________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૮૦ (૧૨) “ભવના ભયને ભેદનારા બધા (શબ્દો) ભાભા (એટલે) (ભથી શરૂ થનારા) “ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે ” ભગવાન ત્રણ લોકનો નાથ, એના પ્રત્યે “શું તને ભક્તિ નથી? તો તું ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છે.' આહા... હા! ભગવાનનું સ્વરૂપ આવ્યું છે ને...! જ્યાં (પાંચમી ગાથામાં) “અનામતથા સખાવો વેરૂં સન્મતો વવાયસેસલોસો સયત ||પ્પા હવે મત્તો ફાા પ્રભુ! ત્રણ લોકનો નાથ જિનેશ્વરદેવ! પરમાત્મા તો બિરાજે છે મહાવિદેહમાં (સીમંધરનાથ ). મહાવીર આદિ તો પ્રભુ મોક્ષ પધાર્યા, સિદ્ધાલયમાં ગ્યા. આ “નમો અરિહંતાણં” એ અરિહંતપદમાં વર્ણવ્યો. “ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે તને ભક્તિ નથી? ' એમ (મુનિરાજ ) કહે છે. એ તો હજી શુભરાગ છે. આહા.. હા... હા.... હા...!
અહીંયા હવે પરમાત્મા પોતે જ આત્મા, એ ભવના ભયને છેદનારો પ્રભુ આત્મા પોતે છે, અરે, ભગવાન ! બાળક હોય કે વૃદ્ધ હો (કે જુવાન હો) એ તો શરીરની દશા (છે). આત્મા તો અંદર ત્રિલોકનાથ, આનંદનો કંદ સ્વયં અંદર પ્રભુ બિરાજે છે ભગવાન છે, ભગવસ્વરૂપ બિરાજે છે. એની જે શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ, નિર્વિકલ્પ સમ્યગ્દર્શન (છે). વળી એક જણો તો આમાં એવું લખે છે કે: (નિર્વિકલ્પ) આત્માનું ચિંતન ને સમ્યગ્દર્શન એ તો સાતમે ગુણસ્થાને હોય! કો” આમાં “કરુણાદીપમાં (લખાણ છે). અરે, ભગવાન (આ) શું કરે છે! ક્યાં (સાચી વાતને) લઈ જાય છે? અહીંયાનું તોડવા સાટુ (સોનગઢનું ખોટું કરવા માટે) અરે પ્રભુ! અહીંયાંનું આ કાંઈ વ્યક્તિનું નથી, આ તો આત્માનું છે, અનંતવીતરાગોએ કહેલું છે તે (આ વાત ) છે પ્રભુ! આહા.. હું !
અહીંયાં કહે છે (કે.) એ “અવિચલિત ચેતનાવિલાસ માત્ર આત્મવ્યવહારને” – એને વ્યવહાર કહીએ. આ શરીરની ક્રિયા, પરની ક્રિયાની તો (અહીંયા) વાત જ નથી. પણ અંદર જે દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આવે છે પણ આતમવ્યવહાર નહીં. આત્મવ્યવહારને “અંગીકાર કરીને” અમૃતનો સાગર ભગવાન! પૂરણ અમૃત ભર્યું છે જેમાં, એનો આશ્રય કરી અને જે ચેતના-અવિચલ ચેતના એને અંગીકાર કરી. જોયું? (અહીંયાં કહ્યું ) વ્યવહારને અંગીકાર કરી (શ્રોતા:) હા, જી આત્મવ્યવહાર. (ઉત્તર) આત્મા ઠીક પણ ! પણ આત્માનો આ વ્યવહાર અને અંગીકાર કરી (ને)... આહા.... હા ! ઝીણી વાત બહુ ભાઈ ! શું થાય ? અત્યારે તો બધું (ગરબડ થઈ ગયું છે) ગરબડ ચાલી એવી કે સોનગઢને તો ખોટું ઠરાવવા લોકો પ્રયત્ન કરે બિચારા! કરો બાપા! અહા હા... હા ! ભગવાન છો પ્રભુ તમે પણ. (પરંતુ તમારી) મૂળમાં ભૂલ છે. એ આમાં (પત્રિકા) માં આવ્યું તું. આજે આવ્યું છે અહીંયાં નું આવ્યું છે એમાં છે. આહા.. હા!
અહીંયાં પ્રભુ એમ કહે છે. “અવિચલિત ચેતનાવિલાસ”. આ “પ્રવચનસાર' છે. પ્રવચન એટલે દિવ્યધ્વનિ ભગવાનની ! “૩ ધ્વનિ સૂનિ અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશ ભવિકજન સંશય નિવારે” આગમના (આ) વચનો! આહા.. હા ! એ પરમાત્માનો પોકાર છે જગતની પાસે કે તું પોતે મારી જાતનો ભગવાન છો, ભાઈ ! એ ભગવાન અંદર છે તું તેનો આશ્રય લે. એ દયા-દાનવ્રત- ભક્તિના પરિણામ (કરવા) એ પામરતા – નપુંસકતા છે એ તો આવી વાતું હવે! સાંભળવી આકરી પડે! આખો દી' આ હાલે ન્યાં. આ કરો, આ કરો. (“મા હણો, મા હણોજીવને એ હાલે વાત ! ભગવાનને પોકાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com