________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૩
( કહે છે કેઃ ) “ જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણ ” એ પહેલી સુવર્ણની વાત કરી. “-એવા પીળાશ આદિગુણો અને કુંડળાદિ પર્યાયો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણ નો ) સ્વભાવ છે”; તેમ દ્રવ્યે, ક્ષેત્ર, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક જોવામાં આવતા નથી. કર્તા-ક૨ણઅધિકરણરૂપે કોણ ? દ્રવ્ય ‘એ ગુણ-પર્યાયનું કર્તા દ્રવ્ય, ગુણ-પર્યાયનું સાધન દ્રવ્ય, ને ગુણ પર્યાયનો આધાર દ્રવ્ય (છે). આહા.. હા ! નવ તત્ત્વ છે, છ દ્રવ્ય છે. પ્રભુ! એ ભિન્ન-ભિન્ન છે. કોઈ દ્રવ્યની પર્યાય, (બીજા) કોઈ દ્રવ્યથી થાય, એવું અસ્તિત્વ છે નહીં. આહા... હા.. હા ! ઝીણી વાત બહુ સિદ્ધ કરી છે, અમૃતચંદ્રાચાર્યે ! કર્તા-કરણ-અધિકરણરૂપે ગુણોના ” . તે દ્રવ્યના ગુણો– (જેમકે) આત્મા, એના જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણ અને પર્યાય વર્તમાન- મતિ, શ્રુતિ આદિ એ ગુણ,
**
પર્યાયનો કર્તા તે આત્મા છે. એ ગુણ, પર્યાયનું સાધન પણ આત્મા છે, એ ગુણ, પર્યાયનો આધાર પણ આત્મા છે. આહા... હા.. હા ! છે કે નહીં અંદર (લખાણ ) જુઓને ! આહા... હા ! “ ગુણોના અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને ” સોનું – દ્રવ્ય. દરેક દ્રવ્યના ગુણો પોતાના, ત્રિકાળ રહેનારા, અને વર્તમાન થતી અવસ્થા, તે પર્યાય ને ગુણનો કર્તા-કરણ ને આધારે તે દ્રવ્ય છે. આહા.. હા !
',
(જુઓ ), આ આંગળી છે. તે આમ- આમ (સીધીમાં (વળીને વાંકી ) થાય છે. એ પર્યાય છે. આમ-આમ (વાંકી-સીધી, વાંકી –સીધી) થાય છે ને...! અને એમાં (પરમાણુમાં ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણો છે. એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણો અને આ પર્યાય, એનો આધાર એના પરમાણુ છે. આ આંગળીની પર્યાય આમ- આમ હલે છે, એનો કર્તા એ ૫૨માણુ છે. આત્મા એનો કર્તા નથી. આહા.. હા! એમ કહે છે, ભગવાન અમૃતચંદ્રાચાર્ય! દિગંબર સંત! કુંદકુંદાચાર્યના (‘પ્રવચનસાર’) ની ટીકા કરે છે. (કુંદકુંદાચાર્યે તો) ભગવાન (સીમંધરનાથ) પાસે જઈને, પછી શાસ્ત્ર બનાવ્યા. કે પ્રભુ તો આમ કહે છે ભાઈ ! એમ શાસ્ત્રોમાં કહ્યું! આહા... હા... હા.. હા! દાખલા ઘણા મળે, ત્યારે થાય !!
66
( અહીંયાં કહે છે કેઃ ) “પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે, એવા ગુણો અને પર્યાયો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે ” લ્યો ! છે? એ ગુણો અને અસ્તિત્વ વડે દ્રવ્યનું હોવાપણું છે. “તે સ્વભાવ છે” તે તેનો સ્વભાવ છે. આ લાકડી છે. એ આમ આમ થાય છે. પડી છે (તે ઊંચી થઈ ) અવસ્થા બદલી તો તેનો કર્તા તેના ૫૨માણુ છે. એ અવસ્થાનો કર્તા આંગળી નહીં. અને આત્માની ઈચ્છા (પણ ) નહીં. દરેક દ્રવ્ય-વસ્તુ, એના ગુણ અને પર્યાય, એનો કર્તા એનું દ્રવ્ય છે. એ દ્રવ્ય તેનું કરણ નામ સાધન છે. અને દ્રવ્ય તેનો આધાર છે. પણ એ પર્યાયનું કર્તા બીજું દ્રવ્ય છે, એમ માનવું તે મિથ્યાત્વ, અજ્ઞાન ને ભ્રમ છે. આહા... હા.. હા! (કૌંસ સુધી આવી ગયું! કૌંસમાં જુઓ, )
“દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જુદા નહિ જોવામાં આવતા પીળાશાદિક અને કુંડળાદિકનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને સુવર્ણ જ ધા૨ણ કરતું હોવાથી ” . એ કુંડળની પર્યાય, કડાની પર્યાય, એને સુવર્ણ ધારણ કરે છે. આહા... હા! એ પર્યાયનો કર્તા, સુવર્ણ છે. અક્ષર કરે છે આમ અક્ષર. એ અક્ષર છે ૫૨માણુની પર્યાય. એ અક્ષરમાં ૫૨માણુ જે છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગુણ છે. અને આ અક્ષર છે તે એની પર્યાય છે. એ ગુણ ને પર્યાય નો કર્તા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com