________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૯૧ એવો છે. અને તેના ગુણ- પર્યાયથી (જણાય એવો છે) ગુણ એ ધ્રુવ છે અને પર્યાય છે એ ઉત્પાદ – વ્યય. પેલા ત્રણ (લક્ષણ કહ્યા) ઉત્પાદ – વ્યય – ધ્રુવ (ત્રય) અને ગુણ ને પર્યાય (દ્રય) બે (લક્ષણ કહ્યા). એ ત્રણ થઈને પણ સ્વભાવભેદ કર્યા વિના દ્રવ્ય છે. અને ગુણ-પર્યાય (બે થઈને) પણ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે આ પૈસો નહીં હો! આહા... હા.. હા !
દ્રવ્ય એટલે વસ્તુ અનાદિ. પરમાત્મા - આત્મા અનાદિ છે એમ આ પરમાણુ – શરીર જે જડ- માટી છે એમાં જે પરમાણુ છે એ અનાદિ છે. (શરીર તો પરમાણુનો પિંડ છે) એ પરમાણુના ઉત્પાદ- વ્યય- ધ્રુવથી પરમાણુ દ્રવ્ય જણાય. કાં એના ગુણો કાયમ રહેનારા અને એની બદલતી અવસ્થાથી જણાય, એમ ભગવાન આત્મા, એના ઉત્પાદ- વ્યય – ધ્રુવથી જણાય કાં ગુણ-પર્યાય (થી જણાય) કહો એ બધું એક જ છે. ગુણ-પર્યાયથી તેનું દ્રવ્ય લક્ષ્ય થાય. લક્ષ કરનાર છેપર્યાય ને ઉત્પાદ. વ્યય અને લક્ષ (જેનું) થાય (તે) ધ્રુવ (છ) – દ્રવ્ય જે વસ્તુ છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો સાગર અનંત ગુણનું ધામ, અનંત ચૈતન્યરત્નાકર તે આત્મા છે. એની દૃષ્ટિ કરવા માટે (અહીંયા) કહે છે કે તેના ઉત્પાદ -વ્યય-ધ્રુવથી તે જણાય એવો છે. (એ લક્ષણથી લક્ષિત થાય છે). કેમકે દષ્ટિ જે થાય છે તે ઉત્પાદ છે. પ્રથમ ધરમ-સમ્યગ્દર્શન થાય એ પણ ઉત્પાદ છે. પૂર્વની પર્યાયનો વ્યય છે. અને કાયમ ટકતા એને ધ્રુવને ગુણ અને દ્રવ્ય છે. એટલે દષ્ટિનો વિષય (ધ્યેય ) ત્રિકાળીદ્રવ્ય છે. ઉત્પાદથી તે જણાય એવું દ્રવ્ય છે. આ રે! એ રાગ ને દયા-દાન ને વ્રત – ભક્તિ. એ વિકારની પર્યાય છે તો એની પર્યાય, પણ એનાથી ખસીને જાણવું છે દ્રવ્ય. એટલું જેનું લક્ષ્ય થાય એ દ્રવ્ય, ઉત્પાદ – વ્યય ધ્રુવ (નું એકરૂપ) તે દ્રવ્ય, ગુણ ને પર્યાય તે દ્રવ્ય એ ઉત્પાદ વ્યયમાં વિકારી પર્યાય પણ આવી ગઈ ગુણપર્યાયમાં વિકારી – અવિકારી બે ય (પર્યાય) આવી ગઈ. આંહી તો એને લક્ષણ કહ્યું છે. એ લક્ષ્ય આખું પૂર્ણાનંદ પ્રભુ! એની ઉત્પાદઅવસ્થા (એટલે) નવી અવસ્થા ઉત્પન્ન થાય પૂર્વની અવસ્થા વ્યય થાય એ બદલીને નાશ થાય અને કાયમ સદેશપણે રહેનારો ભગવાન ધ્રુવ (છે) એનો ગુણ છે એ કાયમ રહેનાર છે, પર્યાય તે ઉત્પાદ- વ્યયવાળી છે. (એ) ગુણ, પર્યાયથી પણ તે જણાય (અને) ઉત્પાદ-વ્યય-ધ્રુવથી સ્વભાવભેદ કર્યા વિના તે જણાય. આહા... હા ! હવે આવું (તત્ત્વસ્વરૂપ) કો ઈ ' સાંભળ્યું ન હોય ! અને એમને એમ ધરમ થઈ જાય બહારથી? (ન થાય.) (અત્યારે તો ચાલ્યું છે) દેવ-ગુરુની ભક્તિ કરો બસ, એનાથી (ધર્મ) થઈ જશે. ધૂળેય નહીં થાય સાંભળને...!
(અહીંયા કહે છે કેઃ) (દેવ - ગુરુની ભક્તિનો વિકલ્પ) એ તો રાગ છે, રાગ આહી (પર્યાયમાં) થાય છે. આત્માની પર્યાયમાં થાય છે. એ લક્ષણથી
દ્રવ્ય જણાય. એને છે પણ લક્ષણ કહ્યું (પર્યાય છે ને..!) આહા... હા! “પંચાસ્તિકાય” માં લીધું છે ને...! (ગાથા ૬૨ ) ભલે એ વિકારપર્યાય ઉત્પન્ન થાય. અને (પર્યાય ) વિકાર રહિત થાય. એ [ ધૃવગુણ રહે. અને વિકારી, અવિકારી પર્યાય-એ પર્યાયને ગુણથી જણાવાલાયક તો દ્રવ્ય છે! અર! હવે આવું (વસ્તુનું સ્વરૂપ અલૌકિક ) નવરાશ ક્યાં આમાં? (આ સ્વરૂપ સમજવા) ઝીણી વાત છે! લોકો
છે એમ કયે કે (એકાંત છે. એકાંત છે) બાપ ! અનંતકાળ-અનંતકાળ વીત્યો ભાઈ ! એ દ્રવ્યવસ્ત શું છે? ચૈતન્યભગવાન કોણ છે? એની એને (કાંઈ ) ખબરેય નથી. (અજ્ઞાની લોકો કહ્યા કરે) બહાર દેખાતો વિષય છોડો ને બાયડી-છોકરાં છોડો ને દુકાન-ધંધા છોડો (પણ એમાં) ધૂળેય (ધર્મ) નથી. અનંતવાર છોડ્યા છે!! એ ક્યાં (આત્માએ ) ગ્રહણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
( રાગને