________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૯૨ કર્યું તે તે છોડે ? પરવસ્તુનો ગ્રહણત્યાગ આત્મામાં છે જ નહીં! આ... હા ! આકરી વાત છે ભાઈ !
(કહે છે) આત્મા પ્રભુ છે. એના ગુણ, પર્યાયથી ને ઉત્પાદ-વ્યય-ધ્રુવથી સ્વભાવભેદ કર્યા વિના તે જણાય. એ પરવસ્તુનો તો એમાં ત્યાગ જ છે અનાદિથી પરવસ્તુ તો એણે (આત્માએ) ગ્રહી નથી. ભગવાન આત્મા, એણે એક પરમાણુ પણ ગ્રહ્યો નથી તો બાયડી-છોકરાં ને પૈસા – દુકાનને એને ગ્રહ્યાં” તા અને એણે છોડ્યા, એ વાત (એના) સ્વરૂપમાં નથી ! આહ. હા! કે અમે બાયડી હતી તે છોડી, હજારો રાણીઓ છોડી દીક્ષા લીધી. એથી એ દીક્ષા ચારિત્ર છે એમ નથી ! આહા. હા ! પરના ત્યાગગ્રહણથી રહિત પ્રભુ (આત્મા) ત્રિકાળ છે. હવે એ ત્રિકાળી જે વસ્તુ છે, એની દષ્ટિ કરવી હોય ને એને ઓળખવો હોય, તો એના ગુણ, પર્યાય અને ઉત્પાદ- વ્યય-ધ્રુવનો સ્વભાવ છે. સ્વભાવ જુદો પાડીને આત્મા જણાય એમ નથી !!
આહા... હા! છે? નીચે છે. (ફૂટનોટમાં અર્થ છે) ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યયઃઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્યએ ત્રિપુટી (ત્રણનો સમૂહ ), ગુણપર્યાયદ્વયત્રગુણ ને પર્યાય -એ યુગલ (બેનો સમૂહ ). લક્ષિત થાય છે - લક્ષ્યરૂપ થાય છે; ઓળખાય છે. ઉત્પાદ –વ્યય-ધ્રૌવ્ય તથા ગુણ-પર્યાય તે લક્ષણો છે અને દ્રવ્ય તે લક્ષ્ય છે. આહા... હા! હવે આવી વાતું બાપુ !
(અહીંયાં શું કહે છે) આ તો જડ છે શરીર છે, માટી – ધૂળ છે. કર્મ અંદર છે એ પણ માટી - ધૂળ છે. સ્ત્રી કુટુંબ પરિવાર એ તત્ત્વ અન્યવસ્તુ છે. એમાં કાંઈ તારો સ્વભાવ છે ને તારી પર્યાયમાં એ છે એમ છે. નહીં. હા! તારી પર્યાયમાં વિકારી ને અવિકારી દશા થાય. અને કાયમ રહેનારું ધ્રુવ રહે. તો એ ધ્રુવ અને ઉત્પાદ-વ્યયથી લક્ષ્ય તો દ્રવ્ય કરવાનું છે કે કોના છે આ? સમજાણુ કાંઈ...? ઝીણી વાત છે ભાઈ ! (તત્ત્વની વાત ). અનંતકાળમાં એણે આત્મતત્ત્વનો વાસ્તવિક વિચાર જ કર્યો નથી એમ ને એમ જીવન ગાળ્યાં અને તે ક્રિયાકાંડ જ કર્યા છે, એમાં જાણે ધરમ થઈ ગયો. માન્ય (છે). આહા... હા !
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રયથી અને ગુણ-પર્યાય દ્વયથી નક્કી થાય છે, તે દ્રવ્ય છે. છ યે દ્રવ્ય હો ! (બધા દ્રવ્યોની વાત છે). આ (એક) પરમાણુ છે, એ ગતિ કરે છે એવી જે પર્યાય, અને સ્થિર રહે છે એવી જે પર્યાય, (એટલે) ઉત્પાદ-વ્યય, અને કાયમ રહે છે એવું જે ધ્રુવ-એ ઉત્પાદ-વ્યયથી અને ધ્રુવથી તે પરમાણુ (દ્રવ્ય ) જણાય છે, એ આમ (પરમાણુ ) ની ગતિ થઈ એટલે એ ગતિ આત્માએ કરી (એમ છે નહિ, એ ગતિની પર્યાય પરમાણુથી થઈ છે). આહા. હા! શું વસ્તુ (સ્થિતિનું સ્વરૂપ !) આ શરીર ચાલે છે. આમ એ આત્માથી એ ઉત્પાદ છે, એમ નથી, (પણ) એ ઉત્પાદવ્યય-ધ્રુવથી તો પરમાણુ જણાય છે. આહા... હા! અરે... રે! આવી સત્ય વાત (બીજે) ક્યાં છે? લોકો ઓધે – ઓધે આખી જિંદગીયું ગાળે ! તત્ત્વની વાતની ખબર ન મળે! આહા... હા!
(અહીંયાં) કહે છે કે એ ઉત્પાદ- વ્યય-ધ્રુવ ને ગુણ – પર્યાયય તે લક્ષણ, (તે લક્ષણથી) લક્ષિત તે દ્રવ્ય છે. પરમાણુ હોય આ રજ કણ, આ શરીર) કંઈ એક ચીજ નથી આના કટકા કરતાં – કરતાં એનાં છેલ્લો પોઈટ (અંશ) રહે તે પરમાણુ (છે). એ પરમાણુ પણ તેના ઉત્પાદ- વ્યય-ધ્રુવ ને ગુણ-પર્યાય, સ્વભાવભેદ કર્યા વિના તેના લક્ષણથી લક્ષ્ય છે. આહા. હા! (આ તત્ત્વ) ઝીણું છે!) (આ હાથને, પરમાણુને) બીજા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com