________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૧૦૫ વચનવર્ગણા તો ઘણી હતી. ઘણા પરમાણુઓ હતાં. તો એટલા જ કેમ (ભાષારૂપે પરિણમ્યા) (ઉત્તર:) એક એક પરમાણુ પોતાની પર્યાયનું કર્તાકરણ કરનારું (છે) એવું છે. બીજા પરમાણુને લઈને નહીં. આવું છે પ્રભુ ! (વીતરાગ વિજ્ઞાન ) એક એક પરમાણુ, પૂર્વની પર્યાયને પ્રાપ્ત થઈ પણ પોતાની કર્તા- કરણથી, અને એની ઉતર પર્યાય નવી થઈ એ પણ પોતાના કર્તા-કરણ સાધનથી (ઉત્પન્ન થઈ છે) ઉચિત નિમિત્ત હો. નિમિત્તથી થઈ નથી. ઘડા (બન્યા). કુંભારથી ઘડો થયો નથી. વણકરથી વસ્ત્ર વણાયું નથી. સ્ત્રીથી રોટલી થઈ નથી. આત્માથી હાથ - પગ હલતા નથી (હાથ – પગ હાલે છે ) એ પગના રજકણ જે છે, એની અવસ્થા આમ હતી તે આમ થઈ (સીધી હતી તે વળી પગની અવસ્થા) તે નવી અવસ્થા ધારણ થશે, તો એની અવસ્થાનો કર્તા - કરણ એના પરમાણુ છે. આત્માને લઈને પગ હાલે છે, ત્રણ કાળ, ત્રણ લોકમાં નહીં. આહી.. હા. હા..! આવું સ્વરૂપ છે પ્રભુ! (શ્રોતા.) જીવ છે માટે (હાથ - પગ) ચાલે છે ને! (ઉત્તર) બિલકુલ નહીં. એ તો કહ્યું હતું ને ? જીવ છે તે જીવની પોતાની પર્યાયને પ્રાપ્ત જીવ છે. પણ આ જે શરીરની પર્યાય છે. એ પણ એના પોતાના કર્તા –કરણે શરીરની પર્યાય છે. પર્યાય પ્રાપ્ત થાય છે. શરીરપણે, આમ ગતિ કરે છે. એ ઉત્તરપર્યાય થઈ નવી, એ ઉત્તરપર્યાયમાં નિમિત્ત – ઉચિત નિમિત્ત ભલે આત્મા હો. પણ એનાથી આમ હાલવાની પર્યાય (પગની) થાય એમ છે નહીં. એના કર્તા- કરણ એના પરમાણુ છે. કર્તાકરણ આત્મા છે એ બિલકુલ નહીં. આહા.... હા... હા. આવી વાતું છે. વીતરાગ માર્ગ! અત્યારે તો વ્રત પાળોને ! ભક્તિ કરો... ને! પૂજા... કરોને! એ... ય હાલ્યું છે બધું!
અહીંયાં તો કહે છે કેઃ હાથમાં હાથમાં જે કાંઈ ચોખા રાખે આમ મૂકવા, ત્યાં (ભગવાને અર્થ ચડાવતાં) એ ચોખાની પર્યાય, ત્યાં પહેલી હતી અહીં અને પછી આમ ગઈ, એ પર્યાયની પ્રાપ્તિ ચોખાના પરમાણુથી (એના) કર્તા-કરણથી થઈ (છે). આગણળીને લઈને એ ચોખા આંગળીને ભગવાન પાસે ગયા, એમ નથી. આહા... હા.. હા! દરેક દ્રવ્ય-છ દ્રવ્ય ભગવાને જોયાં - એ અનંતા આત્માઓ, અનંતા પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસિ (કાય), એક આકાશ (એ) દરેક દ્રવ્યની જે પૂર્વપર્યાય પ્રાપ્ત છે. એ પણ પોતાના કર્તા ને કરણ, સાધનથી પ્રાપ્ત છે. અને તેનો વ્યય થઈ, નવી ઉત્તર અવસ્થાને ધારણ કરે (છે) દરેક દ્રવ્ય. તેને ઉચિત નિમિત્ત ભલે હો, પણ એ નિમિત્ત એનો કર્તા ને કરણ-સાધન નથી. એ નવી અવસ્થામાં તે તે દ્રવ્યના કર્તાને કરણસાધન એનો સ્વભાવ છે. આહા.... હા.... હા..! દુનિયાથી જુદું છે! આહા... હા !
“અંતરંગસાધનભૂત સ્વરૂપકર્તા” આહા... હા! એ (માટીના) પરમાણુમાંથી ઘડાની પર્યાય થઈ, એ અંતરસ્વરૂપ પરમાણુ પોતે કર્તા ને પોતે કરણ-સાધન છે. કુંભાર તો ઉચિત નિમિત્ત છે. ચાકડો (દોરી આદિ) નિમિત્ત (છે) પણ એ ઘડાની પર્યાય, નિમિત્તથી થઈ નથી. આહા.... હા... હા ! આવું છે! પાણી છે, પાણી તૃષા લાગી હોય ને! એ પાણીની અવસ્થા જે હતી ને આમ ગઈને પછી બીજી અવસ્થા થઈ ગઈ અંદર. એ પરમાણુની પર્યાય પ્રાપ્ત હતી. એના સ્વરૂપકર્તા એ પરમાણુ હતા. આ હાથને લઈને પાણી અંદર આવ્યું, એમ નથી. એ પાણીના પરમાણુ – જે દ્રવ્ય છે – તેની પૂર્વ પર્યાયની પ્રાપ્તિ પણ પોતાના સ્વરૂપકર્તાને કરણ ને સાધનથી છે. અને પાછી પર્યાય બદલે છે, આમ અંદર જતાં એ બદલતી અવસ્થાના કર્તા-કરણ તે પરમાણુ છે. આહા... હા.. હા! પાણી છે એ ઊનું થાય છે. અગ્નિ ઉચિત નિમિત્ત છે પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com