________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૪
પ્રવચનસાર પ્રવચનો પ૩ કરવાને એ તો “નપુંસક છે. એને તો સંસ્કૃતમાં “ત્નીવ' કહ્યું છે. સંસ્કૃતમાં વરસીવ (શબ્દ) છે. જે કોઈ પ્રાણી, રાગ અને શરીરની અવસ્થા મારી છે એવું માને છે એ નપુંસક છે; પાવૈયા – હીજડા છે! એ નપુંસકને વીર્ય હોતું નથી, તો પ્રજા થતી નથી. એમ પરને – શરીરને મારું છે, શરીરની ક્રિયા હું કરી શકું છું એમ માનવું અને એ (માન્યતા) રાગ છે એવડો જ હું છું એમ માનવું – (એ માન્યતા ધરનાર) નપુંસક છે અને ધર્મની પ્રજા (પર્યાય) ઉત્પન્ન થતી નથી. આા...હા....! આકરી વાત છે.
સમયસાર.” માં “વસ્તીવ' બે વાર આવ્યું છે. ગાથા-૩૯ “રૂદ તાધારણનલMIનર્વિનીત્વેનાત્યન્તવિમૂઢી:' તથા ગાથા - ૧૫૪ “તૂરક્તવર્મવોત્તરનું “વસ્તીવ' તયા' ‘વની' - નપુંસક પુણ્યને ધર્મ માનવાવાળા પાવૈયા - નપુસંજક – હીજડા છે. વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય થાય છે એમ માનવાવાળા નપુંસક છે એમ કહે છે. કેમકે વ્યવહારરત્નત્રય રાગ છે અને નિશ્ચયરત્નત્રય તો વીતરાગી પર્યાય છે. તો વીતરાગી પર્યાય તો પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થાય છે.
રાગથી નહીં, અહા.... હા ! આમાં (“પ્રવચનસાર” માં) નપુંસક એકવાર આવ્યું (છે) ને આ બીજીવાર (અહીંયાં) આવ્યું છે. અને સમયસારમાં (પણ) બે વાર છે. (અજ્ઞાની, મૂઢ, પુણ્યથી ધર્મ માનનારને) “વતી' કીધા છે. પાઠમાં છે, અહીંયા (આ ગાથામાં) સંસ્કૃત ટીકામાં બીજી લીટીમાં છે. જુઓ! “યુયોજિતાત્મજ્યમાં વર્તમાનવનીવા..” બીજી ગાથામાં (“શય અધિકાર” ની) વચ્ચે છે. નપુસંક' કહે છે. આહા.. હા !
(અહીંયાં) ભગવાન તો એમ કહે છે કે આત્માનું જે વીર્ય છે - (પુરુષાર્થ) ગુણ એ પુરુષાર્થ – વીર્ય, સ્વરૂપની રચના કરે છે. વિભાવની રચના કરે એ (આત્મ) વીર્ય નહીં. ૪૭ શક્તિમાં એમ કહે છે. ધીરેથી સમજો ! ફરીને... (કહીએ ) ! આ વીર્યગુણ લીધો ને...! “સમયસાર' છેલ્લે (પરિશિષ્ટ) માં ૪૭ શક્તિઓ છે – ૪૭ ગુણ છે. એમાં પુરુષાર્થ ગુણ લીધો છે. વીર્યગુણ ત્રિકાળી (છે). ભગવાને કહ્યો છે. “સ્વરૂપની (આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ'. ૫. –એ પુરુષાર્થ ગુણનું કાર્ય સ્વરૂપની રચના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની રચના કરે એને વીર્ય (શક્તિ) કહીએ. પણ એને છોડીને રાગની રચના કરે એને નપુંસક કહીએ આહા.. હા! (પુણ્યના પક્ષવાળાને) આકરું લાગે! આવો કઈ જાતનો ઉપદેશ કે” આંહી!
શું કહે છે કેઃ “આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક” – ત્રિકાળી ભગવાન ધ્રુવભાવ, પરમપરિણામિકભાવ, સ્વભાવભાવ પોતાનો સ્વભાવભાવ ત્રિકાળીનો (તેનો) આશ્રય ન લઈને, પર્યાયમાં રાગનો આશ્રય કરે છે અને અહીં પ્રભુ નપુંસક કહે છે. અમૃતચંદ્રાચાર્ય સંત! મુનિ છે! પંચમહાવ્રતધારી (ભાવલિંગી સાધુ) છે! આહા... હા! વીર્યગુણમાં એ કહ્યું કે: આત્મામાં વીર્યગુણ છે ત્રિકાળ એ તો શુદ્ધ (પર્યાય) ની રચના કરે છે. એને વીર્ય કહીએ. જે વીર્ય પુણ્ય ને પાપ, શુભાશુભભાવની રચના કરે એ પોતાનું (આત્મ) વીર્ય નહીં, એ બળ નહી, નામર્દાઈ છે. એ સમયસાર' માં આવી ગયું છે. (ત્યાં) ગાથા-૩૯ ને ૧૫૪માં નામર્દ કહ્યું છે. રાગની રચના કરીને ધર્મ માનવાવાળા છે એ નામર્દ છે, મર્દ નહીં, આહા.... હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com