________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૧૦૯ કોઈ પરને લઈને થાય સમકિત. કર્મને લઈને (ક) દયા – દાન – વ્રતના પરિણામ (થયા) માટે સમકિત થાય છે, એવું સ્વરૂપમાં છે નહીં આહા.... હા.... હા.... હા! ભારે આકરું! આખી દુનિયાથી, વિરોધ લાગે! પાગલ જેવું લાગે! આહી... હા. હા! મારગ વીતરાગનો બાપા ! જગતને મળ્યો નથી, સાંભળવા ! આહા... હા.... હા!
(લોકો તો) વ્રત પાળ્યા ને.... આ કર્યા ને! તે કર્યા ને! ધૂળે ય કરી નથી. પરીષહુ સહન કર્યા! એમાં ક્યાં? શું ધ્યે? પરીષહું તો બહારની સંયોગી ચીજ છે. એમાં સહન કરવાનો પર્યાય ક્યાં એનાથી થયો છે? આહા... હા.... હા ! એક આનંદની પર્યાયમાં સમતા થઈ છે, એ તો એનો કર્તા-કરણ એનો આત્મા કર્તા-કરણ-સાધન છે. આહા... હા. હા! સમજાય છે કાંઈ? આતો વીતરાગ; ત્રણ લોકનો નાથ, પરમેશ્વર બિરાજે છે, એની આ વાણી છે. ત્રણ લોકના નાથની વાણી આ છે !!
(અહીંયાં કહે છે કે સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર અવસ્થાએ ઊપજતું થકું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ઉત્પાદની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.” તે તે દ્રવ્યની તે (તે) પર્યાય થવી તે તેના સ્વરૂપથી જુદી છે એમ નથી. સ્વરૂપથી જ તેવું છે. “વળી જેવી રીતે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઊપજતું અને મલિન અવસ્થાથી વ્યય પામતું થયું તે વ્યય વડે લક્ષિત થાય છે. આહા.... હા.. હા ! એ પૂર્વની અવસ્થા જે હતી, મલિનતાનો વ્યય, પણ એ વ્યય લક્ષણ ને દ્રવ્ય લક્ષ્ય છે. વ્યય કોઈ બીજી ચીજ થઈ માટે તેનું મલિનપણું ટળ્યું – પાણીને લઈને ને ધોકાને લઈને – વસ્ત્રની એ મલિનતા ટળીને નિર્મળતા થઈ એ પાણીને લઈને ને ધોકાને લઈને નિર્મલતા થઈ છે એમ બિલકુલ નહીં. એ વસ્ત્ર જ પોતે નિર્મળ પર્યાયપણે ઊપજતું થયું, જેને વ્યય અને ધ્રુવની પણ અપેક્ષા નથી. આહા.... હા! મલિન અવસ્થા હતી તે વ્યય પામતું, તે વ્યય વડે લક્ષિત થાય છે. અહીં વ્યય કીધો. પહેલાં ઉત્પાદ કીધો હતો ને...! (લક્ષણ બતાવવું છે ને !) “પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી.” સ્વરૂપથી જ તેવું છે” આહ.. હા! તેવી રીતે તે જ દ્રવ્ય પણ દરેક દ્રવ્ય ઉત્તર અવસ્થાથી ઊપજતું અને પૂર્વ અવસ્થાથી વ્યય પામતું થયું તે વ્યય વડે લલિત થાય છે” વ્યય વડે દ્રવ્ય લક્ષિત થાય છે. (વસ્ત્ર ) પર માથે ધોકો પડયો માટે મલિનતા ગઈ તો કહે છે એમ લક્ષિત થતું નથી, એમ થતું જ નથી. ત્યાં લક્ષણ નથી. વ્યય થયો છે એ લક્ષણ દ્રવ્યનું છે. આહા... હા...! આવી વાતું હવે ! (શ્રોતા:) લક્ષણ લક્ષ્મ ભેદ બતાવે છે.! (ઉત્તર) લક્ષણનું લક્ષ્ય એ દ્રવ્ય (છે). લક્ષણવ્યય થયો એનું લક્ષ્ય દ્રવ્ય છે. વ્યય થયો (તેમાં) જોડે ચીજ હતી એને વ્યય કર્યો, મલિનતાનો વ્યય કર્યો, એમ નથી. આહા... હા ! આવું સ્વરૂપ છે! ગાથા પંચાણું ઝીણી છે. આખી ! પહેલે દિ' કાલે 'યે ઝીણું હતું!
(કહે છે:) “વ્યય વડે લક્ષિત થાય છે” “પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી.” વ્યય તો તે દ્રવ્યનું સ્વરૂપ જ છે. “સ્વરૂપથી જ તેવું છે.” હવે ધ્રુવ (ની વાત છે. પહેલા ઉત્પાદન કરી, પછી વ્યયની કરી, હવે ધ્રુવની કરે છે. “વળી જેવી રીતે તે જ વસ્ત્ર એકી વખતે નિર્મળ અવસ્થાથી ઊપજતું, મલિન અવસ્થાથી વ્યય પામતું અને ટકતી એવી વસ્તૃત્વ-વસ્ત્રપણું અવસ્થાથી ધ્રુવ રહેતું થકું ધ્રૌવ્ય વડે લક્ષિત થાય છેઃ “આહા...! વસ્ત્ર જે ધ્રુવ ટકતું થકું એ ધ્રુવ વડે વસ્ત્ર લક્ષ્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com