________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૮૬ (આત્મારૂપ વર્તન) છે. એ આત્માનું વર્તન છે. આહા.... હા... હા.! એ ઉપવાસ કરું છું ને વ્રત લીધાં છે ને (પણ) વ્રત એટલે સંવર, તપ (એટલે ) નિર્જરા. (એ વ્રત ને ઉપવાસના શુભવિકલ્પ નહીં) એ પરદ્રવ્યના ગ્રહણત્યાગ (માં) મિથ્યાષ્ટિ રોકાઈ ગ્યો ત્યાં. “માત્ર અચલિત ચેતના ચેતના ભગવાન. ચળે નહીં એવી ચેતના પર્યાય, જે સ્વદ્રવ્યના આશ્રયે થાય. એમ માનવું- પરિણમવું તે આત્મવ્યવહાર (છે). આત્માનું વર્તન છે.
“જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે”શરીર મારું, વાણી મારી, હું રૂપાળો, મારું શરીર મજબૂત લ જેવું, મારું શરીર પાતળું સાંઠી જવું, અરે શરીર (તારું) હતું કેદી” આ તો માટી છે. એ આત્માનું હતું કેદી' ને આત્મામાં છે કેદી ' ..? મારી કાઠી પાતળી છે એમ કહે છે ને! અને મારું લઠ્ઠ જેવું (શરીર). આહા... હા! (એમ) “જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીણી થાય છે.” મિથ્યાત્વની શ્રદ્ધામાં તે રાગી વૈષી થાય છે. “અને એ રીતે પારદ્રવ્યરૂપ કર્મ (કાર્ય) સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે. પરસમય એટલે મિથ્યાદષ્ટિ છે. અનાત્મા છે. આહા. હા. હા! “અને જેઓ ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે.” ભગવાન આત્મા..! ભાષા આમ કરી જોઈ..? ભગવાન આત્મા સ્વભાવ, શુદ્ધ ચેતન આનંદ જ્ઞાતા- દ્રષ્ટા - આનંદ- એમાં જે - સ્વભાવમાં જ સ્થિત છે. “તે અનેકાંતષ્ટિવાળા”. કો હવે આને અનેકાંત કહું..! ઓલા ( અજ્ઞાની કહું ) આને ય માનો ને આને ય માનો અનેકાંત, વ્યવહારથી ય થાય ને નિશ્ચયથી પણ થાય એ અનેકાંત (એમ એ કહે છે) અહીંયા કહે છે કે વ્યવહારથી ન થાય અને નિશ્ચયથી જ થાય એનું નામ અનેકાંત છે. બહુ ફેર બાપુ...! નવા સમજનારને તો એવું લાગે કે.. નહીં! શું આ તે કહે છે) આ તે કંઈ જૈન ની વાત છે...? (જૈનમાં તો) દયા પાળો છે –કાયની (એવી વાત હોય, આ નિશ્ચય - વ્યવહારની વાત..!) સંવત્સરી ઉપર કાગળ લખે તો (આ લખે કે) છ કાયના પિયર, છ કાયના, રખવાળ, છ કાયના ગોવાળ, (એમ લખે) નહીં.? કાગળમાં લખતાં ને સંવત્સરીને દી' ? આહા... હા..! કોના ગોવાળ (ને કોના રખવાળ) બાપાઆહા... હા! “તે અનેકાંતદષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતાં” રાગ છે જે વ્યવહારનો- દયા, દાનનો તેનો આશ્રય નહિં કરતાં “આત્મવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગી દ્રષી થતા નથી.” આહા....! એ “જ્ઞાતા-દષ્ટા” ના ભાવમાં રહે છે. “અર્થાત્ પરમ ઉદાસીન રહે છે.” અને એ રીતે પારદ્રવ્ય (સ્વ) રૂપ કર્મ (કાર્ય) સાથે સંબંધ નહિ કરતાં, કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય (આત્મા) છે. આહા... હા..! આવી વ્યાખ્યા (છે). ઓલી તો (વ્યાખ્યા કરે) કે ત્રસ કોને કહીએ...? કે હાલ-ચાલે એને ત્રસ જીવ કહીએ. સ્થાવર (જીવ) કોને કહીએ..? કે સ્થિર રહે તેને સ્થાવર (કહે છે). અહીંયાં કહે કે આત્મા એને કહીએ કે જે પુણ્ય - પાપપણે ન પરિણમે અને શુદ્ધવીતરાગ (ભાવ) પણે પરિણમે એને આત્મા કહીએ અરે... રે...! આ (અજ્ઞાની જનો સાથે) ક્યાં મેળ ખાય..? એ ભાઈ...? કલકત્તામાં ક્યાંય ન મળે..! (આ વાત) કલકત્તામાં ધૂળ (પૈસો) છે. આહા....! એ ચોરાણું ગાથા થઈ. હવે પંચાણું (ગાથા).
વિશેષ આવશે...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com