________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૭૦ મારું “રાગ મારો” એવી જે એકાંતદષ્ટિ હતી. એનાથી મને કલ્યાણ થાય! દયા, દાન, વ્રત પરિણામ કરું તો મારું કલ્યાણ થાય – એ બધી દષ્ટિ એકાંતદષ્ટિ હતી. મિથ્યાદષ્ટિ હતી. (જૂઠો અભિપ્રાય હતો) “એકાંતદષ્ટિના પરિગ્રહના આગ્રહો” પરિગ્રહો (અર્થાત) સ્વીકાર; અંગીકાર તેનો અર્થ છોડી દઈએ. ભગવાન પરિપૂર્ણ, અમૃતગુણથી ભરેલો, પ્રભુગુણથી ભરેલો, શાંતિગુણથી ભરેલો, સ્વચ્છતા ગુણથી ભરેલો-એવા એવા અનંતા- અનંતા ગુણથી ભગવાન (આત્મા) ભરેલો, એકરૂપ – સ્વભાવ, (ગુણ) ભેદ નહીં એવા સ્વભાવમાં આવતાં સમસ્ત એકાંતદષ્ટિનો આગ્રહ છૂટી ગયો છે. પ્રક્ષણ કર્યો છે. આહા... હા.. હા! ભાષા તો જુઓ! પ્રક્ષીણ=પ્ર વિશેષે ક્ષીણ, ક્ષય કર્યો છે.
આહા... હા! પંચમઆરાના સં! પંચમઆરાના અપ્રતિબુદ્ધ જીવને જયારે પ્રતિબોધ પામે છે તેની આ વાત કરે છે. આહા.... હા.. હા! જેણે એકાંત દષ્ટિના-પકકડના ભાવ નાશ કરી દીધા છે. (જોયું?) એકલા ક્ષીણ ન લીધું, પ્રક્ષીણ ( લીધું) એમ કીધું ને...! આહા... હા! પ્રક્ષણ કર્યા છે. વિશેષ (ક્ષીણ) નાશ કર્યો છે. આહા... હા !
પ્રવચનસાર' માં શરૂઆતમાં પહેલાં આવે છે ને....! કે કુંદકુંદાચાર્ય કેવા છે? .. “વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે. અને સમસ્ત એકાંતવાદની વિદ્યાનો અભિનિવેશ જેમને અસ્ત થયો છે” – સમસ્ત પકડનો નાશ કર્યો છે. સર્વ એકાંતદષ્ટિનો નાશ કર્યો છે. ઈ અહીંયાં કહે છે. ગુણભેદથી લાભ થાય, પર્યાયભેદથી લાભ થાય, દાન- દાનના વિકલ્પથી આત્માને લાભ થાય (એ બધી એકાંતદષ્ટિ છે.) (વળી) દ્રવ્યનો (દષ્ટિએ આશ્રય લેતાં એકાંતદષ્ટિના (પરિગ્રહો) પ્રક્ષીણ કરી નાખ્યા છે. વિશેષ નાશ કરી નાખી છે (એકાંતદષ્ટિ), આમ અનેકાંત અને એકાંત (નું સ્વરૂપ) છે. આ તો (અજ્ઞાનીઓ) કહે વ્યવહારથી પણ થાય, પર્યાય બુદ્ધિથી થાય, દ્રવ્યબુદ્ધિથી થાય. (પણ અનેકાંત અને એકાંત એવા) બે પ્રકાર પડ્યા તો એક - બીજાને વિરોધ છે. આ પર્યાયબુદ્ધિ અને દ્રવ્યબુદ્ધિ (બંનેને) વિરોધ છે. આહા... હા! આવી (સત્ય) વાત સાંભળતા હુજી કઠણ પડે! (સની વાત) સાંભળવા મળે નહીં, એ વિચારે કેદી”, ને..! જિંદગી (ચાલી) જાય છે. ઘણા જીવો એમને એમ, બફમમાં ને બફમમાં જિંદગી ગાળી જનમ મરણના આંટામાં ચાલ્યા જાય છે પાછા (રખડવા!) આહા....હા!
(અહીંયાં કહે છે કે:) પ્રભુ! (આત્મા) બિરાજે છે. ને મહાપ્રભુ ચેતન. જેમાં ભવ ને ભવનો ભાવ ને પર્યાય જેમાં નથી. જે પર્યાય, દ્રવ્યનો આશ્રય કરે છે એ પર્યાય, પણ એમાં (દ્રવ્યમાં) નથી. આહા.... હા ! એવી એકાંતદષ્ટિના સમસ્ત પરિગ્રહુના આગ્રહો (-પકડો) પ્રક્ષીણ કર્યા છે. આ તો બીજા આત્માની વાત લીધી છે. કુંદકુંદાચાર્યની છે. છે ને શરૂઆતમાં (પહેલી પાંચ ગાથા-૧ થી ૫ ની પહેલાં) જેમને “સંસાર સમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા (આસન્નભવ્ય મહાત્મા) એ શબ્દો અહીંયાં (જેમણે) દ્રવ્યનો આશ્રય કર્યો છે એમને લાગુ પડે છે. એવા “શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ', સાતિશય (ઉત્તમ) વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે. સાતિશય વિવેકજ્યોતિ – રાગને પરથી ભિન્ન એ (સાતિશય) વિશેષ ઉત્તમ વિવેકજ્યોતિ પ્રગટ થઈ છે કે જે જ્યોતિ (પ્રગટ) થઈ તે હવે અસ્ત થવાની નથી. આહા.... હાં.. હા! “અને સમસ્ત એકાંતવાદની વિધાનો અભિનિવેશ જેમને અસ્ત થયો છે.” જોયું? સમસ્ત એકાંતવાદની વિધાનો અભિનિવેશ, આગ્રહ, અભિપ્રાય અસ્ત થયો છે. આહા.. હા ! “એવા,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com