________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬
પ્રવચનસાર પ્રવચનો ૧૧૭
પ્રવચન : તા. ૫-૬-૭૯
પ્રવચનસાર'. ગાથા – ૯૬
હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છેઃ સ્વરૂપ- અસ્તિત્વ અને સાદેશ્ય અસ્તિત્વ. તેમાં આ સ્વરૂપ- અસ્તિત્વનું કથન છે –
सभावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं। दव्वस्स सव्वकालं उतदव्वयधुवत्तेहिं ।। ९६ ।। ઉત્પાદ-ધ્રૌવ્ય - વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી; અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
ગાથા. ૯૬
અન્વયાર્થઃ- [ સર્વવત્ત ] સર્વ કાળે [ : ] ગુણો તથા [ ચિત્રે સ્વપર્યયે ] અનેક પ્રકાર પોતાના પર્યાયો વડે [૩Fાવવ્યયધુવત્વે.] તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે [ દ્રવ્યર્ચ સાવ: ] દ્રવ્યનું જે અસ્તિત્વ [ દિ] તે ખરેખર (સ્વભાવ) સ્વભાવ છે.
(ટીકા-) “અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે.” શું કહે છે? અસ્તિત્વ ખરેખર દરેક દ્રવ્યનો સ્વભાવ છે. દરેક આત્મા, દરેક પરમાણુ, ભગવાને (વિશ્વમાં) છ દ્રવ્ય જોયાં છે. છ દ્રવ્ય (ક્યાં?) આત્મા, પુદ્ગલ, ધર્માસ્તિ (કાય), અધર્માસ્તિ (કાય), આકાશ ને કાળ. એ દરેક દ્રવ્ય, એનું અસ્તિત્વ એટલે હોવાપણું “ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે” દ્રવ્ય સ્વભાવવાન છે અને અસ્તિત્વ એનો સ્વભાવ છે. આહા... હા! આત્મા... એનું અસ્તિત્વ... હોવાપણું એનો સ્વભાવ છે. અને આત્મા સ્વભાવવાન છે. આત્માનું હોવાપણું પોતાના ગુણ અને પર્યાયથી છે. પરદ્રવ્યને કારણે, આત્માનું હોવાપણું નથી. આહા..આ, આત્મા છે અંદર, સચ્ચિદાનંદ પ્રભુ! એનું હોવાપણું – અર્થાત્ અસ્તિત્વ એ એનો સ્વભાવ છે. (દરેક) દ્રવ્યનું હોવાપણું (એટલે) અસ્તિત્વ એ દ્રવ્યનો સ્વભાવ છે. અને દ્રવ્ય છે એ સ્વભાવવાન છે. આહા.. હા ! ઝીણી વાત છે થોડી.
પ્રવચનસાર' છે આ. ભગવાનની દિવ્યધ્વનિ (છે) પ્રવચનસાર, કુંદકુંદાચાર્ય (નું પ્રાભૃત છે ) “અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે.” “અને તે (અસ્તિત્વ) અન્ય સાધનથી નિરપેક્ષ હોવાને લીધે ” . આહા.. હા! આત્માનું હોવાપણું ને આ (શરીરના) પરમાણુ છે. આ એક ચીજ નથી. (તેના) ટુકડા કરતાં, કરતાં આખરનો છેલ્લો પરમાણુ રહે એ પણ દ્રવ્ય છે. એ દ્રવ્ય પણ પોતાના અસ્તિત્વથી છે. બીજાના અસ્તિત્વથી, તેનું અસ્તિત્વ છે એમ નથી. આહા.... હા ! દરેક રજકણ કે દરેક કર્મનો પરમાણુ, એ પોતાના અસ્તિત્વથી છે. “આત્મા છે' એ તેના અસ્તિત્વથી તે આત્મા છે. પણ એના અસ્તિત્વથી કર્મનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com