________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૬ છે છતાં – એકને (દ્રવ્યને આશ્રયે રહે તે ગુણ (છે). પર્યાય એને કહીએ કે જે દ્રવ્યપર્યાય (છે) અને ગુણપર્યાય (પણ) છે. પર્યાયના બે પ્રકાર છે. આહા... હા ! એક સમાનજાતીય દ્રવ્યપર્યાય, એક અસમાનજાતીય દ્રવ્યપર્યાય (છે). ત્યા સમાન જાતીય (દ્રવ્યપર્યાય) માં પ્રશ્ન થયો ઉયો હતો ને...! પંડિત (જી) નો....કે ત્યાં આત્મા અને આત્મા કેમ ન લીધો? સમાનજાતીય (દ્રવ્યપર્યાય સમજાવવા) માં પુદ્ગલને લીધા. તો (કહેવામાં આવે છે કે, આત્મા, આત્માનો એકરૂપ સ્કંધ નથી. પરમાણુમાં પણ નથી. (છતાં) પરમાણુ (એકરૂપ) સ્કંધ કહેવાય છે. શરીરાદિ પિંડ, સ્કંધ (છે) તો એને આત્મા અને શરીર સાથે દેખાતા હોવાથી) અસમાન જાતીય દ્રવ્યપર્યાય લીધી. અને સમાનજાતીયમાં પરમાણના પિંડની દ્રવ્યપર્યાય લીધી. પરમાણુના સ્કંધની અવસ્થાને ( સમાનજાતીય ) દ્રવ્ય-પર્યાય લીધી. ગુણપર્યાય તો પછી (લીધી છે) સ્વભાવિક ગુણપર્યાય અને વિભાવિક ગુણપર્યાય એ તો અગુસ્લઘુગુણની (પર્યાય) તે સ્વભાવપર્યાય (કીધી) ને જ્ઞાનાદિક અને રૂપાદિક (ગુણનાં) પરિણમનમાં નિમિત્ત થતાં હીનાધિક અવસ્થા થાય છે અને નિમિત્તપણામાં કર્મ છે એ દશામાં વિભાવગુણપર્યાય કીધી. એ વિભાવગુણપર્યાય (છે). આહા..! અહીંયાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય આમ ઉપાડયું. કેમ ? કે એ પર્યાયબુદ્ધિવાળો ત્રિકાળી સ્વભાવને તો જોતો નથી પણ એના ગુણને (પણ) જોતો નથી અને તેની એક સમયની પર્યાયને (તે) પકડી શકતો નથી. ઓહોહોહો ! શું શાસ્ત્રની ગંભીરતા (છે)! દિગંબર સંતોની શૈલી ! ગજબ વાત છે!! એના જ્યાં ઊંડાં પેટ જોવા જઈએ ત્યાં તો એમ લાગે ઓહો.. હો... હો ! (અમાપ, અમાપ, અમાપ તત્ત્વ છે ) !
આહા...હા! એને (ગુરુને) બતાવવું છે તો આખું (પૂર્ણ) જીવદ્રવ્ય, દ્રવ્યનો સ્વભાવ આખરે બતાવવો છે. દ્રવ્ય-ગુણ-પર્યાય (સ્વરૂપ) આત્માને ત્રણ (ભેદ) છે એમ કહેશે. છેલ્લે (ટીકાના બીજા ફકરાની શરૂઆમાં કહે છે, “અસંકીર્ણ દ્રવ્ય - ગુણ-૫ર્યોયો વડે સુસ્થિત (છે) એવા ભગવાન આત્માના સ્વભાવ એવા આત્માના સ્વભાવ - દ્રવ્ય, ગુણને પર્યાય છે ખરી! પણ એનો જે ત્રિકાળીસ્વભાવ જે ભગવાન પૂર્ણાનંદ, ધ્રુવ, જ્ઞાયકભાવ એની એને (અજ્ઞાનીને) સંભાવનાનો અભાવ છે. (શું ) કીધું સકળ જ્ઞાનનો, ગુણ – વિધા એનો અજ્ઞાનીને અભાવ છે. સમજાય છે કાંઈ ?
આહાહા! અસમાનજાતીય (દ્રબ્યુપર્યાય હું છું ) એવો અભિપ્રાય કે જે સકળ અવિદ્યાઓનું મૂળ છે. અજ્ઞાન ને મિથ્યાત્વ એ સકળ અવિદ્યાનું મૂળ છે. પર્યાયબુદ્ધિમાં અસમાનજાતીય – શરીરમાં પોતે છે એમ માને છે, એની (શરીરની) ક્રિયા થાય એ પોતાની માને છે. લોકોના મનુષ્યવ્યવહારમાં એ તો ક્રિયા લેશે. શું કીધું? આત્મવ્યવહારમાં એની (જીવની) પર્યાય, અને મનુષ્યવ્યવહારમાં (હું) મનુષ્ય છું, દેવ છું એમ લેશે. મનુષ્ય વ્યવહારમાં – એ છું એ તો ઠીક! (પણ) એ છું એમાં રાગદ્વષના પરિણામ (જે) કર્યા છે તેમાં તે ક્રિયાને (પોતાને) એકપણે માને છે. છાતીએ (વળગ્યાં છે) આઈ. હા! “કે જે સકળ વિધાઓનું એક મૂળ છે” આહા..હા...! પર્યાયની દૃષ્ટિમાં (અજ્ઞાની) પર્યાય પકડી શકતો નથી તેથી તે અસમાનજાતીય (શરીર) એને પોતે પકડે – જાણે છે. એનું લક્ષ શરીર ઉપર જાય છે. અને તે શરીર મારું છું એવી જે બુદ્ધિ તે સકળ અવિદ્યાઓનું મૂળ છે! મહામિથ્યાત્વ અને અજ્ઞાનનું એ મૂળ છે. આહા. હા ! સમજાય છે કાંઈ ?
કે જે સકળ આવિધાઓનું એક મૂળ છે તેનો - આશ્રય કરતા થકા” શરીર ને હું બેય એક છીએ, હું મનુષ્ય છું; દેવ છું-એવી માન્યતા હોં! તેનો આશ્રય કરતા થકા “યથોકત આત્મસ્વભાવની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com