા. તેવી રીતે “દ્રવ્યનું અને ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યનું એક જ અસ્તિત્વ છે. “એમ સુવર્ણના દષ્ટાંત પૂર્વક સમજાવવામાં આવે છે”.
આહા... હ! “જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક જોવામાં આવતા નથી” ઉત્પાદ-વ્યય પર્યાય કુંડળાદિ. અને પીળાશ આદિ (ગુણો) ધ્રુવ. “જેઓ પૃથક જોવામાં આવતા નથી” સોનાથી તેના ઉત્પાદ- વ્યય ને ધ્રુવ જુદા જોવામાં આવતા નથી. છે? “કર્તા - કરણ - અધિકરણરૂપે ” આહા... હા..! સોનાની જે કુંડળ (આદિ) અવસ્થા થાય અને ગુણ રહે, એ તો કર્તા દ્રવ્ય છે. સોનામાંથી (જે) ઉત્પાદ- વ્યય પર્યાય થાય, ઉત્પાદ- વ્યય - ધ્રૌવ્ય કહ્યું છે પણ અહીંયા ગુણ, પર્યાયની વાત છે. અસ્તિત્વમાં ગુણ, પર્યાય આવ્યા. સોનામાંથી જે દાગીનાની પર્યાય થાય, તેના ઉત્પાદક સુવર્ણ સોનું છે. સોની નહીં આહા... હા! (શ્રોતા:) હથોડા–એરણ વિના કંઈ થાય? (ઉત્તર) હથોડો - એરણ કામ નથી કરતા અંદર! હથોડાની પર્યાય છે એનું કર્તા એનું દ્રવ્ય છે હથોડા આમથી આમ થાય છે. એ પર્યાયનું કર્તા એનું દ્રવ્ય છે. આહા..! “કુંડળાદિ ઉત્પાદોના, બાજુબંધ આદિ વ્યયોના અને પીળાશ આદિ ધ્રૌવ્યોના” બાજુબંધ આદિનો વ્યય અને કુંડળ આદિનો ઉત્પાદ, અને પીળાશ આદિ ધ્રુવ એ “સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે.” સોનાની હયાતીથી જ એ ગુણને પર્યાય છે. ઉત્પાદ-વ્યય – ને ધ્રૌવ્ય, એ સોનાના જે કુંડળ (આદિ) થાય, બાજુ બંધ પર્યાય પહેલી એનો વ્યય થાય, અને પીળાશપણે ધ્રૌવ્ય રહે. એના કર્તા-કરણ-સાધન (અધિકરણ) એ સોનું છે. “એવા કુંડળાદિ- ઉત્પાદો, બાજુબંધ આદિવ્યયો અને પીળાશ આદિ ધ્રૌવ્યો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણનો) સ્વભાવ છે.”; એ સુવર્ણને ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહેવું - એનો કર્તા- કરણ સુવર્ણ છે. એ સુવર્ણનો સ્વભાવ છે. ઝીણી વાત બહુ બાપુ! આહા.. હા ! “શેય અધિકાર છે ને...! સમકિતનો અધિકાર ખરો આ’ આહા.... હા.... હા !
(અહીંયાં કહે છે કે“તેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક જોવામાં આવતા નથી, કર્તા-કરણ-અધિકરણરૂપે ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્ય જ પોતે તેની પર્યાયનું કર્તા-કરણ – અધિકરણ છે. “દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે, - એવા ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્યો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જુદાં નહિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com