________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૨૨ આહા... હા! શું કહે છે? એ કુંડળ આદિ જે પર્યાય થાય છે, તેનો કર્તા એ સુવર્ણ છે. એ કુંડળ આદિ પર્યાય થાય છે. એનું કરણ – સાધન સુવર્ણ (જ) છે. એનો કર્તા સોની છે અને હથોડો (એરણ આદિ) સાધન છે, એમ નથી. આરે...! આવી વાત છે. શું કહ્યું? જુઓ, “જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ (જેઓ) એટલે પીળાશ આદિ ગુણોને કુંડળ આદિ પર્યાય, પૃથક નથી. કર્તાકરણ-અધિકરણરૂપે પીળાશ આદિગુણોના” આહા... હા. હા! એ સોનું જે છે. આ માટી લ્યો ને..! એમાં જે ઘડો થાય છે તે પર્યાય છે. અને એમાં જે વર્ણ, ગંધ રસ, સ્પર્શ છે એ ગુણો છે. તો એ ગુણ અને પર્યાયની કર્તા માટી છે. આહા... હા ! એ ઘડાની પર્યાય, ને વર્ણ, રસ ગંધ, સ્પર્શ એના ગુણ, એનો કર્તા દ્રવ્ય છે. માટી-દ્રવ્ય કર્તા છે. કુંભાર નહીં. આહા. હા! આહા.... હા.. હા! આ ગાથાઓ તો ઊંચી છે! “કર્તા-કરણ-અધિકરણ” જોયું, પીળાશ આદિ ગુણો સોનાના અને કુંડળ આદિ પર્યાય, એનો કર્તા સોનું, એનું સાધન સોનું, એનો આધાર સોનું (છે). એ કુંડળ આદિ પર્યાય થઈ, (તેમાં) હેઠે એરણ છે ને એરણ લોઢાની, એને આધારે (કુંડળાદિપર્યાય) થઈ, એમ નથી. એમ કહે છે. આહા. હાં.. હા..!
(કહે છે કેઃ) કુંડળ આદિ પર્યાય, તેનો કર્તા, કરણ અને આધાર તેનું દ્રવ્ય, સોનું છે. સોનું તે પીળાશ આદિ ગુણો ને (કુંડળાદિ પર્યાયોનો) કર્તા-કરણ એટલે સાધન અને અધિકરણ એટલે આધાર છે. એ કુંડળ આદિની પર્યાયનો કર્તા, સોની ને થોડો આદિ છે, એમ નથી. આહા.. હા! (શ્રોતા ) નાનપણથી તો આવું શીખ્યા નથી.! (ઉત્તર) નાનપણમાં તો આવું ક્યાંથી? વકીલાત લેવા સાટુ તો ભયા' તા, એ ભણવામાં વકીલાત કરી ને વકીલાતમાં પછી બીજાને જીતાડયા ને ! સગામાં – એવા અભિમાન કર્યા! કાં” ભાઈ ! આ તો એમનો દાખલો આપ્યો (શ્રોતા ) બધાને લાગુ પડે છે. (ઉત્તર) હા...હા..હા! દુકાનમાં ને દુકાન ઉપર બેસે ત્યારે શું (કરે?) એ આત્મા છે એ તો પોતાનો કર્તા છે. એ દુકાને બેઠા-બેઠા બહારનો પૈસો લીધો કે દીધો તેનો આ ત્મા કર્તા છે જ નહીં... અરે... રે..! આ કેમ બેસે?! ક્યાં? તત્ત્વની ખબર ન મળે ! અને ધર્મ થઈ જાય એને સમકિત ! આહા.. હા !
(અહીંયાં કહે છે કેઃ ) “પીળાશ આદિ ગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા” કોણ? “સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે” . - સોનું છે એને લઈને, એ પીળાશ આદિ (ગુણો) અને કુંડળ આદિ (પર્યાયોનો) એ આધાર છે. સોનું છે તે પીળાશ આદિ ગુણોને કુંડળ આદિનો કર્તા છે. સોનું છે તે પીળાશ આદિ ગુણોનું તથા કુંડળ આદિ પર્યાયોનું સાધન છે. આહા... હા! એવા પીળાશ આદિ ગુણો અને કુંડળ આદિ પર્યાયોથી સુવર્ણનું અસ્તિત્વ છે. પીળાશ આદિ ગુણો અને કુંડળ આદિ પર્યાયો, એ તો સુવર્ણનું અસ્તિત્વ છે (એટલે કે) એ સુવર્ણનું (જ) અસ્તિત્વ છે. એ સુવર્ણનો સ્વભાવ છે. પીળાશ આદિ ગુણોપણે અને કુંડળ આદિપર્યાયોપણે થવું, એ સુવર્ણનો સ્વભાવ છે. આહા... હા... હા! એ સોનીએ (સોનામાંથી) કુંડળ આદિ પયાર્યો કરી, એ ભગવાનના માર્ગમાં ત્રણ કાળમાં નથી. અને એમ માનનારને મિથ્યાત્વ છે. એ દ્રવ્ય જે છે સોનુ, (એ એના ગુણો ને પર્યાયોને કરે છે). એમ રોટી લ્યો, રોટલી – રોટલી, લોટની જે રોટલી, એ રોટલીની પર્યાયનો કર્તા, સાધન, આધાર આટો (લોટ) છે. એ રોટલીની પર્યાયની કર્તા સ્ત્રી છે એમ વેલણ (પાટલો) છે એમ નથી. આકરું કામ છે!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com