________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૧૦૭ એક વીતરાગ સર્વશદેવ, પરમેશ્વરે, આત્મા જે કહ્યો એ આત્મા અનંતગુણ સાગર છે એની અંતરદષ્ટિ – અનુભવ થઈને, પછી સ્વરૂપમાં રમે, એને ચારિત્ર કહીએ. એ ચારિત્રની પર્યાય, ઉત્પન્ન થઈ તેમાં ચારિત્રમોહનીયકર્મના ઉયનો અભાવ, ઉચિત નિમિત્ત હો. પણ એને લઈને ચારિત્રની પર્યાય થઈ છે, એમ નથી. ચારિત્રની પર્યાયમાં – સ્વરૂપનો કર્તા- કરણ આત્મા છે. આહા.... હા.... હા....! આવું છે ભગવાન..! આચાર્યે તો ભગવાન તરીકે બોલાવ્યો છે..! ૭ર ગાથામાં. આ સમયસાર” સવારે ચાલે છે ને ! “ભગવાન આત્મા” અનંત - અનંતગુણનો ભરેલો પ્રભુ ! એની વર્તમાન પર્યાયને (એ) પ્રાપ્ત છે. એ પણ પોતાથી છે. કોઈ કર્મને લઈને છે કે, એમ નથી. અને નવી પર્યાયને પ્રાપ્ત થાય, તેમાં પણ કર્મના નિમિત્તનો અભાવ હો. પણ નિમિત્ત દર્શન - જ્ઞાન-ચારિત્ર (ની પર્યાયનો ) કર્તા નથી. સમ્યગ્દર્શન – જ્ઞાન –ચરિત્ર (ની) જે નિર્વિકારી વીતરાગીપર્યાય, એને જીવ પોતે પોતાથી કરે છે. એના કર્તા - કરણને સાધન આત્મા છે. એને શુભભાવ ને મહાવ્રતાદિ પરિણામ હતા માટે ચારિત્ર થયું, એમ નથી. અહી... હા.. હા..! આવું છે. (શ્રોતા:) અંતરંગસાધનભૂત કર્તા ને કરણ કહ્યા, તો બાહ્ય સાધન હશે ને...? (ઉત્તર) એ કર્તા ને કરણ અંતર ગછે. બાહ્યા ઉચિત તો નિમિત્ત છે, એ કર્તા ને કરણ નથી. “બહિરંગ' શબ્દ પડ્યો છે ને...! “ઉચિત બહિરંગ સાધનોની સંનિધિમાં” એ તો નિમિત્ત થયું. હવે “અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તેઅંતરંગસાધનભૂત સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર અવસ્થાએ ઉપજતું થયું” આહા.. હા..! “તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે” આહા.... હા... હા ! એ નવી અવસ્થા જે થઈ, તેના લક્ષણ વડે તો દ્રવ્ય લક્ષિત થાય છે. તે ઉત્પાદ થયો માટે તેમાં કર્મ લક્ષિત થાય છે એમાં – કે કર્મનો અભાવ થયો – લક્ષિત થાય છે, એમ નથી. આ વીતરાગ મારગ છે બાપા...! બહુ ઝીણો. ભગવાન તો બિરાજે છે મહાવિદેહમાં પ્રભુ! સીમંધરસ્વામી ભગવાનત્યાંથી આ વાત આવી છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગ્યા હતા પ્રભુ પાસે, બિરાજે છે અત્યારે સમવસરણમાં, ધર્મસભા પ્રભુ બિરાજે છે મહાવિદેહમાં, પાંચસો ધનુષનો દેહ (છે). કોડ પૂર્વનું આયુષ્ય (છે). એક પૂર્વમાં, ૭૦ લાખ કરોડ અને પ૬ હજાર કરોડ વર્ષ જાય. એક કોડ પૂર્વનું આયુષ્ય છે પ્રભુનું...! અત્યારે બિરાજે છે મહાવિદેહમાં. ત્યાં ગયા હતા કુંદકુંદાચાર્ય. સંવત-૪૯, આઠ દિ' ત્યાં રહ્યા હતા. આહા.. હા... હા..! ત્યાંથી આવીને, આ ગ્રંથ રચ્યા (છે). આહા.... હા... હા...! સાક્ષાત્ ત્રણ લોકના નાથ...! બિરાજે છે સીમંધર ભગવાન અંતરે મહાવિદેહ ક્ષેત્રમાં...! મનુષ્યપણામાં..! આહા. હાં.. હા.! એમની 3ૐ ધ્વનિ સાંભળી, કુંદકુંદાચાર્ય પ્રભુ આઠ દિ' ત્યાં રહ્યા હતા. આહા... હા.. આમનો ચાર હાથનો દેહ! ભગવાનનો પાંચસો ધનુષનો (દેહ) બે હજાર હાથ ઊંચો માણસો પણ (ત્યાં) એવાજ ઊંચા. તીડ જેવું દેખાય, તીડ..! (જંતુ) છે ને..! ઉડતા તી...! ચક્રવર્તીએ પૂછયું: તીડ જેવો માણસ કોણ છે આ...? આહા... હા.
ભગવાન પાસે ગ્યા કુંદકુંદાચાર્ય! આઠ દિ' ત્યાં રહ્યા. પાંચસો ધનુષનો દેહને આ તો ચાર હાથનો! પ્રભુ આ કોણ છે તીડ જેવું? એમ ચક્રવર્તીએ ભગવાનને પૂછયું, ભગવાનનો ઉત્તર આવ્યોઃ હે! ચક્રવર્તી, એ ભરતક્ષેત્રના કુંદકુંદ નામના આચાર્ય છે. આહા.... હા.... હા! એમ ભગવાનની વાણી નીકળી. 3ૐ નીકળે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com