________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૬ માત્ર કેમ કહ્યું? તેમાં જરીપણ રાગના અંશથી મદદ નથી. “અવિચલિત ચેતના માત્ર” - વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે એની જરીએ સદાય – મદદ નથી. આહા... હા! “આત્મવ્યવહારથી શ્રુત થઈને” આત્મવ્યવહારથી ટ્યુત થઈ ગયા એ તો. હું મનુષ્ય છું, હું (શરીરનું – પરનું) કરી શકું છું ( એમ માન્યતા અભિપ્રાયવાળા) ચેતન વ્યવહાર – આત્મવ્યવહારથી એ ભ્રષ્ટ છે. ' ભ્રષ્ટ છે પણ આત્માના વ્યવહારથી ય ભ્રષ્ટ છે. આહા... હા ! સમજાણું કાંઈ?
જેમાં સમસ્ત ક્રિયાકલાપને છાતીસરસો ભેટવામાં આવે છે” દેખો! આ મેં દયા પાળી, ને મેં વ્રત કર્યો, ને મેં ઉપવાસ કર્યા, ને (ભક્તિ કરી) – (એ બધા ભાવને) છાતી સરસો ભેટે છે. છોકરાને આમ છાતીએ પકડે ને...! એમ ક્રિયાકાંડને છાતીએ પકડી રાખ્યો છે. આહા... હા ! આરે ! (કવી ગંભીર) ટીકા છે કંઈ ટીકા ! ગજબ છે!! “સમસ્ત ક્રિયા કલાપને” – દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને તપ ને જાત્રા નું મંદિર બનાવવાને હાથીએ ( રથયાત્રા) કાઢ્યાં ને, ઇન્દ્ર બનાવ્યાં ને – એવા ક્રિયાકલાપને છાતી (સરસો) “ભેટવામાં આવે છે એવા મનુષ્ય વ્યવહારનો આશ્રય કરીને ” એ (ક્રિયાકાંડ) મનુષ્યવ્યવહાર છે. દેખો! છે? એ મનુષ્યપણાની ગતિનું વર્ણન છે, એ જીવનું (વર્તન) નહીં. આહા... હા ! દેહથી કંઈ (પણ) ક્રિયા થાય એ બધી મનુષ્યવર્તન છે. જડનું વર્તન છે આત્માનું નહીં. સમજાણું?
“એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી અને દ્વેષી થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે (-પરદ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને લીધે).” - પરદ્રવ્યરૂપ કર્મના સંગતપણે (એટલે) પરમાં જોડાઈ ગયો! (તેથી) “ખરેખર પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે” – તે મિથ્યાદષ્ટિ છે, પરસમય છે ને....! જે જીવ પર સાથે એકપણાની માન્યતાથી જોડાય તેને પરસમય કહેવામાં આવે છે, એ આત્માથી બાહ્યમાં જોડાઈ ગયો, પરસમય તે મિથ્યાદષ્ટિ છે. ખરેખર પરસમય છે. અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે, મિથ્યાત્વરૂપે પરિણમે છે. આહા.. હા
વિશેષ કહેશે...
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com