________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૪ (અહીંયાં) એક (મારવાડી) પંડિત એમ કહેતા' તા “મનુષ્યપણું હોય તો કેવળ (જ્ઞાન) થાય. વજનારાચસંહનન હોય તો કેવળ થાય. મનુષ્યભવ હોય તો થાય કાંઈ બીજી ગતિમાં થાય છે? વજનારાચ સંઘયણ હોય તો કેવળ થાય, બીજા પાંચ (સંઘયણ) હોય તો થાય છે કદી? (માટે) સંઘયણ કારણ છે. આહા. હા! લાકડા છે ઊંધા! (શ્રોતા:) (નિમિત્ત) ઉપર જોર આપે છે. (ઉત્તર) હું..! જોર આપે છે. આહા.... હા!
(અહીંયાં આપણે કહે છે કે:) “અહંકાર-મમકાર વડે” ઠગાય છે. “અચલિત ચેતના વિલાસ માત્ર આત્મવ્યવહારથી ટ્યુત થઈને ” ચળે નહીં એવો ચેતનાવિલાસ – આત્મવિલાસ. આત્મા છે એ તો નિશ્ચયત્રિકાળ (છે). એનો વ્યવહાર જે છે સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર નિશ્ચય એ આત્મવ્યવહાર છે. પર્યાય છે ને..! (માટે વ્યવહાર) ભગવાન ત્રિકાળી દ્રવ્યસ્વભાવ, એનો આશ્રય લેતાં જે પર્યાય થાય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એ પર્યાય છે (માટે વ્યવહાર) દ્રવ્ય છે તે તો ત્રિકાળી છે (એ નિશ્ચય) એ તો ત્રિકાળ ઉપર દષ્ટિ પડતાં પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે. એ આત્માનો વ્યવહાર છે. આહા.. હા.... હા! આ વ્યવહારવાળા (વ્યવહારના પક્ષવાળા) કહે છે ને? (સોનગઢ વ્યવહારને ઉડાડે છે) પણ આ વ્યવહાર નથી ? આ તો વ્યવહાર-દયા, દાન, ભક્તિ, પૂજાનો ભાવ એ વ્યવહાર (તે કહે છે) તો આ વ્યવહાર નથી બાપા! આ સદભૂત વ્યવહાર છે. ઓલો તો અસભૂત વ્યવહાર છે. એ સદ્દભૂત વ્યવહાર છે (કારણ કે, પોતાની પર્યાય છે ને..? આવી વાતું...!! આહા.. હા !
આહા... હા...! ઋષભદેવ ભગવાનના વખતમાં સાધુ જ્યાં ઊંધું કરવા માંડયા તો દવે આવીને રોક્યા. ગજબ વાત છે ને! કાળ એવો હતો ! દેવ આવીને (કહે) નગ્નપણું રાખીને જો આ કાંઈ કરશો બીજી ચીજ – સદોષ આહાર (આદિ વર્તન) તો એને માટે દંડ કરશું. બીજે કરો. નગ્નપણું છોડીને (સાધુનો વેશ છોડીને) આહા.... હા ! દેવો આવતા (સાધુ) વિરુદ્ધ (વર્તાવ) કરતા તો. આ તો (અત્યારે) અનાદિ (આમ્નાય) વિરુદ્ધ કરે ને (ઊંધું પ્રરૂપણ કરે) તો દવેય ન મળે કોઈ સંતાઈ ગયા !! એવા પુણ્ય (પણ) રહ્યા નહીં. પણ આ દેવ છે ને અંદર મોટો, દેવાધિદેવ ! ત્રિકાળ ભગવાન ! એ એક સમયમાં પંચમભાવ પરિપૂર્ણ ધ્રુવ જ્ઞાયક ભૂતાર્થ (આત્મા છે). એ છતી ચીજ છે છતાં માલવાળી ચીજ છે એને તો ગણતો નથી ને મનુષ્યપણું મળ્યું ને હું મનુષ્ય છે. આ માર્શરીર છે. પૈસા, બાયડી, છોકરાં એ તો ક્યાંય રહી ગયાં! પણ આ તો નજીકમાં છે ને..! ઓલી પર્યાયષ્ટિ છે તો જ્ઞાન ત્યાં ગયું છે શરીરદષ્ટિ થઈ ગઈ છે). એ મનુષ્ય તે હું ને એ મારું શરીર. પૈસા (આદિ) તે હું એ તો બહુ દૂર રહી ગયું. અહીંયાં તો આમાં જ અટકયો છે. પર્યાયબુદ્ધિવાળો (શરીરમાં જ અહંબુદ્ધિ કરે છે ) “એમ અહંકાર - મમકાર વડે ઠગાતા થકા.”
(અહીંયાં) પહેલું એ કહ્યું ચળે નહિ એવા “ચેતનાવિલાસમાત્ર” ચેતનાલિવાસ આહા... હા.... હા..! સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર એ ચેતનાવિલાસ છે, રાગાદિ- મનુષ્યપણું હું (છું) એ તો અજ્ઞાનભાવ-ચેષ્ટા કહેશે. મિથ્યાત્વ છે. ભગવાન આત્મા, અમૃતવિસ્તાર સામાન્ય સમુદાયનો પિંડ, એનું જ્યાં જ્ઞાન થયું, પર્યાયમાં નિર્મળતા આવી, સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્ર થયાં (એ) : નિક્ષયમોક્ષમાર્ગ, (તેને) અહીંયાં આત્મવ્યવહાર કહેવામાં આવે છે. આહાહા! અરે, શું થાય છે..? ભાઈ ! નિશ્ચય મોક્ષમાર્ગ જે છે એ તો રાગની અપેક્ષાએ તેને નિશ્ચય કહ્યો પણ દ્રવ્યની અપેક્ષાએ તો (એ) પર્યાયને વ્યવહાર કહેવામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com