________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૫
પ્રવચનસાર પ્રવચનો ૯૦ જે, “દ્રવ્ય” ભાખ્યું તેહને. ભગવાને આમ કહ્યું (છે) સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે, તેને “દ્રવ્ય' કહે છે. તેને પરમાત્માએ, વીતરાગ કેવળી પરમાત્માએ, ગણધરો ને ઇન્દ્રોની વચ્ચે તેને ‘દ્રવ્ય કહ્યું છે.
ટીકા- “અહીં (આ વિશ્વમાં) જે” , ઝીણી વાત છે. દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી? દ્રવ્ય (જે) એક (રૂપ છે) ઉત્પાદ-વ્યય (હોવા છતાં) સ્વભાવભેદ કર્યા વગરનું અભેદ છે. સ્વભાવભેદ કર્યા વિના, ઉત્પાદ- વ્યય-ધ્રૌવ્યત્રયથી”. નવી અવસ્થા ઉત્પન્ન થાય, પુરાણી અવસ્થા વ્યય-નાશ થાય, અને ધ્રુવપણે કાયમ રહે. આહા.. હા! દરેક વસ્તુમાં આવો સ્વભાવ છે. આત્મા પણ પોતાના ઉત્પાદ - વ્યય કરીને ધ્રુવ સહિત (ટકતું) તે દ્રવ્ય છે. એના ઉત્પાદ- (વ્યય ) માટે બીજાની (બીજા દ્રવ્યની) જરૂર નથી. તેમ બીજા દ્રવ્યના- આત્મા સિવાય શરીર, વાણી આદિ બધી ચીજો, એની અવસ્થા જે ઉત્પન્ન થાય, એ એના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ, સ્વભાવભેદ કર્યા વિના, એનું દ્રવ્ય સ્વરૂપ છે. એના ઉત્પાદની પર્યાય કરવા માટે (કોઈ) બીજું દ્રવ્ય (એ ઉત્પાદ અવસ્થા) કરે એમ બને નહીં. ઝીણી વાત છે, ભાઈ ! તત્ત્વની વાત અનંતકાળમાં એણે સાંભળી નથી. સમજયો નથી! આહા...! સ્વભાવભેદ કર્યા વિના દ્રવ્ય-વસ્તુ “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રયથી અને ગુણપર્યાયદ્વયથી લક્ષિત થાય છે. દરેક વસ્તુ (નું સ્વરૂપ આ છે). એમ આત્મા (માં) નવી અવસ્થા ઉત્પન્ન થાય, પુરાણી (અવસ્થા) વ્યય થાય. ધ્રુવ (અવસ્થા ટકે) અને ગુણ જે ધ્રુવ (છે) પર્યાય (એટલે) અવસ્થા. અને ધ્રુવ (દ્રવ્ય) એ ત્રણ ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને ગુણને પર્યાય એનાથી દ્રવ્ય લક્ષ્ય થાય છે. એ લક્ષણો છે. ને એનાથી દ્રવ્ય જણાય છે. આહા.. હા...!
આ આત્મદ્રવ્ય, સચ્ચિદાનંદ પ્રભુ, પૂરણ સ્વરૂપથી ભરેલો પ્રભુ! એ પણ એના ઉત્પાદવ્યય-ધ્રુવ અને ગુણ-પર્યાયથી જણાય છે, (એ) દેવ – ગુરુ – શાસ્ત્રથી કે પર શાસ્ત્રથી એ જણાય એવો નથી, એમ કહે છે. (શ્રોતા:) કાલે આપે એમ કહ્યું કે ગુગમ વિના જણાય નહીં. (ઉત્તર) એ તો ગુગમ એટલે તેને નિમિત્ત હોય એવું. આ ભવમાં કાંઈ કે પરભવમાં કંઈક સસમાગમ હોય. સાચો સત્ સમાગમ હોય એટલું. બાકી એનાથી પામે છે, એમ નથી. એમ તો દેશનાલિબ્ધ હોય છે. એથી એનાથી પામે છે, એમ નથી. એનું (આત્મદ્રવ્યનું) ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુનું લક્ષણ ઉત્પાદ - વ્યય – ધ્રુવ થી તે જણાય કાં ગુણ એટલે ધ્રુવ અને પર્યાય (એટલે ) ગુણ – પર્યાયથી જણાય.
એમ આ (શરીર) પરમાણુ છે જડ-ધૂળ. એ એક-એક પરમાણુ પણ એના ઉત્પાદ- વ્યયધ્રુવથી જણાય અને તેના ગુણ-પર્યાયથી જણાય. ઝીણી વાત છે ભાઈ ! સર્વજ્ઞ, પરમેશ્વર, ત્રિકાળજ્ઞાની પરમાત્માની આ વાણી (છે). બહુ (તત્ત્વ) ઝીણું! (અહીંયાં કહે છે) સ્વભાવભેદ કર્યા વિના ઉત્પાદવ્યય-ધ્રુવ અને ગુણ-પર્યાયનો સ્વભાવભેદ કર્યા વિના વસ્તુ છે. આહા... હા! ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ એનો સ્વભાવ છે અને ગુણ-પર્યાય (પણ) એનો (દ્રવ્ય-વસ્તુનો) સ્વભાવ છે. હવે આમ – કંઈ સમજવું નહીં, બહારથી કંઈ ભક્તિ કરીએ ને પૂજા-દાન દયા કરીએ ને ધર્મ થઈ જાય? ભાઈ ! (વીતરાગી તત્ત્વની) ઝીણી વાત છે બાપુ! ( એવી ક્રિયા) તો અનંતવાર કરી છે. અહીંયાં તો (કહે છે) દ્રવ્ય જે ચૈતન્યભગવાન! પૂર્ણાનંદને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ આત્મા (છે) એ એના ઉત્પાદ વ્યય-ધ્રુવથી સ્વભાવભેદ કર્યા વિના, તેનાથી જણાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com