________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૧૦૮ 3ૐ નીકળે એમાંથી આ જીવો સમજે છે. ભગવાનની વાણી આવી ન હોય, ભગવાનની વાણી તો ૐ એકાક્ષરી છે. ઈચ્છા વિના વાણી નીકળે એકાક્ષરી ! ઈચ્છા હોય ત્યાં (વાણી) એકાક્ષરી નથી. આહા.... હા... હા! એવી વાત છે! અત્યારે તો ખીચડો કરી નાખ્યો છે! એકદ્રવ્ય, બીજા દ્રવ્યને મદદ કરે ને...! સહાય કરે ને! બીજાની સહાય હોય તો એમાં કાંઈક થાય. લાકડી આમ ઊંચી થાય છે તે જુઓ, તે આંગળીને લઈને એમ ઊંચી થાય છે, એમ નથી એમ કહે છે. એની પૂર્વ પર્યાય આમ હતી ને પછી આમ થઈ એની પર્યાયના કર્તા-કરણ એના પરમાણુ છે. આંગળી નહીં. આંગળીથી (એ લાકડી) ઊંચી થઈ નથી, આંગળી ઉચિત નિમિત્ત છે. (પણ) એનાથી કર્તા-કરણ થયું જ નથી. આહા.. હા... હા! આવું છે. બહુ ફેર! વીતરાગનો મારગ ! (જગતથી જુદો છે).
દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર, તેનો કર્તા પોતે, એ પણ હજી અપેક્ષા છે. પર્યાયનો કર્તા દ્રવ્યસ્વરૂપકર્તા (એ અપેક્ષિત કથન છે) ખરેખર તો દરેક દ્રવ્યની પર્યાય, (પોતાના પકારક) પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ. એક સમયની પર્યાય, છ દ્રવ્યમાં જે થાય, એ પર્યાય ષકારકનું પરિણમન, પોતાથી છે, દ્રવ્યગુણથી પણ નહીં. આહા.... હા.... હા.... હા! નિમિત્તથી તો નહીં, (પણ) દ્રવ્ય-ગુણથી નહીં. એક સમયની પર્યાય પકારકરૂપે, પર્યાય પોતે કર્તા, પર્યાય પોતે કર્મ કાર્ય, પર્યાય પોતે કરણ- સાધન, પર્યાય પોતે સંપ્રદાન – પર્યાયે પોતા માટે પર્યાય કરી, અપાદાન- પર્યાયથી પર્યાય થઈ એ પર્યાયના આધારે પર્યાય થઈ એ અધિકરણ. ષકારકરૂપે એકસમયની પર્યાયમાં અનાદિઅનંત દરેક દ્રવ્યમાં આ રીતે થાય છે. આહા...
(કહે છે કે:) અહીંયાં તો પર્યાયનું લક્ષણ કહીને, દ્રવ્યનું લક્ષ્ય, બતાવવું છે ને..! એટલે સ્વરૂપકર્તા ને સ્વરૂપસાધન કહેવામાં આવ્યું, બાકી તો પ્રત્યેક દ્રવ્યની, પ્રત્યેક સમયની અવસ્થા પોતાના ઉત્પાદ, જે પર્યાય થાય, તેને ધ્રુવ ને વ્યયની અપેક્ષા નથી. નિમિત્તની તો અપેક્ષા નથી. ૧૦૧ ગાથામાં (આ વાત ) આવશે. “પ્રવચનસાર'! આ તો ૯૫ ગાથા ચાલે છે. આહા... હા... હા..! અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ, – નિગોદના – એક અંગુલના અસંખ્યાતમાં ભાગમાં અનંત આત્માઓ છે. - લસણ, ડુંગળી (માં રહેલા તે) નિગોદ- એક એક અંગુલના અસંખ્યાતમાં ભાગમાં અનંત આત્માઓ છે. એ દરેક આત્મા (અને અનંત પરમાણુઓ) પોતાની વર્તમાન પર્યાયમાં, પકારક રીતે પરિણમતી તેની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા... લ... હા! આવું ક્યાં? સાંભળવું મુશ્કેલ પડે!
(અહીંયાં કહે છે કે.) જેની પર્યાયની ઉત્પત્તિ માટે દ્રવ્ય – ગુણની પણ અપેક્ષા નથી. વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. દરેક દ્રવ્યની જે સમયે, જે પર્યાય ઉત્પન્ન થાય તેને તેના દ્રવ્ય – ગુણની અપેક્ષા નથી, વ્યયની અપેક્ષા નથી. ( તો પછી) નિમિત્ત હોય તો થાય એ વાત છે નહીં. નિમિત્ત હો ! પણ તેનાથી થાય, તેમ ત્રણકાળમાં નથી. આહા... હા ! આવું ભગવાન! ભગવાન ચૈતન્યસ્વરૂપ!! એને જે સમ્યગ્દર્શનની ધર્મની પર્યાય, સમ્યગ્દર્શનની શરૂઆત પહેલાં ધર્મની પર્યાય થાય, એ પર્યાયમાં, પકારકના પરિણમનથી સમ્યગ્દર્શનની પર્યાય થાય છે. એ પર્યાયને નિશ્ચયથી દ્રવ્ય-ગુણનો પણ આશ્રય નહિ એ તો લક્ષણ સિદ્ધ કરવું છે માટે સમ્યગ્દર્શન પર્યાય જે થઈ એ લક્ષણ છે અને એનાથી દ્રવ્ય લક્ષ્ય છે. એટલે અહીં સિદ્ધ કરવું છે. અને તેના સ્વરૂપમાં જ એ છે. તે તે દ્રવ્ય સમકિતપણે થયું છે એ દ્રવ્યનું સ્વરૂપ છે. એ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com