________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૮૮ જેવી રીતે જેણે મલિન અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું વસ્ત્ર, ધોવામાં આવતાં, નિર્મળ અવસ્થાથી (-નિર્મળ અવસ્થારૂપે, નિર્મળ અવસ્થાની અપેક્ષાએ) ઊપજતું થયું તે ઉત્પાદ વડ લક્ષિત છે; પરંતુ તેને તે તે ઉત્પાદ સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું ( અર્થાત્ ઉત્પાદસ્વરૂપે જ પોતે પરિણત છે); તેવી રીતે જેણે પૂર્વ અવસ્થા પ્રાપ્ત કરેલી છે એવું દ્રવ્ય પણ કે જે ઉચિત બહિરંગ સાધનોની * સંનિધિના સભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તે – અંતરંગ સાધનભૂત સ્વરૂપકર્તાના અને સ્વરૂપકરણના સામર્થ્યરૂપ સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર અવસ્થાએ ઉપજતું થયું તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ઉત્પાદની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર નિર્મળ અવસ્થાથી ઊપજતું અને મલિન અવસ્થાથી વ્યય પામતું થયું તે વ્યય વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે; તેવી રીતે તે જ દ્રવ્ય પણ ઉત્તર અવસ્થાથી ઊપજતુ અને પૂર્વ અવસ્થાથી વ્યય પામતું થયું તે વ્યય વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર એકી વખતે નિર્મળ અવસ્થાથી ઊપજતું, મલિન અવસ્થાથી વ્યય પામતું અને ટકતી એવી વસ્ત્રત્વ-અવસ્થાથી ધ્રુવ રહેતું થયું વ્રવ્ય વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ધ્રૌવ્યની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. તેવી જ રીતે તેજ દ્રવ્ય પણ એક વખતે ઉત્તર અવસ્થાથી ઉપજતું, પૂર્વ અવસ્થાથી વ્યય પામતું અને ટકતી એવી દ્રવ્યત્વ – અવસ્થાથી ધ્રુવ રહેતું થયું ધ્રૌવ્ય વડ લક્ષિત થાય છે; પરંતુ તેને તે ધ્રૌવ્યની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.
વળી જેવી રીતે તે જ વસ્ત્ર વિસ્તારવિશેષોસ્વરૂપ (શુક્લત્યાદિ) ગુણો વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે, તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ વિસ્તારવિશેષોસ્વરૂપ ગુણો વડ લક્ષિત થાય છે; પરંતુ તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. વળી જેવી રીતે તે જ વસ્ત્ર આયતવિશેષોસ્વરૂપ પર્યાયવર્તી (-પર્યાય તરીકે વર્તતા, પર્યાયસ્થાનીય) તંતુઓ વડે લક્ષિત થાય છે; પરંતુ તેને તે તંતુઓની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે, તેવી જ રીતે તે જ દ્રવ્ય પણ આયતવિશેષોસ્વરૂપ પર્યાયો વડ લક્ષિત થાય છે, પરંતુ તેને તે પર્યાયોની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. ૯૫.
–
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
–
–
––
–
––
–––
–––
–––
––
* સંનિધિ=હાજરી નિકટતા.
૧. દ્રવ્યમાં પોતાનામાંજ સ્વરૂપકર્તા અને સ્વરૂપકરણ થવાનું સામર્થ્ય છે. આ સામર્થ્યરૂપ સ્વભાવ જ પોતાના પરિણમનમાં (અવસ્થાંતર કરવામાં) અંતરંગ સાધન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com