________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૫ આવે છે! આહા..હા.. હા! અરે! એ ચેતના વિલાસમાત્ર (છે). ભાષા છે શું? (શ્રોતા ) આટલું બધું યાદ શી રીતે રાખવું? (ઉત્તર) આમાં યાદ ક્યાં રાખવું છે? વસ્તુની સ્થિતિ આ રીતે છે એમ (અનુભવવું છે!) સંસ્થામાં બધું યાદ કેમ રાખે છે? (એટલે સંસ્થાના કાર્યમાં બધું યાદ રાખે છે ને..!)
અમારે ત્યાં (પાલેજમાં) એક મહેતાજી હતો. બહુ યાદ રાખે. પછી તો – પહેલે તો એવું થઇ ગયું કે ઉપાડીને બેસાડે. પછી છેલ્લે કહે: “મને કોઈએ કહ્યું નહીં છોડવાનું! એમ કહે. પણ તને કહ્યું (ત્યારે તો માન્યું નહીં) અમે તો કહેતા હતા. પણ (તે કહું કે ) ઓલા ઘરના માણસે ન કહ્યું એમ, દુકાને આવે બે કલાક છાપામાં વાંચે, ઓલું વાંચે આ આવે, મટોભાઈ આવે, બધા એને માને. માળામાં” ધારણા ઘણી હતી. જયારે (શરીર સારું હતું) તો એ નવો માલ કયા ભાવે આવ્યો હતો, કયા ભાવે વેચાણો, કેટલો બાકી, હવે નવા ભાવે કેટલો આવશે, એ બધું યાદ. માલ લેવા ઈ જતો. મુંબઈ, ત્રણચાર, ત્રણ-ચાર દિવસે ( જવું પડે). પાસ લીધો” તો. પાલેજથી મુંબઈનો (રેલવે ) પાસ. ત્રણ-ચાર દી” એ જાવું પડે માલ લેવા. મહિનાનો પાસ લીધો હતો. દશ-દશ હજારનો, વીસ-વીસ હજારનો, પચીસપચીસ હજારનો (માલ લાવે). ધંધો મોટો હતો. આ તો તે દી” ની વાત છે ૬૪-૬૫-૬૬ ની સાલની.
(શ્રોતા ) જ્યાં રુચિ હોય ત્યાં જાય...! (ઉત્તર) હું, રુચિ ! અહીં તો હું થડે બેઠો હોઉં તો નીકળે, ટ્રેનમાંથી ઊતરીને, હાથમાં છત્રી ને આમ એકદમ, આમ – આમ તે દી' નો (રોફ) અને પછી પગ રહી ગયા, એને ઉપાડીને બેસાડે ત્યારે બેસી શકે! આહા... હા! માલ લઈને જયારે આવતો હોય, જાણે રેલમાંથી ઊતરે, હુતો મહંતો છતાં ત્યાં માલ લઈ આવે – આમ કરે, એમાં પગ પડ્યા રીયા (રહ્યા). ઉપાડીને બેસાડે ત્યારે બેસાય. આહા.... હા ! એમાં અભિમાન (કર્યા શરીરના) કે આમ કરીએ ને તેમ કરીએ, મેં આનું કર્યું, તેનું કર્યું - આ તો શરીર સુધીની (આ) વાત લીધી પણ આગળ જતાં બધાને મેં આ કર્યું, આ કર્યું, આ કર્યું (એવું અભિમાન કર્તાપણાનું) કરે તે વળી તીવ્ર મિથ્યાત્વ (છે). આહા.... હા !
(અહીંયાં કહે છે કેઃ) “અવિચલિત ચેતનાવિલાસ' કેવો ચેતનાવિલાસ? ભાષાજુઓ? અહીંયા તો સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્ર જે દ્રવ્યના, ધ્રુવના ધ્યેય પ્રગટી પર્યાય તેને અવિચલિત દશા કહી છે, એ દશા ફરે એવી નથી, એમ કહે છે. ( એ દશામાંથી) પડશે ને પડી જશે ને એ વાત છે જ નહીં અહીંયાં! આહા... હા! “અવિચલિત ચેતનાવિલાસ માત્ર આત્મવ્યવહાર” આહા.. હા! (આત્મવ્યવહાર અર્થાત્ ) આત્મારૂપ વર્તન, એ આત્માનું વર્તન કહેવાય. સમ્યગ્દર્શનજ્ઞાન નિશ્ચય (પર્યાય), નિશ્ચય સમ્યક દ્રવ્યસ્વભાવમાં પ્રગટ થયેલી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર (પર્યાય) એ આત્માનું વર્તન છે, રાગ એ આત્માનું વર્તન નહીં. આહા... હા... હા ! આ... રે! (આવી સરસ) ટીકા!
મુંબઈમાં ઉપાધિના પાર ન મળે! આવી વાતું ક્યાં? (શ્રોતા.) મુંબઇમાં લોકો આવતા... ને? (ઉત્તર) આવતા ને બિચારા માણસો ! સાંભળવા આવતા. પણ પછી ટકે ક્યાં સુધી ? અરે... રે? આવો દેહ મનુષ્ય (નો), અને હાલ્યો જાય સમય-સમય. એમાં કહે છે કે આ પરમાં જેને અભિમાન વર્તે છે, એ આત્મવ્યવહાર નથી એ તો મનુષ્યનો વ્યવહાર છે, સંસારવ્યવહાર છે. આહા.... હા..! દયા, દાન, વ્રત, ભક્તિ શરીરને (પોતાનું) માનીને કરે છે એ બધો સંસારવ્યવહાર છે, આત્મવ્યવહાર (એ) નહીં. આત્મવ્યવહાર – (એ તો સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર પર્યાય છે). “અવિચલિત ચેતના વિલાસમાત્ર”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com