________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૭૮
પ્રવચન : ૨-૬-૭૯.
પ્રવચનસાર' ગાથા – ૯૪ બીજા પેરેગ્રાફની છેલ્લી પાંચમી લીટીથી શરૂઆત (કરવાની છે ને..!) “અવિચલિત ચેતનાવિલાસ”. છે.? શું કહે છે? છેલ્લી (ઉપરની) બે લીટી આવી ગઈ છે (ગઈકાલે). “અવિચલિત ચેતનાવિલાસ માત્ર આત્મવ્યવહાર” ભગવાન પરમાત્મા સર્વજ્ઞદેવ એમ કહે છે કે જે આત્મા અંદર શુદ્ધ ચેતન, પરમાનંદ અમૃતનો ઘન છે. તેની અંતરની દષ્ટિ કરી. એ ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કરી, અને જે શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રની જે નિર્વિકારી દશા પ્રગટ થાય, તે અવિચલિત ચેતનાવિલાસ આત્માનો વ્યવહાર છે. આહા.... હા! આવી વાત ! જગતને તો (સમજવી) આકરી પડે! (અને આ કરવું સહેલું લાગે) દયા, દાન, વ્રત, ભક્તિ, તપ અને પૂજાનો ભાવ (પણ) એ બધો તો રાગ છે, એ આત્મવ્યવહાર નથી, એ તો મનુષ્યનો વ્યવહાર છે. આહા... હા ! (આ વાત ગળે ઊતારવી) આકરું કામ...! જગતને! ક્યાં બિચારા શું કરે? (સુખતત્ત્વ) મળતું નથી ! અરે, અનંત કાળ થયાં ચેતનવતુ અંદર અનંત ગુણનો ભંડાર, અનંત ચૈતન્યરત્નોથી (ગુણોથી) ભરેલો પ્રભુ (છે)! જેમાં દાન, વ્રત, ભક્તિના પરિણામ જે શુભ છે તે પણ નથી. એવા ધર્મીને એટલે આત્માને અવલંબીને, ઝીણી વાત છે પ્રભુ! એવો જે ભગવાન આત્મા બિરાજે છે અંદર બધાને એની અવિચલિત ચેતનાવિલાસ માત્ર ( એટલે ) અંતરના અનુભવની દષ્ટિ (જે થઈ ) ચેતનસ્વભાવને અનુસરીને થતી નિર્મળ પરિણતિ, નિર્મળ પર્યાય, એ અવિચલિત (એટલે) ન ચળે એવી ચેતનાવિલાસ માત્ર-જેમાં દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ નથી – કારણ કે એ તો બધા પુણ્યબંધના કારણે ને, ખરેખર તો એ અધર્મ છે. અર. ૨! આવી વાત હવે. (વ્યવહારના પક્ષવાળા) કેમ સહન કરે? અત્યારે એને ધર્મ માનીને સંપ્રદાય ચાલે છે! આહા.... હા! (શ્રોતા:) આ કાળે તો શુભ ઉપયોગ જ હોય ને..! (ઉત્તર) આ જ વસ્તુ (સ્વરૂપ) છે. એ કહે ગમે તે, વસ્તુ ( સ્થિતિ) તો આ છે. ચેતનસ્વરૂપ ભગવાનનું અસ્તિ, એ આવશે આગળ જ્યાં લક્ષણ બતાવશે ત્યાં (ગાથા૯૬-૯૭માં સ્વરૂપ અસ્તિત્વ અને સાદેશ્ય અસ્તિત્વ) અતિ સામાન્ય, છે. ... છે... છે..! ઝીણી વાત છે પ્રભુ! ( સમજાણું કાંઈ..?)
(કહે છે કે, “છે... છે... છે... એવો ચેતનાસ્વભાવ ત્રિકાળ, અનંત આનંદ ને અનંત શાંતિ, અનંત અતીન્દ્રિય ગુણનું ધામ પ્રભુ! આહા.... હા! એને અવલંબીને - એનો આશ્રય લઈને, જે સમ્યગ્દર્શન – જ્ઞાન- ચારિત્ર (પ્રગટે છે) નિશ્ચય સાચા સમ્યગ્દર્શન – જ્ઞાન –ચારિત્ર (પર્યાયમાં પ્રવાહ પ્રગટયો) એ સ્વભાવને આશ્રયે અવલંબીને થાય (છે). (અનુભૂતિની) આવી વાત છે પ્રભુ ! એ “અવિચલિત ચેતનાવિલાસ છે.” (અહીંયાં) ચેતના વિલાસ “માત્ર” કેમ કહ્યું? કે એમાં વ્રત ને તપ ને ભક્તિ ને પૂજાના વિકલ્પનો જરીએ સંબંધ નથી એને (માટે ચેતના વિલાસ “માત્ર” કહ્યું છે) એ બધા (વિકલ્પો) બંધના કારણ, સંસાર, છે. આહા.... હા ! .. હા! (જીવો આમ ન સમજે તો ) શું થાય ? (અજ્ઞાનને કારણે) અનંત કાળથી રખડે છે ચોરાશી (લાખ) ના અવતારમાં! આમ કરોડાધિપતિ હોય, ઈ મરીને પશું (માં જાય) બોકડો થાય, ગધેડો થાય. આહા.... હા! (શ્રોતા) આવું સાંભળીને રાડ પડે છે, રાડ પડી જાય છે! (ઉત્તર) રાડ, વાત સાચી છે. ઘણાઓને તો માંસ ને દારૂ નથી પ્રભુ! એટલે નરકગામી તો નથી પણ પુણ્ય નથી. સાચા સસમાગમથી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com