________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો ૫૪ પંડિતજી! કઠણ લાગે (પણ) આ તો પરમાત્માની વાણી છે. પ્રભુ! આ કોઈને કંઈ કહેણ આવ્યા ( અંતર અનુભવથી વાણી આવી) આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ, પરમાત્મા, સીમંધરસ્વામી ભગવાનએની આ વાણી છે, આહા. હા!
શું કહ્યું કેઃ જીવ-પુગલસ્વરૂપ અસમાનજાતીય દ્રવ્યપર્યાય - કે જે સકળ અવિદ્યાઓનું મૂળ છે.” -રાગની ક્રિયા હું કરું છું; શરીરની ક્રિયા હું કરું છું એ (અભિપ્રાય) સર્વ મિથ્યાત્વનું મૂળ છે. તેનો આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવ.” જે ત્રિકાળી સ્વભાવ છે. છે તો દ્રવ્ય-ગુણપર્યાય. શું કીધું એ? શું કહે છે કે આ સ્વભાવ-આત્માનો સ્વભાવ – ને વિપરીત અને પરભાવ કર્મશરીર (આદિ) એને પોતાના માને છે એ પરસમય, મિથ્યાષ્ટિ છે. આહા.... હા....! પોતાનો દ્રવ્યસ્વભાવ એ ઓલામાં (ગાથા-૯૩) માં કીધો છે. “સર્વ પદાર્થોનું દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ જ યથાર્થ છે.” – એ દ્રવ્ય- ગુણ- પર્યાયનું સ્વરૂપ ભગવાને કહ્યું એમાં એ ત્રણેમાંથી (માત્ર) પર્યાયનો આશ્રય લે છે તે મિથ્યાદષ્ટિ છે. છે તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય (પોતાના પોતામાં) પોતાનામાં (પર્યાય) પરને કારણે નહી છતાં (માત્ર) પર્યાયનો આશ્રય લેવો નહી. એ ત્રિકાળી ભગવાન (આત્મ) સ્વભાવનો આશ્રય લેવો એ સમયને સમકિત છે.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com