________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો
૭૨
કે
આહા... હા... હા! સમસ્ત એકાંતદષ્ટિનો નાશ પ્રક્ષીણ થાય છે. વ્યય કીધો. આહા...! ત્રિકાળી આનંદના નાથનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન (જ્ઞાન-ચારિત્ર) અનેકાંતની પર્યાય ઉત્પન્ન થાય છે. આહા... હા ! · જ્ઞેય અધિકાર' છે આ...! ( જ્ઞેયનું આવું સ્વરૂપ છે એમ કહે છે. જ્ઞાનમાં જણાવાલાયક જે ‘શેય ’ છે. એનું સ્વરૂપ જ આવું છે!! આ કોઈ પંથ ને પક્ષ વાડો નથી કાંઈ! જૈન ધર્મ કોઈ વાડો નથી. પંથ કોઈ નથી કે અમારો પંથ આ ને તમારો પંથ આ એમ અહીં નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. આહા.. હા! જેણે ભગવાન પૂર્ણાનંદના નાથનો આશ્રય લીધો એને સમસ્ત એકાંતષ્ટિ નાશ થઈ જાય છે. એને શરીરાદિમાં હું છું (એવા અભિપ્રાયનો) નાશ થઈ જાય છે. અને પરમાં કંઈક ઠીક છે બહુ ગરમી થઈ ગઈ હોય અને હવા આવે તો ઠીક છે, એમ બુદ્ધિ અંદર થઈ જાય, એ મિથ્યાત્વ છે. પંખો આવે પંખો - આપણે મોટી સભા વખતે બધે પંખા હોય છે. સાંભળવું છે આ (વસ્તુ સ્વરૂપ ) અને પંખા રાખે માથે! આ મુંબઈમાં ને બધે અમદાવાદ! અહીંયાં બીજું કહેવું છે કે જરી અહીં ગરમી શરીરમાં હોય ને..! (એટલે ગરમી લાગતી હોય) એમાં જ્યાં ઠંડી હવા આવે એ મમકાર છે. આહા... હા... હા.. હા! શરીરાદિ એ હું છું એ અહંકાર છે અને એવી અનુકૂળતા પ્રતિકૂળતામાં ઠીક ન લાગે એ પણ એક મમકાર છે. આહા... હા... હા !! બારણા બંધ થાય અને ગરમી લાગે અંદર, કહે છે કે એના પ્રત્યેનો જે મમકાર હતો કે આ ગરમી છે તે ઠીક નથી એ મમકા૨ (જ્ઞાનીને) છૂટી જાય છે. આહા.. હા! ગરમી એટલી બધી લાગી હોય, લૂ! એમાં ઠંડી હવા આવે અને આમ (હાશકારો થાય) તો કહે છે કે એવો મમકાર જ્ઞાનીને છૂટી જાય છે. આહા... હા... હા! પહેલામાં ( અહંકારમાં) પરનુંહું પણું છે એ છૂટી જાય છે અને બીજામાં (મમકારમાં) ૫૨માં ઠીક છે કે અઠીક છે (મને) એ બુદ્ધિ છૂટી જાય છે. શરીર તે હું છું એવું અહમ્ છૂટી જાય છે અને અનકૂળતા પ્રતિકૂળતામાં ઠીક અઠીકની જે બુદ્ધિ હતી તે છૂટી જાય છે. આહા... હા! ગજબ કામ કર્યા છે ને...! વસ્તુની સ્થિતિ વર્ણવી છે હોં! તે ગતિઓમાં અને ગતિઓના શરીરોમાં અહંકાર ને મમકાર નહીં કરતાં અનુકૂળ ચીજમાં મને ઠીક છે અને પ્રતિકૂળમાં ઠીક નથી એ બધો આગ્રહ અહંકાર (મમકારનો ) જ્ઞાનીને છૂટી જાય છે. સમજાય છે કાંઈ ?
કે એને ઠીક લાગે
–
-
આહા... હા ! તેથી કહ્યું છે ને ઓલામાં...! (‘ સમયસાર ’) નિર્જરા (અધિકાર ) માં (ગાથા૨૧૦–૨૧૧-૨૧૨-૨૧૩) પુણ્યનો પરિગ્રહ નથી, પાપનો પરિગ્રહ નથી, આહારનો પરિગ્રહ નથી, પાણીનો પરિગ્રહ નથી. બંધ અધિકારમાં (પણ ) આવે છે ને...! એ આદિ પછી ઘણું નાખ્યું છે. આહા.. હા... હા! જ્યાં ભગવાન જાગ્યો અંદરથી, અનેકાંત દષ્ટિ થતાં એકાંત દષ્ટિનો નાશ થયો ત્યાં ૫૨માં કંઈક પણ ઠીક-અઠીકપણું એવી શ્રદ્ધા ઊડી જાય છે અહા... હા... હા! આવો મારગ છે બાપા! છતાં એ જ્ઞાની એ ચક્રવર્તી સમકિતી હતા છતાં બત્રીસ કવળનો આહાર (લ્યે) એક કવળ છઠ્ઠું કરોડ પાયદળ ન પચાવી શકે (એવો આહાર) એ ખાતા છતાંય ખાતા નહીં (એમ અહીંયાં કહે છે) આહા... હા... હા ! આ ઠીક છે એ દૃષ્ટિ જ ન હતી ત્યાં (તેમને ) ( શ્રોતાઃ ) અઠીક છે એ માનીને એ ખાતા ’ તા ? ( ઉત્ત૨: ) અઠીક છે એમ પણ દષ્ટિ નહોતી. અસ્થિરતાનો રાગ આવી જાય પણ દૃષ્ટિ (અભિપ્રાયમાં ) ઠીક અઠીક જ નહીં. આહા... હા... હા ! આખી દુનિયામાંથી અહંકાર (મમકા૨) જાય છે અને અનુકૂળતામાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે. અને પ્રતિકૂળતા છે માટે મને દ્વેષ થાય છે એ ( અંતર અભિપ્રાય ) ઊડી જાય છે. પ્રતિકૂળતાને કારણે દ્વેષ થાય છે (એ માન્યતા હોતી નથી જ્ઞાનીને ). ગજબ વાત છે બાપા!! આહા... હા! શું સંતોએ (અદ્દભુત ) કામ કર્યાં છે! અને (વસ્તુસ્વરૂપ )
Please inform us of any errors on rajesh@Atma Dharma.com