________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૭ સંભાવના” યથોકત એટલે યથાર્થ. જ્યાં વિસ્તારસામાન્યને ને આયત સામાન્ય (સ્વરૂપ) દ્રવ્ય કહ્યું તે એ યથોકત સ્વભાવ દ્રવ્યનો છે (શબ્દનો આશય છે). શું કહ્યું એ ?
“યથોકત આત્મસ્વભાવની સંભાવના” યથાઉકત દ્રવ્ય જે કહ્યું જે અનંત સામાન્ય – વિસ્તાર સામાન્ય સમુદાય, આયત સામાન્ય સમુદાય (નો પિંડ) તે દ્રવ્ય. એ દ્રવ્યનો, એટલે દ્રવ્યનો આત્મસ્વભાવનો અનુભવ કરવાને નપુંસક હોવાથી” આહાહા! એ અસમાનજાતીય ( દ્રવ્યપર્યાય ) ઉપર દૃષ્ટિ પડીને એ (જ) મારું સ્વરૂપ છે. એમ માનીને અવિદ્યાનું મૂળ જે છે. એ આત્મસ્વભાવ જે કહ્યો – કે દ્રવ્ય-ગુણ - પર્યાય એના કીધા પણ (જે) દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ – આખો – અખંડ (છે) એવા જે દ્રવ્યસ્વભાવની વાત કરી હતી. યથોકત (એટલે) યથા ઉકત (અર્થાત્ ) યર્થાથ કહ્યું. “આત્મસ્વભાવની સંભાવના” – એવો જે આત્મસ્વભાવ (કહ્યો હતો) – અનંતગુણની અનંતપર્યાયનું એકરૂપ તે દ્રવ્યસ્વભાવ આત્મસ્વભાવ તે વસ્તુ (છે). એની સંભાવના (એટલે ) અનુભવ. સંભાવનાના ઘણા અર્થ ( ફૂટનોટમાં) કર્યા છે. સંચેતન; અનુભવ માન્યતા આદર.
આહા... હા! ભગવાન આત્મા અનંત ગુણ વિસ્તાર સામાન્ય અને અનંત પર્યાય – લંબાઈ – આયત, એ દ્રવ્ય – વસ્તુ છે. વસ્તુ (જે છે ) એ વસ્તુના સ્વભાવની સંભાવના – એ વસ્તુના સ્વભાવની માન્યતા – એ વસ્તુના સ્વભાવનું સંચેતન, જાગૃત એમાં, તેનો અનુભવ કરવો, એને પોતાનું માનવું - એમ કરવાને “નપુંસક” છે, કહે છે. આહા.. હા! અરે, વીર્ય જે છે એનું અસમાનજાતીય ને પર્યાયબુદ્ધિમાં ત્યાં જતાં (એ વીર્ય ત્યાં રોકી દીધું છે) ને એને પોતાનું છે એવી માન્યતા (માં રોકાઈ ગયો છે) એ નપુંસક છે. એ વીર્ય ત્યાં રોકયું છે. એ રોકેલું વીર્ય તે વાસ્તવિક વીર્ય નથી. આહા.... હા ! એ નપુંસકતા છે. ભાઈ ! (શ્રોતા:) એ મહિનાના ઉપવાસ કરે ને! (ઉત્તર) એ ગમે એ કરે ને... ધંધા! છોડીને બેઠા કલકત્તા માટે થઈ ગયું! એનો દાખલો દઈએ! (બહારના ક્રિયાકાંડ કર્યા) પણ અંદરમાં... (યથાર્થ પરિણમન થવું જોઈએ), યથોકત દ્રવ્યસ્વભાવની (પર્યાય) – અનુભવની (પર્યાય) કરવાને અસમર્થ હોવાથી) “નપુંસક” આ તો વીતરાગની વાતું છે બાપા! શું કહીએ ! એના પૂરણ રહસ્ય તો સંતો જાણે; કેવળી જાણે !! હું! આહા...હા....હા....!
(અહીંયાં) કહે છે કે એવો પર્યાયબુદ્ધિ એટલે અસમાનજાતીય (દ્રવ્ય પર્યાય) નો આશ્રય કરતાં (અજ્ઞાન) છે. યથોકત આત્મસ્વભાવનો આશ્રય કરવો જોઈએ, આશ્રય કરવો કહો કે અનુભવ કરો કહો (એકાર્થ છે). “સંચેતન” એટલે જેવું આત્મદ્રવ્ય છે તેવું ચેતવું (કહો) કે અનુભવ કહો કે માન્યતા કહો કે આત્મસ્વભાવનો અનુભવ કહો (એ સર્વ એકાર્થ છે). એ અનુભવ કરવાને “નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે),” આહાહા! ગજબ વાત કરી છે ને!! એને (મુનિને) કંઈ પડી છે..! સમાજ સમતોલ રહેશે કે નહીં? સમાજને આ (વાત) બેસશે કે નહીં? (મુનિઓ તો વીતરાગીસ્વરૂપ છે!) બાપુ! મારગ આ છે ભાઈ ! (માન કે ન માન ભગવાન છો !).
આહાહા! ભગવાન આત્મા, પૂરણ સ્વભાવ-એનો જે અનુભવ ને એનો જ આશ્રય, એનું સંચેતન (એટલે) જાગવું (જાગૃતિ) એનો અભાવ જે છે તે નપુંસકતા છે (એમ) કહે છે. જે વીર્ય દ્રવ્યસ્વભાવને અવલંબીને, દ્રવ્ય-ત્રિકાળી- જ્ઞાયકનો અનુભવ કરે તે મરદ છે (મર્દ છે). તે મર્દનું વીર્ય છે. એ આત્માનું વીર્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com