________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૭૩ સ્પષ્ટ કર્યું છે. અહંકાર (એટલે) અહં (પણું) મમ (કાર) આ મારું, મને આ ઠીક પડે છે કે અઠીક (પડે છે એ બધો મમકાર (છે) આહા.... હા.. હા!
(અહીંયાં કહે છે કે:) મનુષ્યાદિગતિઓમાં અને તે ગતિઓના શરીરોમાં અહંકાર મમકાર નહિં કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક.” રત્નનો દીવો લીધો અને એના પ્રકાશને હલાવવા માગે પણ કાંઈ એ હલે છે? અંધારામાં લઈ જાવ ઓરડામાં તો ઈ પ્રકાશ પ્રકાશનો અભાવ થાય છે? – એમ મનુષ્યગતિ કે દેવગતિ કે નારકગતિ (માં આત્માનો પ્રકાશ એનો એ છે.) આહા. હા! ભગવાન પૂર્ણાનંદ, એનો જ્યાં આશ્રય લીધો એટલે - એ બધામાં અનુકૂળ અને પ્રતિકૂળતાની જે બુદ્ધિ હતી – (તે) દષ્ટિ છૂટી જાય છે. છતાં ઇન્દ્રિયથી (નિવૃત્તિ નથી) નિવૃત્તિ આમથી (અંતરમાંથી) આવે છે ને..! ઇન્દ્રિયના વિષયથી નિવર્યા નથી. “ગોમ્મટ સાર' (માં કહ્યું છે). અવ્રતી છે ને! સમકિતી ચોથે (ગુણસ્થાને) છે ને..! દષ્ટિમાંથી બાપુ! (નિવર્યા છે, અભિપ્રાય પલટયો છે, માન્યતા સાચી થઈ છે).
આખી દુનિયામાંથી, કોઈપણ ચીજમાં, મને ઠીક પડશે કે અઠીક પડશે – એવી બુદ્ધિનો નાશ થઈ ગ્યો છે બાપુ! આહા.... હા.... હા! અસ્થિરતાનો રાગ આવે, એ કાંઈ એકતાબુદ્ધિ થઈ નથી. આ તો એકતાબુદ્ધિ થઈ છે (તે મિથ્યાત્વ છે). આહા. હા.. હા!
(કહે છે જ્ઞાનીને) આમ શરીરને ચંદન ચોપડે, ગરમી હોય, .. ને! તો પણ જેને એ ય છે એ સિવાયનો એનો (સ્પર્શ) આ ઠીક છે એવો મમકાર ગયો છે. ‘મÉઅને “મમ' આ બે શબ્દ છે એટલે બે જુદા પડે ને... જુદો અર્થ કરવો પડે ને...! “જયસેન આચાર્ય” ની (ટીકામાં બન્નેના જુદા અર્થ કર્યા છે) બે શબ્દ છે (તો) તેના વાચ્ય પણ બે (છે). આહા.... હા..! ત્રણ લોકનો નાથ ભગવાન! સચ્ચિદાનંદ પ્રભુ (આત્મા), ધ્રુવ પરમસ્વભાવ, પંચમભાવ, પરમભાવ, (પરમ ) પારિણામિકભાવ, જ્ઞાયકભાવ, ધ્રુવભાવ-પરિણામિકભાવ તો પરમાણુમાં પણ છે તેથી કરીને અહીંયાં જ્ઞાયાકભાવ લીધો છે. (એ) શાકભાવ એકલા જ્ઞાનપ્રકાશનો પૂંજ પ્રભુ! (ચૈતન્ય, રતનનો દીવો છે). જેમ રતનનો દીવો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ફરે, છતાં તેનો પ્રકાશ હલે (અસ્થિર થાય) નહીં, એમ આ ભગવાન આત્મા ( જ્ઞાયક ભાવ) ગમે તેવા રાગ – દેશના પ્રસંગમાં આવ્યો – (પર) ક્ષેત્રમાં છતાં એનામાંથી – પોતાનામાંથી એ હઠતો નથી. એ મારું છે અને મને થયું છે એમ એ (જ્ઞાની-અનુભવી) માનતો નથી. આવી વાતું છે. અહીં! (પણ સમજવાની) નવરાશ ક્યારે? જિંદગી આખી જાય છે. આહા.... હા! (આબાલ-ગોપાલ સૌએ) કરવાનું તો આ છે ભાઈ! મનુષ્યદેહ મળ્યો એમાં કરવાનું તો એ છે કે ભવમાં, ભવના, અંતની વાતું કરવાની છે, બાપા! ભવમાં ભવના અંતનો ભાવ પ્રગટ કરવાનો છે અહીંયાં તો (આ મનુષ્ય ભવમાં તો ) આહા... હા ! ( સમજાણું?)
(આહા.. હા !) એવો અનેક ઓરડાઓમાં સંચારિત રત્નદીપકની માફક એકરૂપ જ આત્માને ઉપલબ્ધ કરતા થકા.”(અર્થાત્ ) – અનુભવતા થકા” અનેક ઓરડામાં જતાં એ રત્નદીપક અનેકરૂપ થાય છે એમ નથી. ઓરડો નાનો હોય, મોટો હોય, અંધારાવાળો હોય, ઊકરડા જ્યાં ભર્યા હોય કે રૂપાળો હોય –રત્નદીપક તો એકરૂપ જ રહે છે. (એમ) ચેતન દીવો એકરૂપ જ રહે છે. ભગવાન આત્મા, રાગની અસ્થિરતા હોય કે દ્વેષની અસ્થિરતા હોય પણ ત્યાં તો ચેતનદીવડો તો એકલો જાણન- દેખન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com