________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૬૦ અનંતગુણસામાન્ય વિસ્તાર અને તેની અનંતપર્યાયો – તેનું એકરૂપ તે દ્રવ્ય છે. એ “યથોકત” કહેલો જે આત્મસ્વભાવ (છે). તેની “સંભાવના” (એટલે) ચેતવું - જાણવું, તેનો અનુભવ કરવો, તેને માનવું (તેનો આદર-સત્કાર કરવો) “એવું કરવાને” જેની દૃષ્ટિ પર્યાયબુદ્ધિને અસમાનજાતીય (દ્રવ્યપર્યાય-શરીર) ઉપર છે એ “નપુંસક હોવાથી ” આહા... હા! આચાર્યો તો ! (આવું કરુણાજનક કહી શકે !) આહા. હાં.. હા ! (શ્રોતા:) આમ તો ખાલી શરીર જ દેખાય છે ને..! (ઉત્તર) દેખાય છે, પણ દેખનારો કોણ છે? દેખનારો દેખાય છે તેમાં નથી. પર દેખાય છે તેમાં દેખનારો નથી. દેખનારો દેખાય (દખવાની પર્યાય) દેખે છે તેમાં છે, જાણનારો જાણનારમાં છે. જાણનારો દેહને જાણે છે તેમાં એ નથી !! આહા... હા! આવું આકરું (કામ) છે! લોકોને આકરું પડે! અભ્યાસ નહીં, અને એક બીજી રીતે સંપ્રદાય ચલાવ્યા. આવું મૂળતત્ત્વ હતું એ રહી ગયું! વીતરાગ સર્વજ્ઞ એમાં દિગંબર મુનિઓએ તો ગજબ કામ કર્યા બાપા!! કેવળીના વિરહમાં, કેવળજ્ઞાન પ્રાપ્ત કેમ થાય? એનો ઉપાય બતાવ્યો છે, (વીતરાગી કરુણાથી કહે છે) તને કેવળજ્ઞાન કેમ થાય? કેવળી ભગવાન નથી અત્યારે અહીંયાં (આ ક્ષેત્રે) (પણ), પ્રભુ! દ્રવ્યસ્વભાવ કીધો ને તને! એ વિસ્તારસામાન્યસમુદાય દ્રવ્ય; આયતસામાન્યસમુદાય દ્રવ્ય-એ બે થઈને એક જ છે હો ! બે દ્રવ્ય નથી. (તેનો આશ્રય લે). એવો જે દ્રવ્યસ્વભાવ (તેની) “સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે.” આહા... હા ! (અજ્ઞાની માને છે કે, શરીર તે હું ) (વળી) એવી પરદ્રવ્યપર્યાયમાં બળ – વીર્ય ધારણ કરે છે. તેથી તેને નપુંસક કહેવામાં આવ્યો છે. આહા.... હા !
(કહે છે કે ) જે વીર્ય, સ્વભાવની રચના ને સ્વભાવની દષ્ટિ કરતાં, રચનાનું જે કાર્ય કરે – તે વીર્ય, જેમાં નથી અને એ બળ – વીર્ય અસમાનજાતીય (શરીરમાં) જોડાણું એને અહીંયાં નપુંસક વીર્ય કીધું! પ્રભુ! આહા. હા ! થોડામાં ઘણું સંતોએ તો (કહ્યું છે) હજી તો હજાર વર્ષ પહેલાં (મુનિરાજ) થયા તેની આ વાત છે. ટીકા એની છે. ભગવાને (મહાવીર ભગવાનને) તો પચીસો વર્ષ થયાં, ભગવાન મોક્ષ પધાર્યા (તેને) પચીસો વર્ષ થયાં. આ તો, હજાર વર્ષ (પહેલાં) થયા સંત મહામુનિ! (આ) ભરતક્ષેત્રમાં વિચરતા હતા ! એ અમૃતચંદ્રાચાર્ય પ્રભુ! એમ કહે છે પ્રભુ! તને આત્મદ્રવ્ય તો બતાવ્યું (ગાથા) ૯૩માં. એ દ્રવ્યના સ્વભાવનો અનુભવ કરવાને નપુંસક – એનો અનુભવ કરવાને નાલાયક - (એવા મૂઢે ) અસમાનજાતિય (દ્રવ્યપર્યાય ) એટલે શરીર એમાં તારું બળ ત્યાં જોડી દીધું એણે ! આહા.. હા ! એ એક મારવાડી આવ્યો” તો ને..! એ મારવાડી પંડિત હતો, કાંઈ બેસે નહીં વાત. એ એમ કહે કે મનુષ્યભવ હોય તો કેવળજ્ઞાન થાય, બીજા ભવમાં થાય છે ક્યાંય? ચાર ગતિમાં? મનુષ્યભવ હોય તો કેવળજ્ઞાન થાય તો મનુષ્યભવ સાધન છે ને? અરે! પ્રભુ, તું શું કહે છે આ ! (શ્રોતા ) મનુષ્યભવમાં સુખેથી પ્રાપ્ત થાય.! (ઉત્તર) સ્વભાવ ( ગ્રહણ કરતાં) એનો અભાવ થઈ જાય છે, એનો અભાવ કરવો પડતો નથી. દ્રવ્યસ્વભાવ આવો જે છે સામાન્ય વિસ્તારસમુદાય (ગુણોનું એકરૂપ) દ્રવ્ય-એનો દષ્ટિમાં ને અનુભવ કરતાં અસમાનજાતીય (શરીર) ની એકતા બુદ્ધિ ત્યાં તૂટી જાય છે. આહા...હા....હા!
“અબ હમ અમર ભયે ન મરેંગે' આવે છે ને...! છે આનંદ ધનજીનું! આપણે આમાં (બ્રહ્મવિલાસમાં) નાખ્યું છે પંડિતજીએ! “યા કારણ મિથ્યાત્વ દિયો તજ, અબ હમ અમર ભયે ન મરેંગે – યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર ભવ ધારણ કરેંગે - અબ હમ ભવ ધારણ કરેંગે નહીં. આહા. હા ! એ કંઈ જોડતા નથી!
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com