________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો કર ૭૦૨) “અનેકાંતિકમાર્ગ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. આ બાજુ (આત્મામાં) ઢળ્યા વિના, અનેકાંતપણું સાચું નહીં થાય.” (આ એક લીટી ઉપર વ્યાખ્યાન) આપ્યું છે ને....! તે દી' એક કલાક વ્યાખ્યાન આપ્યું” તું વવાણિયામાં. બાપુ! અનેકાંત અને (સમ્યક ) એકાંત (કહેવાય છે પણ) અનેકાંતમાં - (એટલે) સમ્યક એકાંત એવા (નિજ) દ્રવ્યસ્વભાવ તરફ ઢળ્યા વિના અનેકાંતનું સાચું જ્ઞાન નહીંથાય. આ... હા... હા !! અંતરમાં દ્રવ્યસ્વભાવ તરફ ઝૂકયા વિના, રાગ છે પર્યાયમાં પણ એનું વ્યવહારનું જ્ઞાન પણ યથાર્થ નહીં થાય. ઈ તો (“સમયસાર') બારમી ગાથામાં આવી ગયું ને..! (“વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે) એના પણ અર્થ ઊંધા કરે છે! વ્યવહાર સંભાળો! એવો અર્થ કરે છે (દિગંબર સાધુએ) એવો અર્થ કર્યો છે!
વ્યવહાર-વ્યવહાર પ્રયોજન (કીધું છે) એટલે વ્યવહારને સંભાળો. અરે! સંભાળવાની વાત નથી (કરી) પ્રભુ! એ તો તે સમયે પર્યાય હીણી અને શુદ્ધતાની પૂર્ણતા નથી તેને તે કાળે તે જ્ઞાન જાણે છે. તે જ્ઞાનનો પર્યાય તે કાળે તેવો જ હોય. એ એની ( જ્ઞાનીની) દશા છે એનું વર્ણન કર્યું છે. જાણવા માટે છે. એને ઠેકાણે ત્યાંથી ઉપાડે છે પહેલો પ્રશ્ન લાવ્યા છે ને ! વઢવાણનો એક છોકરો હુશિયાર હતો પહેલો ( પ્રશ્ન) એ લાવ્યો' તો. બારમી ગાથામાં આમ કહ્યું છે. (કહ્યું) હવે તમારે સ્થાનકવાસીને ક્યાં? (નિશ્ચય – વ્યવહાર છે?) અહા હા ! આવી (વાતું) બારમી ગાથામાં આમ કીધું છે. “વ્યવહાર પ્રયોજનવાન છે” પ્રશ્ન ત્યાંથી જ ઉપાડ્યો છે ભાઈ..! ૯૪માં આવ્યા ને (સાલ) ૯૪માં તે મકાનમાંથી આંહી આયા. ૯૪ ની વાત છે. (એ છોકરાએ જે વાત કરી હતી) હવે ઈની ઈ વાત અત્યારે દિંગબરના પંડિતો કરે છે! જુઓ! બારમી ગાથામાં વ્યવહાર પ્રયોજનવાન (કહ્યો છે). તે પોતાના સ્થાનમાં પ્રયોજનવાન છે. પ્રયોજનવાન એટલે શું પણ? એ જાણવા લાયક છે અને ઈ વસ્તુ છે પર્યાયમાં અશુદ્ધતા આદિ પર્યાયમાં છે અને જાણે બસ! તે વખતે, તે કાળે, તે તે સમયની જે પર્યાય છે, તેને તે તે કાળે તે જ્ઞાન જાણે. બીજે સમયે તેમાં થોડી અશુદ્ધતા ઘટી ને શુદ્ધતા વધી તો તેને તે (કાળે) તે ( જ્ઞાન ) જાણે. - જાણવાનું પ્રયોજન છે. આદરવા લાયક (છે) એ વાત છે નહીં. હવે આનો (બારમી ગાથાનો) એ અર્થ ઈ કરે અને ઓલો ઈ અર્થ કરે “પુણ્યફલા અરિહંતાઃ' આહા હા ! ગજબ કરે છે ને...! (પંડિતો એવો અર્થ કરે છે કે, પુણ્યનું ફળ અરિહંત (પદ) મળે છે. અહીં તો કહે છે ઈ વાત ત્યાં કરી (છ)? ત્યાં તો પાઠ એવો છે. પુણ્યફળ આત્માને અત્યંત અહિતકર છે, એમ લીધું છે પાઠ (માં છે) ટીકામાં, તો હવે ટીકા જોતા નથી. પહેલાં શબ્દને (પકડી રાખે છે) ને પછી ટીકા કાઢીને પોતે ટીકા કરે છે એની (અને સમજ્યા વિના અર્થ કરે છે કે) પુણ્યા ફળથી અરિહંત (પદ) મળે છે. (પુણ્યકલા અરિહંતા) (ત્યાં તો અર્થ એ છે કે, એ તો એમને (તીર્થકરને) વાણીની – હાલવાની – બોલવાની (રિદ્ધિ છે) એ બધું ફળ, પુણ્યનું ફળ છે. - એમ બતાવવું છે. અરિહંતપદ થયું છે એ કંઈ પુણ્યના ફળથી થયું છે એ પ્રશ્ન છે જ નહીં ત્યાં. આહાહા ! હવે આવા (ઊલટા) અર્થ કરે એને પ્રભુ કહેવું શું? (શ્રોતા ) એવા ઊંધા અર્થ કરનારા હોય જ છે...! (ઉત્તર) હોય છે. અહીંયાં (કહે છે) સંસાર અનાદિ (અનંત) રહેશે. આમ્રવને બંધને (ધર્મ) માનનાર રહેશે નહીં (તો) સંસાર રહેશે નહીં. જે મુક્તિમાં ગયા એવા અનંતસિદ્ધો કરતાં સંસારીની સંખ્યા અનંતી રહેશે. આહા.... હા! મુક્તિમાં (ગયા) તેની સંખ્યા કરતાં, અથવા મોક્ષમાર્ગના જીવની સંખ્યા કરતાં, સંસારમાર્ગમાં જીવની સંખ્યા અનંત...અનંત...અનંત સદાય રહેશે ! આહા... હા.. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com