________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૯૪ અવયવો આદિ દેખી એની વૃિભતિ અને એના સ્મરણમાં તું રોકાઈ ગયો પ્રભુ! તારું સ્મરણ તે ન કર્યું. આહા.... હા! સ્મરણ છે ઉત્પાદની પર્યાય પણ એ ઉત્પાદની પર્યાય દ્રવ્યને જણાવે છે. એનું (દ્રવ્યનું) લક્ષ ન કર્યું પણ ઉત્પાદમાં (ઓલી (શરીરની) વિભૂતિ દેખીને (એનું લક્ષ કર્યું). આહા. હાં.. હા! શરીર સુંદર છે ને.. રૂપાળું છે ને.. આ (સ્ત્રીના) શરીરના અવયવો (અંગો) છે ને...! (એનું જ લક્ષ કર્યું) પણ ભૂલમાં પડી ગ્યો હો ! ભૂલ-ભૂલામણી નથી! (શ્રોતા) એ વડોદરામાં છે. (ઉત્તર) જોયું છે. એ શું કહેવાય મેંદી. મેંદીની (ભૂલ–ભૂલામણી) ત્યાં વડોદરામાં છે મોટી (સંવત) ૬૩ની સાલમાં મહિનો કેસ ચાલ્યો હતો ને..! મહિનો (ત્યાં હતા) ત્યાં ગયા. તો અંદર ગર્યા પણ હવે નીકળવું કઈ રીતે? વડોદરામાં એક મોટી છે ભૂલભલામણી! મેંદીની બનાવેલી. એમાં ગર્યા તો નીકળી શકાય નહીં. ઓલો માણસ ઊભો હતો કે કહ્યું નીકળવું કઈ રીતે? ૬૩ની વાતો છે સંવત-૧૯૬૩.
સત્તર વર્ષની ઉંમર હતી. ૭૩ વરસ પહેલાંની વાત છે. વડોદરામાં મોટો કેસ ચાલતો હતો અમારો અફીણનો મોટો કેસ ચાલતો હતો. એ ભૂલ-ભૂલામણી જોવા ગયેલા. ઘણા માણસો અમારી હારે હતા. ગ ત અંદર કોઈને પૂછયા વિના, હવે નીકળવું કઈ રીતે આમાં (થી), (ત્યાં) માણસ હતો (ક) પૈસા લે તું પણ હવે આનું (નીકળવાનું) બતાવો. (તેણે કહ્યું) આમ થઈને આમ જાવ, એટલે નીકળી ગ્યા. એ ભૂલભલામણી કહેવાય. એમ આત્મા અનાદિનો, પોતાની વિભૂતિને ભૂલી, પોતાની અંદર આનંદનો નાથ, અતીન્દ્રિય સાગર છે એને ભૂલી અને પરની રિદ્ધિ ભૂલભલામણી – જે
સ્ત્રી - પુરુષના શરીરની ને પૈસાની, મકાનની, કીર્તિની ભૂલભૂલામણીમાં ફસી ગયો, હવે નીકળવું શી રીતે? (સદ્ગુરુ) કહે છે નીકળવાનો એ ઉપાય છે એને (એ વિભૂતિને) તું ભૂલી જા. એના ઉત્પાદવ્યય-ધ્રુવથી તો એ પરમાણુ (દ્રવ્ય) શરીરાદિના લક્ષ્ય થાય. અને આત્મા તો એના ઉત્પાદ - વ્યયધ્રુવથી તેને જણાય. એવું (વસ્તુસ્વરૂપ) તને ન જાણવામાં આવ્યું છે (તેથી ભૂલભલામણીમાં અટવાયો છે) તને જાણવામાં તો ત્યારે આવે કે તારો જે ઉત્પાદ છે, પર્યાય થાય છે, એ લક્ષણ (તારા) દ્રવ્યનું છે ત્યાં જા તો તને તું મળે. પર્યાયમાં દ્રવ્યસ્વભાવની સ્મૃતિ પ્રગટ કર. પર્યાયમાં દ્રવ્યસ્વભાવ (છે) કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ સ્વભાદભેદ કર્યા વિના લક્ષણ છે. આહા... હા... હા ! સમજાણું?
શું (તત્ત્વની વસ્તુસ્થિતિ) થોડી વાતમાં (કહી છે)!! આ તો (આ વસ્તુસ્થિતિ જાણ્યા વિના ધર્મ થઈ જાય) એમ ને એમ. વ્રત કર્યા ને દયા પાળી, કાંઈક શાસ્ત્ર ભણ્યોને (હજારો શ્લોક ) મોઢે કર્યા. (એમાં) ધરમ) ધૂળેય નથી. શાસ્ત્ર અનેકવાર મોઢે કર્યા સાંભળને....! શાસ્ત્ર પર વસ્તુ છે. એને યાદ કરતાં, તારું સ્વરૂપ જે છે એ પર્યાયમાં ભુલાઈ જાય છે. અહીંયાં તો આત્મા અંદર સચ્ચિદાનંદ પ્રભુ! એની નવી પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની અવસ્થા વ્યય થાય, સમકિતની ઉત્પત્તિ થાય, મિથ્યાત્વનો વ્યય થાય ને ગુણપણે ધ્રુવ ત્રિકાળ રહે, એવા લક્ષણથી તે (આત્મા) જણાય એવો છે! આહા... હા! આ કઈ જાતની વાત! (આ પોતાની જાતની વાત ) બાપુ, સત્ય માર્ગ આ જ છે ભાઈ (બાકી) બધા મારગ બહારના (રખડવાના છે ભાઈ !).
(અહીંયાં કહે છે કે:) દ્રવ્યનો “સ્વભાવ તે અસ્તિત્વ સામાન્યરૂપ. અન્વય.” છે.... છે... છે. એ તો સામાન્યસ્વરૂપ થયું. હવે એ અસ્તિત્વના બે પ્રકાર. (૧) સ્વરૂપ- અસ્તિત્વ ને (૨) સાદશ્ય -
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com