________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૯ ત્રિકાળી, આનંદકંદ પ્રભુ, દ્રવ્યસ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, ધ્રુવસ્વભાવ, ભૂતાર્થસ્વભાવ (છે!) આહા... હા! જેને કર્મના ( સદ્દભાવના ) નિમિત્તની કે અભાવના નિમિત્તની પણ અપેક્ષા નથી. ક્ષાયિકભાવમાં તો નિમિત્તના (કર્મના ) અભાવની અપેક્ષા નથી. ક્ષાયિકભાવમાંતો નિમિત્તના (કર્મના ) અભાવની અપેક્ષા આવી. અહીંયાં કેવું છે તો ઈ કે એક કો૨ વિદ્વજજનો – વિદ્વાનો નિશ્ચયને છોડીને, વ્યવહા૨માં વર્તે છે તે મિથ્યાદષ્ટિ છે અને (બીજી કોર ) વિદ્વાનો પંચમગતિ માટે પંચમ ભાવ જે ધ્રુવ (ભાવ) ને અનુભવે છે તે વિદ્વાન સાચા છે. આહા... હા! આવી વાતું (તત્ત્વની ) છે! આ વાત) બેસે બાપુ
હો ! એ તો આત્મા છે ને નાથ! આત્મા અંદર! એટલે ન સમજાય એમ એ વાત ન લેવી. એ આડ ન નાખવી એમાં... આહા... હા !
–
66
ભગવાન આત્મા (નો અનુભવ કરવાને) પાંચમી ગાથામાં ( ‘ સમયસાર' માં ) કુંદકુંદાચાર્યે કહ્યું ને..! “ નવિ વાપુખ્ત ” દેખાડીશ. [તં] યત્તવિહત્ત વાર્દ અપ્પળો સવિહવે' એક શબ્દમાં વાળ્યું પહેલું કહ્યું પણ કદાચ બહાર રહ્યું કહેવાનું કાંઈ ( તોપણ ) પ્રમાણ કરજે. સ્વભાવનો અનુભવ કરજે. કહે છે પHાળ આહા... હા! ત્રિકાળી દ્રવ્ય-સ્વભાવનો અનુભવ કરજે. એમ કહે છે પમ્પાળું' કહીને, હા પાડી એલા ત્યાં ને ત્યાં ઊભો રહીશ નહી, (એટલે ) એકલા મનસહિતના જ્ઞાનમાં અટકીશ નહીં) આહા... હા! પંચમઆરાના સંત, પંચમઆરાના જીવને, આટલી મોટી વાત કરે છે! બાપુ! એ મોટપ તારી કેવડી છે એને કાળ નડતો નથી ભાઈ ! જેમાં ક્ષાયિકભાવ નથી પછી ક્યો પ્રશ્ન લેવો છે તારે! આહા... હા.. હા ! પરમ અમૃતનો સાગર! અંદર પૂરણ ભર્યો પડયો (ધ્રુવ ) છે! અતીન્દ્રિય ગુણનો સાગર, પૂરણ... પૂરણ... પૂરણ... અનાદિથી પૂરણ એ પ્રભુ અનાદિથી પૂરણ જ છે!! જેને આવરણ નથી, જેનામાં ઓછપ નથી, જેમાં વિપરીતતા નથી. (વળી ) નિરાવરણ છે, અવિપરીત છે અને પૂરણ છે. આહા... હા ! એવો જે દ્રવ્યસ્વભાવ (છે). અહીંયાં યથોકત આત્મસ્વભાવ કીધો છે ને...! આત્મસ્વભાવ તો પહેલો એ ગણ્યો હતો કે વિસ્તારસામાન્યસમુદાય અને આયતસામાન્યસમુદાય-પણ વસ્તુ શું છે, એ બધું થઈને દ્રવ્ય છે એ. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ નાખ, ભલે વિસ્તાર સામાન્ય સમદાય - અનંત ગુણો છે, આયતસામાન્યસમુદાય અનંતપર્યાયો છે, પણ એનું ગુણોનું રૂપ તો ધ્રુવ (એકરૂપ ) છે! ( આહા.. હા! એવો જે ધ્રુવ આત્મા જે કીધો હતો (તેનો આશ્રય ક૨) એમ કહીને (સદ્દગુરુ ચેતવે છે). પ્રભુ, તને આ અવતાર મનુષ્યના મળ્યા ભાઈ! (આમાં સ્વનો આશ્રય નહીં કર તો ) આ (મનુષ્યભવ ) ખોવાઈ જશે! ત્યાં ક્યાં જઈશ ભાઈ! આહા...! તારો પત્તો નહીં લાગે બાપા ! ( આ વાત )દુનિયામાં કઠણ પડે! દુનિયા બીજી ન માને, એકાંત કહે, તો પણ છોડી દે હઠ (અને આ વાત સ્વીકાર ને બીજું બધું છોડીને એક સ્વદ્રવ્યનો આશ્રય કર!) એકલો દ્રવ્યસ્વભાવ ( ગ્રહણ કર. ) એ પુણ્યથી ધર્મ થાય એ ભલે કહે. (એ તો અજ્ઞાનીઓ કહ્યા કરે!)
આહા.... હા ! વસ્તુ, દ્રવ્ય-ગુણ-પર્યાય (ત્રણ ભેદવાળી) છે, છતાં આશ્રય કરવા લાયક તો (અભેદ ) દ્રવ્યસ્વભાવ છે. જે ગુણને પર્યાયનો પિંડ કીધો' તો (તે) દ્રવ્ય (છે). આ ‘શેય અધિકાર’ છે (તો ) દ્રવ્ય જે ‘શેય’ પૂરું (પૂર્ણ) છે, એ તો અનંતગુણ ને અનંતીપર્યાયનું – બેયનું એકરૂપ તે દ્રવ્ય છે. ( એ સ્વદ્રવ્યને જ્ઞેય બનાવો ). · એવો જે યથોકત આત્મસ્વભાવ ” કહ્યો હતો તે (સ્વગ્નેય છે). હિન્દીમાં ? હિન્દી કરતાં ગુજરાતીમાં સ્પષ્ટ (ભાવ) આવે, કાલે એટલું બધું સ્પષ્ટ નહોતું આવ્યું ભાષાફેર છે ને..! એટલે... આહા... હા ! ‘ યથોકત ’ યથા કહેલ... છે? (ફૂટનોટમાં અર્થ જુઓ ) પૂર્વ ગાથામાં કહ્યો તેવો. આત્મસ્વભાવ તે
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
י