________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૭૫ વિલાસ છે. આહા.... હા! પંચ મહાવ્રતના પરિણામ એ તો રાગનો વિલાસ છે, કર્મચેતનાનો વિલાસ છે. આહા.. હા. હા!
(અહીંયા કહે છે) “અવિચલિત ચેતનાવિલાસ.” આહા... હા! ચળે નહીં તેવી ચેતનાવિલાસ (પર્યાય). રત્નનો દીવડો ગમે ત્યાં લઈ જાવ, ચળે નહીં એનો પ્રકાશ. એ હવાના ઝપાટા ન લાગે. પરમ દી' નહોતું થયું હુવાનું (વાવાઝોડું)! એવી હવામાં કંઈ રતનના દીવડાનો પ્રકાશ હુલતો (ના.) આહા.... હા ! આ દીવો તો લબક- જબક થાય અને રતનનો દીવો લબક- જબક ન થાય. એમ ધ્રુવસ્વભાવ ભગવાન આત્મા, એને જેણે પકડ્યો એ પર્યાય તો અવિચલિત ચેતનાવિલાસ છે. એ ચેતનાની રમતું છે! આનંદ ની રમતું છે) આહા... હા ! એને અહીંયાં આત્મવ્યવહાર કહેવામાં આવે છે. શરીરની ક્રિયા તો ક્યાંય (દૂર) ગઈ. દયા, દાન ને ભક્તિ, દેવ – ગુરુની ભક્તિ એ તો વ્યવહાર એ પણ ક્યાંય ગયો. આહા... હા ! અહીંયાં તો ભગવાન આત્મા, પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એને જેણે સમ્યગ્દર્શનમાં પકડ્યો –પૂર્ણાનંદના નાથને જેણે સમ્યજ્ઞાનમાં શેય બનાવ્યો – એની પર્યાયમાં અવિચલિત ચેતનાવિલાસ પ્રગટયો છે. એને ધર્મ કહેવામાં આવે છે. (એ આત્માનો આત્મવ્યવહાર છે) આહા.. હા.. હા!
(કહે છે કે, ભગવાન, ત્રણ લોકના નાથ! જિનેશ્વરદેવનો આ પોકાર છે જગત પાસે. પ્રભુ! તારી ચીજ (આત્મવસ્તુ ) અંદર પૂર્ણાનંદથી ભરેલી પૂરણ અનંતગુણોથી – ચૈતન્યરત્નથી ભરેલો ચૈતન્યસાગર છે અંદર મોટો! આહા.... હા ! પ્રભુ, તે ત્યાં નજરે ય કરી નથી કોઈ દી' પ્રભુ! (નજરું કરે) એની નજરુંમાં પહેલા નિધાન દેખાશે ને એ નજરું થઈ તે નિર્મળ પર્યાય (થઈ ) તે ચેતનાનો વિલાસ (છે). તે આત્મવ્યવહાર છે. (આત્મ) દ્રવ્યના આશ્રયે જે સમ્યગ્દર્શન- જ્ઞાન, અતિ જે પ્રગટયું એ વ્યવહાર છે. દયા, દાન, ને ભક્તિ, જાત્રા-જાત્રા એ વ્યવહાર નહીં. એ તો બધો રાગ છે. આહા હા ! આવી વાત છે ભાઈ ! આવી (અમૂલ્ય) વાતું છે! ઓ. હો... હો... હો ! ઓ. ... હો... હો ! સમયસાર! પ્રવચનસાર ! નિયમસાર! (આ આલૌકિક શાસ્ત્રોમાં) ગજબ વાત છે!! જેને ચેતનસૂર્યના ભેટા કેમ થાય, તેની વાતું કરી છે.
આહા.. હા ! પરમસ્વભાવ ભાવ, કારણ પરમાત્મા, ભગવાન આત્મા ત્રિકાળી સચ્છિાનંદ પ્રભુ! સત્ જ્ઞાન અને આનંદથી ભરેલો ભગવાન આત્મા ભગવાને (સર્વજ્ઞદવે ) જયો-એવા આત્માને જે પકડ, એને સમ્યગ્દર્શન અને (સમ્યક ) જ્ઞાન થાય, એને ધર્મની શરૂઆત થાય. એ વિના લાખ જાત્રા, કરે, લાખ ભક્તિ , દયા, દાન, પૂજા કરે – એમાં એકલો રાગ ને બંધન અને અધર્મ છે. આહા.... હા ! (ગળે ઊતારવું અંતરથી) આકરું કામ (છે) ભાઈ ! અનંતકાળથી એણે આ (નિજસ્વરૂપ ઓળખું નહીં. ભગવાન પૂર્ણાનંદથી ભરેલો (નિજાત્મા ) તે તરફનો ઝૂકાવ જ કર્યો નથી. બહારના ઝૂકાવમાં માની લ્ય (મેં ધર્મ કર્યો) મેં આ કર્યું ને... જાત્રા કરી... ને ભક્તિ કરી. ને પૂજા કરી, દાન કર્યા, વ્રત કર્યા. ઉપવાસ કર્યા ! હવે એવું તો અનંતવાર કર્યું... હવે સાંભળને ! એ રાગની | મિથ્યાદષ્ટિ છે, એ એકાંત દષ્ટિ છે! આહા... હા !
(અહીંયાં તો સંતો કહે છે કે:) પરમાત્મા પોતે સ્વરૂપે બિરાજમાન! (હાજરાહજુર છે). આહા.... હા.. હા.... હા...! પરમાત્મા જે કેવળી ગ્યા એ ક્યાંથી ધ્યા? પ્રભુ, એ પરમાત્મપદ કાંઈ બહારથી આવે છે? એ પરમાત્મપદ અંદર ભર્યું છે. (તેમાંથી પ્રગટે છે). કેમ બેસે ? (કેવળી ભગવાને પ્રત્યક્ષ જોયો અનુભવ્યો) એવો જે ભગવાન પૂર્ણાનંદનો સાગર આત્મા, ભગવાન આત્મા એનો જેણે આશ્રય લીધો ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com