________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૧૦૧
આહા..... હા ! મારો પ્રભુ મારી પર્યાયને ભોગવે, પણ પ૨ને ભોગવે નહીં ત્રણ કાળમાં, તો એને પર્યાયનું ભોગવવું (છે). કારણ કે એ દ્રવ્યનું લક્ષણ છે. ભોગવવું લક્ષણ છે એમાંથી તો આત્માનું લક્ષ્ય કરવાનું છે, દ્રવ્યનું લક્ષ્ય કરવાનું છે, (આત્મામાં) અભોકતૃત્વ (ગુણ) છે. પ૨નો અભોકતા પર્યાયથી (છે) પણ એમાંથી લક્ષ્ય દ્રવ્યનું કરવાનું છે. ત્રિકાળી દ્રવ્ય છે આત્મા, એના ઉપર લક્ષ્ય કરવાનું છે. આવું ઝીણું હવે કેટલાકે તો જિંદગીમાં સાંભળ્યું ન હોય. (તેથી તેને એવું લાગે કે) આવો તે નવો માર્ગ ક્યાંથી કાઢયો છે? ( શ્રોતાઃ ) નવો છે કે જૂનો ! (ઉત્ત૨:) આ તો અનાદિનો છે બાપુ !
(અહીંયા કહે છે કેઃ) “પર્યાયો તે આયતવિશેષો ” એ આપણે આવી ગયું છે. (૯૩મી ગાથાની ટીકામાં ) વિસ્તારસામાન્યસમુદાય. અને આયત એટલે ક્રમે ક્રમે પર્યાય થાય આમ અવસ્થા, હાલત દરેક પરમાણુમાં, દરેક આત્મામાં એક પછી એક અવસ્થા પર્યાય બદલે. એ આયત એટલે લંબાઈથી થાય છે. ભાઈ! એક સાથે બધી પર્યાય એમ નથી. એક પછી એક, એક પછી એક, એક પછી એક (થાય છે) એ આયતવિશેષો (છે). “તેઓ પૂર્વે જ (૯૩મી ગાથાની ટીકામાં ) કહેલા ચાર પ્રકારના છે.” લ્યો! પર્યાયો કીધા' તા ને...! સમાનજાતીય દ્રવ્યપર્યાય, અસમાનજાતીય દ્રવ્યપર્યાય અને ગુણપર્યાયો સ્વભાવપર્યાય ને વિભાવ પર્યાય (એમ ચાર પ્રકારના પર્યાયો છે).
આહા... હા!
દ
વસ્તુ જે છે સાથે લક્ષ્ય -
'
દ્રવ્ય તે ઉત્પાદાદિક સાથે ”. હવે વસ્તુ જે છે આત્મા. દ્રવ્ય તે ઉત્પાદાદિક સાથે આત્મા અને આ પરમાણુ જે છે. એને ઉત્પાદ- વ્યય-ધ્રુવ સાથે અથવા ગુણપર્યાયો લક્ષણભેદ હોવા છતાં. શું કીધું ? ઉત્પાદ વ્યય - ને ધ્રુવ તે લક્ષણ છે અને ગુણ પર્યાય તે લક્ષણ છે. અને દ્રવ્ય તે, તેનું લક્ષ્ય છે. એ લક્ષ્યને લક્ષણનો ભેદ હોવા છતાં “સ્વરૂપભેદ નથી ” એમાં પ્રદેશભેદ નથી, એ કાંઈ જુદા નથી. એક પરમાણુના ભેદથી જેમ બીજો ૫૨માણુ જુદો છે, એક આત્માથી ( બીજો આત્મા જુદો છે) એવું જુદાપણું આ ત્રણમાં (ઉત્પાદ- વ્યય-ધ્રુવ અથવા ગુણપર્યાય ) માં જુદાપણું (દ્રવ્યને ) નથી. એના પ્રદેશો જુદા નથી. આંહી. (અત્યારે એ કહેવું છે હો ! વળી ‘સંવર અધિકાર’ની વાત આવે ત્યારે ઉત્પાદની પર્યાયના પ્રદેશ ક્ષેત્ર ભિન્ન એ વળી જુદી વસ્તુ આહા ! ... હા ! હા! એ પર્યાય એક સમયની છે તેટલાનું ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર, બેય જુદા જુદા ગણ્યા છે, અહીંયાં એ વાત નથી લેવીં. અહીંયાં તો ફકત ઉત્પાદ- વ્યય-ધ્રુવનું વસ્તુ ને જ દ્રવ્ય છે. લક્ષ્યલક્ષણભદ હોવા છતાં વસ્તુભેદ નથી. ઉત્પાદ-વ્યય ને ધ્રુવ પોતાના જ પ્રદેશમાં છે. ગુણ ને પર્યાય પણ પોતાના જ ક્ષેત્રમાં છે, આ... રે... આ ક્ષેત્ર ને પ્રદેશ ને શું આ તે વાત હશે ?! બાપુ! ધરમની વાત એવી ઝીણી છે. આહા... હા! પંચાણુમી ગાથા હૈં! પંચાણુ ગાથા હાલે છે આ... “સ્વરૂપથી જ દ્રવ્ય તેવું (ઉત્પાદાદિવાળુ અથવા ગુણપર્યાયવાળું) છે –દરેક વસ્તુ સ્વરૂપથી તો ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને ગુણ -પર્યાયવાળું છે! હવે એનો દષ્ટાંત કહેશે. ‘વસ્ત્રની જેમ.”
66
વિશેષ કહેશે....
=
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
-