________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૭૬ પર્યાયબુદ્ધિ જે સમાનજાતીય (દ્રવ્યપર્યાય) ને અસમાનજાતીય ( દ્રવ્યપર્યાય) ને રાગ બુદ્ધિ (એકતા બુદ્ધિ) છોડી દીધી, એને એકાંતદષ્ટિનો નાશ થઈ જાય છે અને એકાંતદષ્ટિવાળું (આત્મ) તત્ત્વ, એવું ને એવું શોભાયમાન પ્રગટ થાય છે. આવી ઝીણી વાતું છે પ્રભુ! શું કરીએ? (આવી તત્ત્વની વાત ન સમજે તો !) આહા... હા ! પરમાત્મા, જિનેશ્વરદેવ, ત્રિલોકનાથની આ વાણી છે. જગતને સાંભળવા મળે નહીં.. અરે.. રે.. આહા.. હા! શું અનંતકાળ ગયા રખડવામાં (અહી. હા! સંતોની વીતરાગી વાણી !).
આહાહા! અહીંયાં કહે છે. કહેવું છે શું? કે: આત્મા જે પૂર્ણાનંદ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. એને જેણે પકડ્યો સમ્યગ્દર્શનમાં – સમ્યજ્ઞાનમાં એ દશા જે પ્રગટ થઈ, સમ્યગ્દર્શન – જ્ઞાન થયાં (તો તે) પર્યાય નિર્મળ વીતરાગી છે. એ ચેતનાવિલાસ છે. એ ચેતનાવિલાસ એ આત્માનો વ્યવહાર છે. દયા, દાન ભક્તિ-ભક્તિ, જાત્રા-જાત્રા એ આત્માનો વ્યવહાર નથી. આહા.. હા! અરે.. રે! (વ્યવહારના પક્ષવાળાને) આકરું લાગે! શું થાય પ્રભુ! કોઈની (લાગણી દુભાય એ માટે આ વાત નથી પણ વસ્તુસ્થિતિ – વસ્તુ સ્વરૂપ આ છે). ગાથા તે ગાથાઓ છે ને..! (ટીકા તે ટીકાઓ કેવી સરસ છે!) એકવાર પ્રભુ સાંભળ તો ખરો ! કે પ્રભુ, તારી ચીજ અંદર ચૈતન્યના અનંતગુણના ભારથી ભરેલી છે !આહા... હા ! એને રાગ ન હોય, પય. દયા. દાન, વ્રત (શભ વિકલ્પ ) એને ન હોય ભાઈ ! એ બધો વિકાર છે. (અને આત્મા તો વીતરાગી, નિર્વિકલ્પ, નિર્વિકારી, શુદ્ધ અભેદતત્ત્વ છે). એ
ભગવાન એનો જ્યાં આશ્રય લીધો, અંદરમાં. ત્યારે ચેતનાવિલાસ અવિચલદશા પ્રગટ થઈ. અતીન્દ્રિય આનંદના સ્વાદ લેતી એ દશા પ્રગટ થઈ. એને અહીંયાં જે સમ્યગ્દર્શન – જ્ઞાન ચારિત્ર (ની દશા) થઈ (તેને) ધર્મ કહે છે. આહા.... હા ! અતીન્દ્રિય આનંદના સ્વાદ લેતી દશા અવિચલા ચેતના પ્રગટ થઈ. ઈ (પર્યાય ) એને અમે કહીએ છીએ આત્માનો વ્યવહાર. આ તો ઓલા જાત્રા કરવી, ભક્તિ કરવી, ને પૂજા કરવી, દયા, દાન, વ્રત, ઉપવાસ કરવા એ બધો વ્યવહાર છે. (એમ અજ્ઞાની માને છે) એ તો વ્યવહાર નથી (બાપુ! એ તો અસદભૂત કથન છે. એ... એ.. એ... તારો આત્માનો વ્યવહાર નહીં, એ તો જડનો વ્યવહાર છે બાપુ! આકરું પડે પ્રભુ! (તો પણ) તારી પ્રભુતાને મોળપ ન આપ, ભાઈ ! (તારામાં તારી) જેટલી પ્રભુતા છે તેટલી તેને રાખ અને પર્યાયાં પણ “હું છું એટલો ન માન. (એમાં તારું હિત છે). આહા. હા!
(અહીંયાં કહે છે કે:) (સાધકને) પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન અને પૂર્ણશાંતિ, પૂર્ણવીતરાગતા (એવા- એવા અનંત) સ્વભાવથી ભરેલો પ્રભુ (આત્મા) ભગવાનનો જ્યાં અનુભવ થ્યો - [ સંભાવના (એટલે) સંચેતન; અનુભવ; માન્યતા; આદર ભગવાન આત્માનો થયો] એ અનુભવ તે ચેતના વિલાસ છે. એ ચેતન આત્માનો ચેતનાવિલાસ છે. ચેતન તો ત્રિકાળી છે પણ એની પર્યાયમાં જે આનંદનો વિલાસ આવ્યો એ ચેતનાવિલાસ છે. એને અમે આતમવ્યવહાર કહીએ છીએ. પરમાત્માનો આ પોકાર છે, જિનેશ્વર દેવ ત્રિલોકનાથનો આ પોકાર છે (એ) દિવ્યધ્વનિમાં ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં આ વાત (વાણી) હતી એ સંતો જગત પાસે જાહેર કરે છે. આહા... હા... હા !
અરેરે...! ક્યાં જિંદગી જાશે? (એનો જરી વિચાર નહીં ને) પાપ, આખો દી” ધંધાના પાપ! બાયડી- છોકરાંને સાચવવાના પાપ! આખો દિવસ રર કલાક પાપ, કલાક- બે કલાક કોઈ દિવસ દેરાસર જાય, જાત્રાએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com