________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૧ (શ્રોતા ) શ્વેતાંબરના શાસ્ત્રો સાચા માને તો તો મિથ્યાત્વ થઈ જાયને...! (ઉત્તર) કોણે કીધું? આનંદધનજીએ. આનંદધનજીની વાત નથી. આ તો બીજા આપણા પંડિતની વાત કરી હતી. એ આનંદધનજીના શબ્દો છે પણ આપણે આમાં છે. શું કહેવાય છે એ? “બ્રહ્મવિલાસ” માં છે. દિગંબરના પંડિતમાં આ (પદ) છે. મારે ઈ કહેવું છે મારે. આનંદધનજીના શબ્દો લીધા છે પણ પંડિતે (પદની રચના), કરી છે ભાઈ ! “અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેંગે? કયું કર દેહ ધરેંગે? આહા.... હા ! અબધૂ! અબ હમ અમર ભયે ન મરેંગે” અમરવસ્તુ જ્યાં અનુભવે કે ત્યાં અમર થઈ ગ્યા’ અમે તો આહા...હા...હા !
(કહે છે) ભગવાન દ્રવ્યસ્વભાવ જે ત્રિકાળ છે. જ્ઞાયકભાવને જ્યાં પકડયો અને અનુભવ્યો, માન્યો અને તે તું તો છો ને (એમ અનુભવીને) જગાડ્યો. (અનાદિથી) રાગ ને અસમાનજાતીયમાં સૂતો છો ને! જગાડયો. જાગૃત થયો ભગવાન આત્મા. એને હવે ભવ નથી. એ – બે ભવ હોય ઈ તો જ્ઞાનના શય છે. આહા.... હા !!
અહીંયાં કહે છે (કે.) એ ભાવના કરવાને અસમર્થ (એવા અજ્ઞાની) તેમાં જ બળ ધારણ કરે છે. શેમાં? અસમાનજાતીય જે શરીર છે, એ હું છું એમાં (શરીરમાં સાથે રહેનારો) હું આત્મદ્રવ્ય છું આ બાજુ આવો હું છું – એવી એને દષ્ટિ નથી. તેથી એ આ (શરીર) હું છું એવી દષ્ટિ એને થઈ છે, પર્યાય જેટલો છું એમ નહીં પણ એ શરીર (જ) હું છું એમ દષ્ટિ થઈ ગઈ છે. અહા હા ! (તેથી અજ્ઞાની – મૂઢ) “તેમાં જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે,” ઓલામાં આવે છે ને...“પુરુષાર્થસિદ્ધિ (ઉપાય) “શરીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ' એ તો નિમિત્તના કથનની વાત છે. શરીરાદિ સાધન કેવાં? જ્યાં દયા, દાન વ્રત, ભક્તિ ભગવાનની એ ભાવ પણ સાધન નથી. આહાહા..હા! અરે, આવી વાત ક્યાં મળે પ્રભુ! આવો મનુષ્યદેહ (મળ્યો છે) અને એમાં પણ મનુષ્યમાં જૈનપણું મળ્યું, એમાં આ (વીતરાગની) વાણી સાંભળવાનો જોગ, એ કાંઈ ઓછી વાત છે પ્રભુ! ઓહોહોહો. અરે! બિચારા ક્યાંના ક્યાં પડ્યા છે કેટલાય (બિચારા જીવો!) અહા...હા..હા! અત્યારે તો એવું બધું (હિંસાનું વાતાવરણ ચાલે છે). કલાસમાં (ભણવા) છોકરા આવે ઈંડાં આપો. (છાપામાં) મોટો લેખ આવે છે! કલાસમાં છોકરાંવને ઈંડા આપો. અરે અરે ! આ ! (સમાજ). ક્યાં ગયા? ઈડાને ખવરાવો, આમ કરો. હવે એને આ વાત સાંભળવા મળે નહી. (બિચારા ક્યાંથી ધર્મ પામે ?) .
(કહે છે કે, પોતાના સ્વભાવને અનુભવ કરવાને નપુંસક અને અસમાનજાતીય (દ્રવ્યપર્યાયમાં) સર્વ બળ જોડવાથી (એકાંતદષ્ટિવાળા છે ) કીધું ને ત્યાં? “તેમાં જ બળ ધારણ કરે છે'(અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે.” આહા... હા! (તેને) બળવાળા કહ્યા! અસમાનજાતીયને પોતાની માનવાવાળા બળવાળા છે! (પણ) ઊંધા, અહા... હા... હા.... હા! “તેઓ જેમને નિર્ગળ એકાંત દષ્ટિ ઊછળે છે એવા” – છે? નિરર્ગળ એટલે (ફૂટનોટમાં જુઓ અંકુશ વિનાની, બેહુદ). (જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તેમને બેહદ એકાંતદષ્ટિ ઊછળે છે. આ એકાંતદષ્ટિ થઈ. જોયું? (વળી) આ સ્વભાવ સમજ્યો અને વિભાવ – મનુષ્યપણું મારામાં નથી (મારું એ સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી) એ અનેકાંત દષ્ટિ છે. આહા.... હા... હા! શ્રીમદે (શ્રીમદ્રાજચંદ્ર) કહ્યું ને....! (પત્રાંક નં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com